
અયોધ્યાના રામ મંદિરના દાન-ચડાવામાં થયેલી કથિત ગેરરીતિ મામલે આખરે FIR દાખલ કરવામાં આવી છે. મામલાની તપાસ માટે રચવામાં આવેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) દ્વારા રાજ્ય સરકારને સોંપવામાં આવેલા વચગાળાના રિપોર્ટના આધારે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
Alleged Ayodhya Ram Mandir donations embezzlement case | On the directions of Uttar Pradesh Government, an FIR registered under sections 306, 316(5), 317(4) ,317(5), 61 and 3(5) of BNS. pic.twitter.com/LGPHdqOrno
— ANI (@ANI) June 25, 2026
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, FIRમાં કુલ આઠ માણસોને આરોપી બનાવવામાં આવ્યા છે. રામશંકર યાદવ (ટિન્નુ યાદવ), અનુકલ્પ મિશ્રા, અવિનાશ શુક્લા, મનીષ યાદવ, રામશંકર મિશ્રા, સુભાષ, કરુણેશ અને લવકુશ મિશ્રા.
FIR ભારતીય ન્યાય સંહિતાની કલમ 306 (કર્મચારી દ્વારા ચોરી), 316(5) (અપરાધિક વિશ્વાસઘાત), 317(4) (ચોરીના માલની ખરીદી), 317(5) (ચોરીનો સામાન છુપાવવો), 61 (ગુનાહિત ષડ્યંત્ર) અને 3(5) (સમાન ઇરાદે ગુનો) હેઠળ નોંધવામાં આવી છે. FIR રામજન્મભૂમિ પોલીસ મથકે દાખલ કરવામાં આવી છે.
સમય પહેલાં આ કેસ પ્રકાશમાં આવ્યો હતો. રામ મંદિરના દાન-ચડાવાની રકમમાં ગેરરીતિ થઈ હોવાના આરોપો લાગ્યા બાદ એક તરફ રાજકારણ પણ શરૂ થઈ જતાં ટ્રસ્ટની ભલામણ પર રાજ્ય સરકારે એક SITની રચના કરી હતી. SITએ 7 દિવસની પ્રાથમિક તપાસ બાદ એક રિપોર્ટ રાજ્ય સરકારને સોંપ્યો હતો, જેના આધારે હવે FIR દાખલ કરવામાં આવી છે. આવનાર સમયમાં અનેક લોકોની ધરપકડ થઈ શકે છે.

