Sunday, June 22, 2025
More

    ઑપરેશન સિંદૂર દરમિયાન દેશવિરોધી તાકતો સાથે મિલાવ્યા હાથ, સરકારી વેબસાઈટો કરી ટાર્ગેટ: ગુજરાત ATSએ નડિયાદથી ઝડપ્યા જસીમ અંસારી સહિત બે સાયબર આતંકીઓ

    ઑપરેશન સિંદૂર શરૂ થયા બાદથી જ દેશભરમા છુપાવેશે રહેતા જાસૂસો અને જેહાદીઓને પકડવામાં આવી રહ્યા છે. તેવામાં ગુજરાત ATSને (Gujarat ATS) ખૂબ મોટી સફળતા હાથ લાગી છે. જાણવા મળી રહ્યું છે કે, ગુજરાત ATSએ બે સાયબર આતંકીઓને (Cyber Terrorists) ઝડપી પાડ્યા છે. એકની ઓળખ જસીમ અંસારી તરીકે થઈ છે, જ્યારે તેના સહયોગીની ઓળખ હજુ સુધી સામે આવી શકી નથી.

    માહિતી અનુસાર, આ બંને આતંકીઓ જેહાદી માનસિકતા ધરાવતા હતા અને નડિયાદમાં રહેતા હતા. પહલગામ આતંકી હુમલા બાદ ભારતીય સેનાએ શરૂ કરેલા ઑપરેશન સિંદૂર દરમિયાન આ બંને જેહાદીઓ દેશવિરોધી તાકતો સાથે હાથ મિલાવી લીધા હતા અને સાયબર આતંકવાદ શરૂ કર્યો હતો. આ સાથે તેમણે સરકારી વેબસાઈટોને પણ નિશાન બનાવી હતી.

    જાણવા મળી રહ્યું છે કે, બંને આતંકીઓ મેટ્રિક પાસ છે, પરંતુ જેહાદી માનસિકતા ધરાવતા ભારતવિરોધી સંગઠનો સાથે જોડાયેલા છે. વધુમાં એ પણ જાણવા મળ્યું છે કે, બંને આતંકીઓએ યુટ્યુબ અને અન્ય પ્લેટફોર્મની મદદથી હેકિંગ શીખ્યું હતું અને ભારતમાં જ સાયબર ગુનાઓમાં જોતરાયા હતા.