Wednesday, April 1, 2026
More
    હોમપેજરાજકારણસરફરાઝ-શમીને ટીમ ઇન્ડિયામાંથી બહાર રાખવા પર મજહબના નામે ઝેર ફેલાવી રહ્યા છે...

    સરફરાઝ-શમીને ટીમ ઇન્ડિયામાંથી બહાર રાખવા પર મજહબના નામે ઝેર ફેલાવી રહ્યા છે કોંગ્રેસ નેતા- ઔવેસી: કેમ રાજકારણને ક્રિકેટથી દૂર રાખવું જરૂરી છે?

    ક્રિકેટનું મેદાન ધર્મ કે મજહબ નથી જોતું, ત્યાં બેટ અને બોલ ચાલે છે. સરફરાઝ જો રન બનાવતો રહેશે તો કોઈ તેને રોકી નહીં શકે. શમીએ પણ ફિટનેસ અને કન્ટીનયુટી બતાવવી પડશે. પરંતુ શમા અને ઓવૈસી જેવા લોકો ક્રિકેટને રાજકારણનો રંગ આપીને ખેલાડીઓનું નુકસાન કરે છે.

    - Advertisement -

    હાલમાં રણજી ટ્રોફી ચાલી રહી છે અને રાજકારણે પણ ફરી હોબાળો મચાવ્યો છે. સાઉથ આફ્રિકા-એ સામે બે ચાર દિવસીય મેચ માટે ઇન્ડિયા-એ ટીમની જાહેરાત થઈ છે, જેમાં ઋષભ પંતને કેપ્ટન બનાવાયો છે. પરંતુ મુંબઈના બેટ્સમેન સરફરાઝ ખાનનું નામ ફરી ગાયબ હતું. આ કારણે અસદુદ્દીન ઓવૈસી અને કોંગ્રેસનાં શમા મોહમ્મદ જેવા નેતાઓ ગુસ્સે થઈ ગયા છે.

    ઓવૈસીએ પૂછ્યું કે સરફરાઝને કેમ ન પસંદ કરાયો? જ્યારે શમાએ ગૌતમ ગંભીર પર નિશાન સાધતા કહ્યું છે કે શું સરફરાઝની સરનેમ જ તેની પસંદગી ન થવાનું કારણ છે? આ લોકો ક્રિકેટને હિંદુ-મુસ્લિમનો રંગ આપી રહ્યા છે, પરંતુ વાસ્તવિકતા તેનાથી કંઇક અલગ છે.

    સરફરાઝને કેમ ન પસંદ કરાયો?

    ઇન્ડિયા-એ ટીમમાં ઋષભ પંત કેપ્ટન છે, જેનું તાજેતરમાં એક્સિડન્ટ થયું હતું અને તે સાજો થઈને પરત ફર્યો છે. સાઈ સુદર્શન, કેએલ રાહુલ, મોહમ્મદ સિરાજ જેવા ખેલાડીઓ પણ છે. પરંતુ સરફરાઝનું નામ નથી, જેના પર શમા અને ઓવૈસીએ હોબાળો મચાવ્યો છે. શમાએ ગૌતમ પર ધાર્મિક ભેદભાવનો આરોપ લગાવ્યો છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે રણજી ટ્રોફી રમતા ઘણા ખેલાડીઓને ઇન્ડિયા-એમાંથી બહાર રખાયા છે, જેથી તેઓ ઘરેલુ ક્રિકેટ પર ધ્યાન આપી શકે.

    - Advertisement -

    રજત પાટીદાર, ઋતુરાજ ગાયકવાડ જેવા ખેલાડીઓ પણ ફક્ત એક મેચ માટે પસંદ થયા છે. સરફરાઝનું બહાર રહેવું એ કોઈ ષડ્યંત્ર નથી, પરંતુ રણજી અને ટેસ્ટ સિરીઝની તૈયારીને સંતુલિત કરવાનો નિર્ણય છે.

    સરફરાઝનું પ્રદર્શન પણ નડ્યું

    ઘરેલુ ક્રિકેટમાં સરફરાઝનો રેકોર્ડ શાનદાર છે. ફર્સ્ટ-ક્લાસ 56 મેચમાં તેની એવરેજ 65.19 છે. ગયા વર્ષે ઇંગ્લેન્ડ સામે ટેસ્ટ ડેબ્યૂ બાદ તેણે બીજી સિરીઝમાં 150 રનની ઇનિંગ રમી હતી. આ વર્ષે 17 કિલો વજન ઘટાડીને ફિટનેસ બતાવી છે. રણજીમાં જમ્મુ-કાશ્મીર સામે 42 અને 32 રન બનાવ્યા, જેનાથી મુંબઈ હારથી બચ્યું હતું. પરંતુ ન્યૂઝીલેન્ડ સામે છેલ્લી બે ટેસ્ટની ચાર ઇનિંગમાં માત્ર 21 રન (0, 1, 11, 9) બન્યા. ઈજાઓના કારણે સિલેક્શન કમિટીએ તેને રણજી પર ધ્યાન આપવાનું કહ્યું. આ ભેદભાવ નથી, પરંતુ ફોર્મ અને ફિટનેસનો સવાલ છે.

