Saturday, February 1, 2025
More

    ₹12 લાખ સુધીની આવક પર કોઈ ઇન્કમ ટેક્સ નહીં: બજેટમાં નાણામંત્રીનું એલાન

    નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં રજૂ કરેલા વાર્ષિક બજેટમાં અગત્યનું એલાન કર્યું છે. તેમણે જણાવ્યું કે, ₹12 લાખ સુધીની વાર્ષિક આવક પર કોઈ આવક વેરો ભરવો પડશે નહીં. ટેક્સપેયરો માટે આ બહુ મોટી રાહત છે. 

    નાણામંત્રીએ લોકસભામાં એલાન કરતાં કહ્યું, “મને એ જાહેરાત કરતાં આનંદ થાય છે કે ₹12 લાખ સુધીની આવક પર કોઈ ઇનકમ ટેક્સ ભરવાનો રહેશે નહીં.”

    તેમણે આ જાહેર કરતાંની સાથે જ સત્તાપક્ષ તરફથી ‘મોદી…મોદી’ના નારા શરૂ થઈ ગયા હતા અને આ જાહેરાતને સાંસદોએ વધાવી લીધી હતી.