Friday, February 28, 2025
More

    ગુજરાત વિશ્વ હિન્દુ પરિષદના મુખ્યાલયના પુનઃનિર્માણ કાર્યનું કરાયું ભૂમિપૂજન: ગૃહ રાજ્યમંત્રી રહ્યા હાજર

    અમદાવાદમાં આવેલા વિશ્વ હિન્દુ પરિષદના (Vishwa Hindu Parishad) ગુજરાત મુખ્યાલય, ડૉ. વણિકર સ્મારક ભવનનું (Dr. Vanikar Smarak Bhavan), પુનઃનિર્માણ કરવામાં આવનાર છે. આ માટેનું ભૂમિપૂજન ગીતા જયંતિના દિવસે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે કરવામાં આવ્યું હતું.

    આ અવસરે વિશ્વ હિન્દુ પરિષદના (VHP) આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ આલોક કુમારજી, RSS પશ્ચિમ ક્ષેત્રના વરિષ્ઠ પદાધિકારીઓ, સંતો સહિત ઘણા લોકો ઉપસ્થિત રહ્યા હતા.

    ઉલ્લેખનીય છે કે VHP ગુજરાતનું મુખ્યાલય અમદાવાદના (કર્ણાવતી મહાનગર) પાલડી વિસ્તારમાં આવેલું છે. ₹10 કરોડના પુનઃનિર્માણને પરિણામે બેઝમેન્ટ પાર્કિંગ સાથે 711 વાર પ્લોટમાં 28,000 ચોરસ ફૂટનું સંકુલ બનશે.

    નવા બિલ્ડીંગમાં ઈ-લાઈબ્રેરી, હેડક્વાર્ટર, વિવિધ પાંખો માટે ઓફિસો, ઓડિટોરિયમ, કોન્ફરન્સ રૂમ, ભોજનાલય, સોલાર પેનલ, વરસાદી પાણીના સંગ્રહની વ્યવસ્થા, ભૂગર્ભ ટાંકી વગેરે હશે. નવી ઈમારત 3 વર્ષના સમયગાળામાં તૈયાર થવાની શક્યતા છે.