    મોહમ્મદ શમીનું ઉદાહરણ

    શમા અને ઓવૈસી મોહમ્મદ શમીને રાજકારણમાં ખેંચી લાવ્યા છે અને કહી રહ્યા છે કે મુસ્લિમ ખેલાડીઓને ટાર્ગેટ કરાય છે. પરંતુ શમીનું પ્રદર્શન જુઓ. રણજીમાં બંગાળ વિરુદ્ધ ઉત્તરાખંડ સામે 7 વિકેટ લીધી, પરંતુ 6 નીચલા ક્રમના બેટ્સમેનની. દિલીપ ટ્રોફી ક્વાર્ટર ફાઇનલમાં નોર્થ ઝોન માટે રમ્યો પણ 100 રન આપીને એક વિકેટ, બીજી ઇનિંગમાં ઝીરો. IPL 2025ની છેલ્લી ત્રણ મેચમાં માત્ર 1 વિકેટ. શમીની ઉંમર 35ની નજીક છે, ઈજાનો ઇતિહાસ લાંબો છે. ઓસ્ટ્રેલિયા જેવા મુશ્કેલ ટૂર માટે ફિટ અને ફોર્મમાં ખેલાડીઓ જોઈએ, તેથી શમીનું બહાર રહેવું એ પ્રદર્શનનું કારણ છે, નહીં કે મજહબનું.

    શમા મોહમ્મદનું નિવેદન

    કોંગ્રેસના પ્રવક્તા શમા મોહમ્મદે X પર લખ્યું કે, “શું સરફરાઝને તેની સરનેમના કારણે ન પસંદ કરાયો? બસ પૂછું છું.” આ ગૌતમ ગંભીર પર સીધો હુમલો હતો. પરંતુ ગંભીર સિલેક્શન કમિટીના હેડ નથી, અજિત અગરકર છે. શમાનું આ નિવેદન નફરત ફેલાવવાના પ્રયાસો હતા. તેમણે અગાઉ રોહિત શર્માને ‘મોટો’ અને ‘નબળો કેપ્ટન’ કહીને વિવાદ ઉભો કર્યો હતો. જો સરનેમની વાત હોત તો મોહમ્મદ સિરાજ, ખલીલ અહમદ કેવી રીતે ટીમમાં હોત?

    ઓવૈસીની જૂની પેર્ટન

    ઔવેસી હંમેશા મુસ્લિમ મુદ્દાઓ ઉઠાવીને રાજકારણ કરે છે. સરફરાઝની પસંદગી પર સવાલ ઉઠાવીને તેમણે ફરી એ જ કર્યું. પરંતુ જ્યારે હનુમા વિહારી કે રજત પાટીદાર જેવા ખેલાડીઓ બહાર થાય છે, ત્યારે ઓવૈસી ચૂપ રહે છે. આ સિલેક્ટિવ ગુસ્સો કેમ? સરફરાઝનું ફોર્મ મિશ્ર છે અને રણજીમાં કન્ટીનયુટી જરૂરી છે. ઓવૈસીને ક્રિકેટની બારીકીઓ નથી સમજવી, માત્ર બફાટ કરવો છે.

    ક્રિકેટમાં મેરિટ ચાલે, મજહબ નહીં

    ઇન્ડિયા-એનું સિલેક્શન રણજી અને ટેસ્ટ સિરીઝની તૈયારીને સંતુલિત કરવા માટે છે. સરફરાઝને રણજીમાં રન બનાવવાનો મોકો આપવામાં આવ્યો, જેથી ફોર્મ અને ફિટનેસ જળવાઈ રહે. BCCIએ સ્પષ્ટ કર્યું કે તેના માટે દરવાજા બંધ નથી થયા. આ સિલેક્શન મેરિટ અને રણનીતિ પર આધારિત છે, નહીં કે મજહબ પર.

    શમા અને ઓવૈસીનો ડ્રામા

    શમા અને ઓવૈસીનો આ ડ્રામા ક્રિકેટને નુકસાન પહોંચાડે છે. સરફરાઝે ક્યારેય ફરિયાદ નથી કરી, તે રણજીમાં રન બનાવે છે. શમી પણ ફોકસ્ડ છે. પરંતુ આ નેતાઓ બિનજરૂરી આરોપ લગાવે છે. ભાજપના શહઝાદ પૂનાવાલાએ પોસ્ટ કરીને કહ્યું છે કે, “આ લોકો ક્રિકેટને પણ વહેંચવા માંગે છે.”

    ક્રિકેટનું મેદાન ધર્મ કે મજહબ નથી જોતું, ત્યાં બેટ અને બોલ ચાલે છે. સરફરાઝ જો રન બનાવતો રહેશે તો કોઈ તેને રોકી નહીં શકે. શમીએ પણ ફિટનેસ અને કન્ટીનયુટી બતાવવી પડશે. પરંતુ શમા અને ઓવૈસી જેવા લોકો ક્રિકેટને રાજકારણનો રંગ આપીને ખેલાડીઓનું નુકસાન કરે છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં