ડેડીયાપાડામાં 150થી વધુ આદિવાસીઓની હિંદુ ધર્મમાં ‘ઘર વાપસી’, ખ્રિસ્તી પંથ છોડી ફરી અંગીકાર કર્યો સનાતન

નર્મદા જિલ્લામાં હિંદુ સંગઠનો અને સાધુ-સંતો દ્વારા એક વિશેષ ‘ઘર વાપસી’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અંદાજે 150થી વધુ આદિવાસી લોકોએ ફરી સનાતન ધર્મમાં વાપસી કરી છે. આ તમામ લોકોએ પહેલાં ખ્રિસ્તી પંથ અપનાવી લીધો હતો અને હવે સ્વેચ્છાએ હિંદુ ધર્મમાં વાપસી કરી છે. આ તમામ લોકોએ વિધિવત રીતે હિંદુ ધર્મ અંગીકાર કર્યો છે. 

હિંદુ સંગઠનોએ આરોપ લગાવ્યો છે કે ગરીબ આદિવાસી પરિવારોને વિવિધ પ્રલોભનો આપી, ફોસલાવીને ખ્રિસ્તી પંથમાં જોડવામાં આવી રહ્યા છે. રાષ્ટ્રીય ધર્મ જાગરણ મંચના મંત્રી સોનજીભાઈ વસાવાએ જણાવ્યું હતું કે પાદરીઓ દ્વારા આદિવાસીઓનું ધર્માંતરણ કરાવવામાં આવે છે. ઘણા આદિવાસીઓ પોતે છેતરાયા હોવાની લાગણી પણ વ્યક્ત કરી હતી. 

રાષ્ટ્રીય આદિવાસી જાગરણ મંચ અને સાધુ-સંતોએ નિર્ધાર કર્યો છે કે આદિવાસી સમાજની મૌલિક સંસ્કૃતિ અને ઓળખ જાળવી રાખવા માટે આવા ‘ઘર વાપસી’ કાર્યક્રમો ભવિષ્યમાં પણ ચાલુ રાખવામાં આવશે. આ દરમિયાન ભાજપ નેતા મનસુખ વસાવાએ પણ કહ્યું હતું કે તેઓ ગ્રાઉન્ડ પર રહીને હિન્દુત્વ માટે કામ કરી રહ્યા છે.