એક હાથે તાળી ન પડે, એક પૈડાં પર વાહન ન ચાલે અને એકતરફી સંબંધો પણ ન ટકે. આવી બધી કહેવતો વર્ષોથી આપણે ત્યાં બોલાતી-કહેવાતી આવી છે. તેમ છતાં ઘણી જગ્યાએ તેનો અમલ થઈ શક્યો નથી, ખાસ કરીને હિંદુ સમાજમાં. હિંદુ સમાજ ‘ભાઈચારા’નાં નામે અનેક વખત મજહબી આતંકનો ભોગ બન્યો છે, પણ તેમાંથી શીખ મેળવી શક્યો નથી. પરંતુ હવે ગાંધીનગરના બહિયલ ગામથી આ દિશામાં વિચારવાની એક નાનકડી શરૂઆત થઈ ચૂકી છે. બહિયલના હિંદુઓએ મુસ્લિમો સાથેના તમામ વ્યવહારો બંધ કર્યા છે અને 150 વર્ષ જૂની બંને સમાજ વચ્ચેની પરંપરા પર પણ પૂર્ણવિરામ મૂકી દીધું છે.
આવું થવા પાછળનું એકમાત્ર કારણ મજહબી ઉન્માદ છે. ગાંધીનગરના બહિયલમાં 24 સપ્ટેમ્બરના રોજ હિંદુઓ ગરબા કરી રહ્યા હતા અને તે દરમિયાન અચાનક મુસ્લિમ કટ્ટરપંથીઓએ હુમલો કરી દીધો. વાહનો તોડ્યાં, હિંદુઓનાં મકાનોને ટાર્ગેટ કરાયાં અને મંદિરોને પણ છોડવામાં ન આવ્યાં. આ ઘટનામાંથી હિંદુઓએ હવે શીખ મેળવી લીધી છે. ભાઈચારાનાં નામે 150 વર્ષથી જે લોકોને મીઠાઈઓ ખવડાવી હતી, તે જ લોકોએ આખરે તેનો વાસ્તવિક રંગ બતાવીને બહિયલના હિંદુઓને જગાડી દીધા છે.
હકીકતમાં બહિયલ ગામમાં એક પરંપરા સ્વતંત્રતા પહેલાંથી ચાલી આવતી હતી. જેમાં ગુજરાતી નવા વર્ષના દિવસે હિંદુઓ રામજી મંદિરના અન્નકૂટના પ્રસાદમાંથી ટોપરું લઈને મુસ્લિમ વિસ્તારમાં જતાં અને ત્યાં મુસ્લિમ આગેવાનો સાકર લાવીને બંને પ્રસાદ ભેગા કરી એકબીજાને ખવડાવતા. 15 દાયકા સુધી આ પરંપરા અકબંધ રહી હતી, પરંતુ મુસ્લિમ કટ્ટરપંથીઓએ હુમલો કરીને હિંદુઓને ‘ભાન કરાવ્યા’ બાદ આ નક્કર પગલું આખરે લેવાયું.
આ નિર્ણય માત્ર એક ગામ પૂરતો સીમિત નથી. તે એક એવો સંદેશ પણ છે જે સમગ્ર હિંદુ સમાજને આ દિશામાં વિચારવા પર મજબૂર કરે છે. ‘એકતરફી ભાઈચારા’નો વારંવાર ભોગ બનતા હિંદુ સમાજે બહિયલના હિંદુઓ પાસેથી આ પણ શીખવા જેવું છે. એક કહેવત ગુજરાતીમાં પ્રચલિત છે કે સાપને ગમે તેટલું દૂધ પીવડાવો, પણ એક સમયે તે ડંખ મારશે જ. આવું જ હિંદુ સમાજ સાથે થતું આવ્યું છે. પરંતુ હવે જરૂરી છે કે બહિયલના હિંદુઓ જેવા નક્કર પગલાં રાજ્ય અને દેશના અન્ય હિંદુઓ પણ લેતા થાય.
બહિયલના હિંદુઓનો નિર્ણય કેમ સમાજ માટે જરૂરી?
બહિયલના હિંદુઓનો આ નિર્ણય આત્મરક્ષાનું પગલું છે, જે સમગ્ર હિંદુ સમાજને એક મહત્વનો સંદેશ પણ આપે છે. ભાઈચારો બંને તરફથી સરખા પ્રમાણમાં થતો હોવો જરૂરી છે. એક સમુદાય વારંવાર હિંસા અને વિશ્વાસઘાતનો ભોગ બને ત્યારે તેની પાસે માત્ર બે વિકલ્પો બચતા હોય છે. 1- અપમાન સહન કરવું, હિંસા સામે હારી જવું અને ભયના ઓથારે જીવતા જવું અને 2- આત્મસુરક્ષ માટે કોઈ નક્કર પગલાં લેવા. હમણાં સુધી હિંદુઓ આ પહેલો વિકલ્પ પસંદ કરીને વારંવાર હિંસાને આમંત્રણ આપી રહ્યા હતા, પરંતુ બહિયલના હિંદુઓએ બીજો વિકલ્પ પસંદ કર્યો.
બહિયલના હિંદુઓએ વારંવાર હુમલાઓ સહન કરવાને બદલે પોતાના આત્મસન્માનને પ્રાધાન્ય આપ્યું. આવું જ દેશના તમામ હિંદુઓએ કરવું અનિવાર્ય છે. કારણ કે દીર્ઘદ્રષ્ટિએ વિચારતા આ સમસ્યા હિંદુઓના અસ્તિત્વ પર સવાલો ઊભા કરી શકે છે. બહિયલમાં લગભગ 80 ટકા વસ્તી મુસ્લિમોની છે અને માત્ર 20 ટકા હિંદુઓ છે. અહીં ભાઈચારાની પરંપરાઓ ચાલુ રાખવી જોખમી બની શકે છે.
અને શા માટે માત્ર હિંદુઓ જ ‘ભાઈચારા’ની જવાબદારી પોતાના ખભે રાખીને ચાલી રહ્યા છે? આ કથિત ભાઈચારાથી મળ્યું શું? માત્ર હિંસા, નફરત અને મજહબી ઉન્માદ? ‘આઈ લવ મહાદેવ’ કહેવા માત્રથી ‘હળીમળીને રહેતા પોતાના કેટલાક મુસ્લિમ ભાઈઓ’એ આખેઆખું બહિયલ ગામ સળગાવી દીધું. આ ઘટના સમયે ભાઈચારો કયા ગયો હતો? ખેર, બહિયલના હિંદુઓ સમયસર સમજી ગયા એ સરાહનીય છે, આવી જ સમજણ દેશભરના હિંદુ સમાજે કેળવવી પડશે.
ભારતમાં ભાઈચારાની વાતો માત્ર હિંદુઓ તરફથી એકતરફી રહી છે. સહિષ્ણુ હોવાથી હિંદુઓએ તહેવારોમાં મુસ્લિમોને સામેલ કરવા, તેમની સાથે ખુશીઓ વહેંચવા અને સાંસ્કૃતિક વિનિયમ કરવાનો પ્રયાસ કર્યો છે. પરંતુ દરેક વખતે આ વિશ્વાસનો દુરુપયોગ થયો છે. બહિયલની ઘટના દર્શાવે છે કે એક પક્ષ હિંસા, મજહબી કટ્ટરવાદ અને આક્રમકતાનો રસ્તો અપનાવે છે, ત્યાં ભાઈચારો એક ખોખલી વાત અને કલ્પના બની જાય છે. ઇતિહાસ વારંવાર કહે છે કે એકતરફી ભાઈચારો હંમેશા હિંદુઓના રક્તનો તરસ્યો હોય છે.
આવી કથિત ભાઈચારાની પરંપરા ચાલુ રાખવી એ ભવિષ્યમાં વધુ હિંસાને આમંત્રણ આપવા જેવું છે.
ભૂતકાળની એ ઘટનાઓ, જ્યાં ભાઈચારો હિંદુઓને ભારે પડ્યો
ભાઈચારાનો ભોગ બનવાની બહિયલની આ એકમાત્ર ઘટના નથી. આ પહેલાં પણ આવી ઘટનાઓ બનતી રહી છે અને આવું જ રહ્યું તો આ પછી પણ બનતી જ રહેશે. ભારતમાં એવી અનેક ઘટનાઓ બની છે, જ્યાં હિંદુઓની ભાઈચારાની ખોખલી વાતોનો જવાબ હંમેશા હિંસાથી મળ્યો છે. આ તમામ ઘટનાઓ દર્શાવે છે કે કટ્ટરપંથીઓ સાથેની આવી પરંપરાઓ જોખમી બની શકે છે. આ દિશામાં વિચારવાનો સમય હવે આવી ચૂક્યો છે.
લગભગ દરેક વર્ષે રામનવમીની શોભાયાત્રાઓ પર હુમલા થાય છે. ગુજરાતથી લઈને દેશના અન્ય ભાગોમાં પણ આ હવે સામાન્ય બની ગયું છે. હિંદુઓ પોતાના એક પણ તહેવારને શાંતિપૂર્ણ રીતે ઉજવી શકતા નથી. હમણાં ભાવનગરમાં ફટાકડા ફોડવાને લઈને મુસ્લિમ કટ્ટરપંથીઓએ બે હિંદુ ભાઈઓ પર જીવલેણ હુમલો કર્યો છે. આ તમામ લોકો એક જ વિસ્તારમાં હંમેશાથી સાથે જ રહેતા હતા, તેમ છતાં કટ્ટરપંથીઓએ તેની પરવાહ ન કરીને હિંદુઓનું લોહી રેડવાનું કામ કર્યું છે.
આ વર્ષે અને તે પહેલાં પણ દરેક હિંદુ તહેવારોમાં ઇસ્લામી કટ્ટરપંથીઓ ઉપદ્રવ કરતા રહ્યા છે. મધ્ય પ્રદેશ, પશ્ચિમ બંગાળ, દિલ્હી, ઓડિશા અને તેની જેવા અન્ય તમામ સ્થળોએ હિંદુઓની શોભાયાત્રા આ કથિત ભાઈચારાનો ભોગ બની હતી. હરિયાણાના નૂંહમાં બનેલી ઘટના આજે પણ એ જ વાત યાદ અપાવી રહી છે. નૂંહમાં મુસ્લિમ કટ્ટરવાદીઓના આતંકે 7 હિંદુઓનો ભોગ લીધો હતો. 2002માં અયોધ્યાથી આવી રહેલા હિંદુ કારસેવકોને જીવતા સળગાવનારાઓ અને તેને સમર્થન આપનારાઓ પણ આ કથિત ભાઈચારાની શાળાના નિશાળિયા જ હતા.
કાશ્મીરમાં પંડિતો સાથે બનેલી ભયાનક ઘટનાઓ પણ મુસ્લિમ પાડોશીઓ વગર શક્ય નહોતી. આ તમામ ઘટનાઓ દર્શાવે છે કે હિંદુઓએ હવે બહિયલની ઘટના પરથી શીખ મેળવીને વહેલી તકે ચેતી જવું જરૂરી છે. પરાણે ભાઈચારાના બણગાં ફૂંકી રહેલા હિંદુઓએ પણ ઇતિહાસમાંથી કઈક શીખ મેળવવી પડશે. બહિયલની આ ઘટનાને તેમનો આંતરિક ડખો કહીને હાથ ઊંચા કરી શકાશે નહીં.
આજે તેમની સાથે આ ઘટના બની છે, કાલે કદાચ આપણી સાથે પણ આવી જ ઘટના બની શકે છે. આગોતરી કાળજી અને કથિત ભાઈચારાની કલ્પનામાંથી બહાર આવીને હિંદુઓએ બહિયલની જેમ નક્કર પગલાં લેવા જ પડશે. કારણ કે ભાઈચારામાં હિંદુઓ હંમેશા ચારો જ બનતા રહ્યા છે.


