બહેન, ભત્રીજી, ભાણેજ, માસી, ફોઈ… કોઈને નહીં બનાવી શકાય પત્ની: ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ થતાં જ આ 37 સંબંધો વચ્ચે નહીં થઈ શકે નિકાહ

સમગ્ર રાજ્યમાં તમામ ધર્મ, મજહબો, સમુદાયો માટે લગ્ન, છૂટાછેડા, ઉત્તરાધિકાર વગેરે બાબતોના કાયદામાં સમાનતા લાવવા માટે ગુજરાત સરકાર સમાન નાગરિક સંહિતા (યુનિફોર્મ સિવિલ કોડ) લાગુ કરવા જઈ રહી છે. આ માટે સરકારે નીમેલી સમિતિએ બે દિવસ પહેલાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને અંતિમ ડ્રાફ્ટ સોંપ્યો હતો, જેના આધારે બિલ તૈયાર કરવામાં આવ્યું, જેને કેબિનેટે મંજૂરી આપી છે. આ બિલ હવે વિધાનસભાના ચાલુ સત્રમાં રજૂ થશે.

UCC બિલના ડ્રાફ્ટની નકલ ઑપઇન્ડિયા પાસે ઉપલબ્ધ છે. જેમાં લગ્ન અને છૂટાછેડા, તેની નોંધણી, ઉત્તરાધિકાર વગેરે બાબતોએ વિસ્તૃત નિયમો આપવામાં આવ્યા છે. આ નિયમોથી આ બધી બાબતો માટે તમામ સમુદાયોને એકસરખા નિયમો લાગુ પડશે. નિયમોમાં કયા સંબંધો વચ્ચે લગ્ન, નિકાહ, મેરેજ શક્ય નહીં બને તે પણ જણાવવામાં આવ્યું છે. પુરુષો અને મહિલાઓ માટે બે યાદીઓ આપવામાં આવી છે, જેમાં 37 સંબંધોનો સમાવેશ થાય છે.

ક્રમકોઈ પણ પુરુષ આ મહિલા સાથે લગ્ન કરી શકશે નહીં.કોઈ પણ મહિલા આ પુરુષ સાથે લગ્ન કરી શકશે નહીં.
1માતાપિતા
2પિતાની વિધવા (સાવકી માતા)માતાનો પતિ (સાવકા પિતા)
3માતાની માતાપિતાના પિતા
4માતાના પિતાની વિધવા (સાવકી નાની)પિતાની માતાનો પતિ (સાવકા દાદા)
5માતાની માતાની માતાપિતાના પિતાના પિતા
6માતાની માતાના પિતાની વિધવા (સાવકી પરનાની)પિતાના પિતાની માતાનો પતિ (સાવકા પરદાદા)
7માતાના પિતાની માતાપિતાની માતાના પિતા
8માતાના પિતાના પિતાની વિધવા (સાવકી પરનાની)પિતાની માતાની માતાનો પતિ (સાવકા પરદાદા)
9પિતાની માતામાતાના પિતા
10પિતાના પિતાની વિધવા (સાવકી દાદી)માતાની માતાના પતિ (સાવકા દાદા)
11પિતાની માતાની માતામાતાના પિતાના પિતા
12પિતાની માતાના પિતાની વિધવા (સાવકી પરદાદી)માતાના પિતાના માતાના પતિ (સાવકા પરદાદા)
13પિતાના પિતાની માતામાતાની માતાના પિતા
14પિતાના પિતાના પિતાની વિધવા (સાવકી પરદાદી)માતાની માતાની માતાના પતિ (સાવકા પરદાદા)
15પુત્રીપુત્ર
16પુત્રની વિધવાપુત્રીનો પાટી
17પુત્રીની પુત્રીપુત્રનો પુત્ર
18પુત્રીના પુત્રની વિધવાપુત્રની પુત્રીનો પતિ
19પુત્રની પુત્રીપુત્રીનો પુત્ર
20પુત્રના પુત્રની વિધવાપુત્રીની પુત્રીનો પતિ
21પુત્રીની પુત્રીની પુત્રીપુત્રના પુત્રનો પુત્ર
22પુત્રીની પુત્રીના પુત્રની વિધવાપુત્રના પુત્રની પુત્રીનો પતિ
23પુત્રીના પુત્રની પુત્રીપુત્રની પુત્રીનો પુત્ર
24પુત્રીના પુત્રના પુત્રની વિધવાપુત્રની પુત્રીની પુત્રીનો પતિ
25પુત્રની પુત્રીની પુત્રીપુત્રીના પુત્રનો પુત્ર
26પુત્રની પુત્રીના પુત્રની વિધવાપુત્રીના પુત્રનો પુત્રીનો પતિ
27પુત્રના પુત્રની પુત્રીપુત્રીનો પુત્રીનો પુત્ર
28પુત્રના પુત્રના પુત્રની વિધવાપુત્રીની પુત્રીને પુત્રીનો પતિ
29બહેનભાઈ
30બહેનની પુત્રીભાઈનો પુત્ર
31ભાઈની પુત્રીબહેનનો પુત્ર
32માતાની બહેનમાતાનો ભાઈ
33પિતાની બહેનપિતાનો ભાઈ
34પિતાના ભાઈની પુત્રીપિતાના ભાઈનો પુત્ર
35પિતાની બહેનની પુત્રીપિતાની બહેનનો પુત્ર
36માતાની બહેનની પુત્રીમાતાની બહેનનો પુત્ર
37માતાના ભાઈની પુત્રીમાતાના ભાઈનો પુત્ર

(પહેલી યાદીમાં ‘વિધવા’માં છૂટાછેડા લીધેલી પત્નીનો અને બીજી યાદીમાં ‘પતિ’ શબ્દપ્રયોગમાં છૂટાછેડા લીધેલા પતિનો પણ સમાવેશ થાય છે.)

ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ થાય ત્યારબાદ આ સંબંધો વચ્ચે લગ્ન, નિકાહ શક્ય બનશે નહીં અને કાયદાકીય રીતે પ્રતિબંધિત માનવામાં આવશે. હાલ બિલ ડ્રાફ્ટના સ્વરૂપમાં છે. વિધાનસભા પસાર કરે અને રાજ્યપાલના હસ્તાક્ષર થાય ત્યારબાદ તે કાયદો બનશે.