Sunday, April 20, 2025
More

    અમદાવાદના દાણીલીમડામાં ભાજપના ઝંડા ફાડીને કાર્યકર્તાઓને જાતિવિષયક ગાળો ભાંડીને ફરાર થઈ ગયેલા શહેનશાહ સહિત ત્રણ પકડાયા: SC-ST સેલને સોંપાઈ તપાસ- OpIndia Impact

    રામનવમીની રાત્રે (6 એપ્રિલ) અમદાવાદના (Ahmedabad) દાણીલીમડા (Danilimda) વિસ્તારમાં એક કાર્યક્રમની તૈયારી કરતા ભારતીય જનતા પાર્ટીના (BJP) કાર્યકર્તાઓ સાથે મુસ્લિમ સમુદાયના અમુક ગુંડાઓએ માથાકૂટ કરીને માહોલ બગાડવાનો પ્રયાસ કર્યો હતો. આ મામલે અમદાવાદ પોલીસે (Ahmedabad Police) કાર્યવાહી કરીને આરોપીઓને પકડી લીધા છે અને તપાસ એસસી/એસટી સેલને સોંપવામાં આવી છે. 

    અમદાવાદ પોલીસે સોમવારે (7 એપ્રિલ) આ જાણકારી આપી હતી. હાલ આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. 

    ઘટના 6 એપ્રિલની મધ્ય રાત્રિએ બની હતી. આ દિવસે ભાજપનો સ્થાપના દિવસ પણ હોઈ બીજા દિવસે એક કાર્યકર્તા સંમેલન આયોજિત કરવામાં આવ્યું હતું. જેની તૈયારીના ભાગરૂપે દાણીલીમડા વોર્ડના ભાજપ પ્રમુખ ભૌમિક સોખડિયા અને અન્ય કાર્યકર્તાઓ પાર્ટીના ઝંડા લગાવી રહ્યા હતા. અહીં સ્થાનિક વાજિદ શહેનશાહ નામનો એક શખ્સ આવી પહેંચ્યો અને ઝંડા કાઢીને ફેંકી દીધા હતા. 

    સ્થાનિક કાર્યકર્તાઓએ જણાવ્યું કે ત્યારબાદ તેણે પાર્ટી કાર્યકર્તાઓને ગાળો ભાંડી અને જાતિવિષયક અપશબ્દો કહીને ધક્કામુક્કી કરીને ભાગી ગયો હતો. ત્યારબાદ ભાજપ કાર્યકર્તાઓએ પોલીસ મથકે પહોંચીને આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે હવે ફરિયાદના આધારે કાર્યવાહી શરૂ કરી હોવાનું જાણવા મળ્યું છે. 

    (ઘટનાનો વિસ્તૃત, જમીની અહેવાલ અહીંથી વાંચી શકાશે.)