હોમપેજગુજરાતભાજપશાસિત રાજ્યોનું પૂર, વિપક્ષી રાજ્યોનું પૂર 

ભાજપશાસિત રાજ્યોનું પૂર, વિપક્ષી રાજ્યોનું પૂર 

મમતા બેનર્જીએ ‘ધિસ ઈઝ નોટ ઇન અવર હેન્ડ્સ’ કહી દીધું છે. કોઈ અન્ય મુખ્યમંત્રીએ આવું કહ્યું હોત તો આફત વચ્ચે પણ તેના મોં આગળ માઇકો ધરી દેવામાં આવ્યાં હોત અને સવાલોનો મારો ચલાવવામાં આવ્યો હોત.

- Advertisement -

(તંત્રીલેખ, 24 સપ્ટેમ્બર) 

દર ચોમાસે કોઈ શહેરમાં પૂર આવે છે અને પાણી ઓસરે ત્યારે હિપોક્રસી અને બેવડાં ધોરણો ઉજાગર કરતું જાય છે. હિપોક્રસી કોની? બેવડાં ધોરણો કોનાં? એ ઇકોસિસ્ટમનાં જે કોઈ નગર, કોઈ શહેર પાણીમાં ડૂબે ત્યારે સૌથી પહેલાં એ ચેક કરે છે કે ત્યાં સરકાર કોની છે, તેમાં કોઈ રીતે મોદીનો વાંક કાઢી શકાય તેમ છે કે નહીં. જો તેમ હોય તો તેઓ હોબાળો મચાવવા માંડે છે. રાજ્ય ભાજપશાસિત ન હોય તો ચૂપચાપ બેસી જાય છે. 

પશ્ચિમ બંગાળના પાટનગર કોલકાતામાં પૂર આવ્યું છે. પૂરના સમાચારો બને છે, પણ તેનાથી આગળ તેની કોઈ ચર્ચા નથી. તાજા સમાચાર એવા છે કે પૂરના કારણે 10થી વધુ વ્યક્તિઓનાં મોત નીપજ્યાં છે. ઠેરઠેર પાણી ભરાયાં છે. આ એ સમય છે જ્યારે કોલકાતામાં દુર્ગા પૂજા જેવો મહત્ત્વનો ધાર્મિક તહેવાર શરૂ થવામાં છે. જનજીવન ખોરવાયું છે. પરિવહનને અસર થઈ છે. કેટલાય વિસ્તારોમાં રહેવાસીઓ ફસાયા છે. રસ્તાઓ બેટમાં ફેરવાય ગયા છે. 

- Advertisement -

સામાન્ય દિવસોમાં ભાજપશાસિત રાજ્યોમાં જળભરાવને લઈને પણ મુખ્યમંત્રીઓ અને ગુજરાત જેવું રાજ્ય હોય તો વડા પ્રધાન સુધીનાઓને પ્રશ્નો કરી નાખનારા યુઝઅલ સસપેક્ટો હવે તદ્દન ચૂપ છે. કોઈ માત્ર સમાચારો શેર કરીને પતાવી રહ્યું છે તો કોઈ હવે ભગવાનને પ્રાર્થના કરી રહ્યું છે કે તેઓ કોલકાતાને બચાવે. સરકારને પ્રશ્નો કરવાની, ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ પર પ્રશ્ન કરવાની હિંમત હવે રહી નથી. 

મમતા બેનર્જીએ ‘ધિસ ઈઝ નોટ ઇન અવર હેન્ડ્સ’ કહી દીધું છે. કોઈ અન્ય મુખ્યમંત્રીએ આવું કહ્યું હોત તો આફત વચ્ચે પણ તેના મોં આગળ માઇકો ધરી દેવામાં આવ્યાં હોત અને સવાલોનો મારો ચલાવવામાં આવ્યો હોત. પરંતુ અહીં તેમ નથી થયું. કેમ નથી થયું એ આપણે જાણીએ છીએ. 

આવી ઘટનાઓના સમાચારો કવર કઈ રીતે થાય એ પણ જોવા જેવું છે. બીબીસી લખે છે કે, ‘ઇન્ડિયાઝ કોલકાતા સિટી સીઝ વર્સ્ટ રેન્સ ઇન 39 યર્સ.’ કોલકાતામાં 39 વર્ષમાં સૌથી વધુ વરસાદ પડ્યો એટલે પાણી ભરાઈ ગયાં, પૂરની સ્થિતિ સર્જાઈ. બાકી તો બધું ઠીક ચાલે છે. ઘટનાઓનું રિપોર્ટિંગ કઈ રીતે થાય એ પણ ઘણું જણાવી દે છે. 

 પૂર જેવી આફતો ગંભીર સ્થિતિ લઈને આવે છે. સામાન્ય માણસે સૌથી વધારે હેરાન થવું પડે છે. આર્થિક સ્થિતિએ નબળા વર્ગોએ ભયંકર મુશ્કેલીઓ વેઠવી પડે છે. પણ એક ઇકોસિસ્ટમ માટે આ પણ રાજકારણનો મુદ્દો છે. હકીકતે તેના માટે બધું જ રાજકારણ છે. પોતાની અનુકૂળતા અનુસાર નિયમો બદલાતા રહે છે. 

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં