Sunday, November 3, 2024
More
    હોમપેજદેશમનુ ભાકરે ફરી કર્યું ભારતનું નામ રોશન, સરબજોત સિંઘ સાથે શૂટિંગ મિક્સ...

    મનુ ભાકરે ફરી કર્યું ભારતનું નામ રોશન, સરબજોત સિંઘ સાથે શૂટિંગ મિક્સ ડબલ્સમાં દક્ષિણ કોરિયાને હરાવ્યું: ખેલાડી પહેલાં જ ભગવદ્ ગીતાને આપી ચૂક્યા છે જીતનો શ્રેય

    જીત બાદ મનુ ભાકરે તેમની જીતનો શ્રેય શ્રીમદ્ ભગવદ્ ગીતાને આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે "હું ભગવદ્ ગીતા ખૂબ વાંચું છું તેનાથી મને ખૂબ મદદ મળે છે, ગીતામાં શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે કે કર્મ કરો ફળની ચિંતા ના રાખો. તો એ જ વાત મારા મનમાં પણ ચાલી રહી હતી."

    - Advertisement -

    પેરિસ ઓલિમ્પિક 2024માં (Paris Olympic 2024) ભારતે બીજો મેડલ જીત્યો છે. મનુ ભાકર અને સરબજોત સિંઘે કોરિયાને હરાવીને 10 મીટર એર પિસ્તોલ મિક્સ્ડ ટીમ ઈવેન્ટમાં (Air Pistol Mixed Team Event) બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. મનુએ આ પહેલાં રવિવારે (28 જુલાઈ) આ જ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ (Bronze Medal) જીત્યો હતો. ભારતે કોરિયાને 16-10થી હરાવીને આ મેડલ જીત્યો હતો. મનુ અને સરબજોતે ક્વોલિફાઈંગ રાઉન્ડમાં 580 પોઈન્ટ બનાવ્યા અને દક્ષિણ કોરિયા (South Korea) સામે જીત મેળવી છે.

    આ સાથે જ પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતના નામે 2 મેડલ થઈ ચૂક્યા છે અને ખેલાડીઓએ આ બંને મેડલ શૂટિંગમાં જીત્યા છે. લંડન ઓલિમ્પિક બાદ ભારતે પ્રથમ વખત શૂટિંગમાં બે ઓલિમ્પિક મેડલ જીત્યા છે. આ સાથે જ 22 વર્ષની મનુ બે ઓલિમ્પિક મેડલ જીતનારા પ્રથમ ભારતીય શૂટર બન્યા છે. આ સિવાય મનુ એક ઓલિમ્પિકમાં બે મેડલ જીતનારા પ્રથમ ભારતીય ખેલાડી પણ બની ચૂક્યા છે.

    ઉલ્લેખનીય છે કે, જ્યારે પણ મનુની મોટી મેચ હોય ત્યારે તેમના માતા-પિતા ટીવી પર મેચ જોતા નથી. રવિવાર (28 જુલાઈ)ના રોજ પણ મનુના પિતા રામ કિશન અને માતા સુમેધા ભાકરે ફાઇનલ મેચ જોઈ નહોતી, પરંતુ તેમના સોસાયટીના વોટ્સએપ ગ્રુપ પરથી તેમને મનુએ બ્રોન્ઝ મેડલ જીત્યો છે એવી માહિતી મળી હતી. ત્યારબાદ તેમની સોસાયટીમાં આનંદની લાગણી છવાઈ ગઈ હતી. મનુ ભાકર અને સરબજોત સિંઘની જીત પર પ્રધાનમંત્રી મોદીએ પણ સોશિયલ મીડિયાના માધ્યમથી તેમને શુભકામનાઓ પાઠવી હતી.

    - Advertisement -

    મેડલ જીતવાના હર્ષમાં મનુ ભાકરના માતા સુમેધાજીએ કહ્યું હતું કે “મનુ અંગત જીવનમાં પણ ચેમ્પિયન છે, તેણે ક્યારેય હાર માની નથી. તેણે તેની કારકિર્દીમાં 10થી વધુ રમતોમાં સારું પ્રદર્શન કર્યું છે. તે અભ્યાસમાં પણ ખૂબ જ સારી છે. મનુએ સમગ્ર પરિવારને દેશમાં એક વિશિષ્ટ ઓળખ અપાવવાનું કામ કર્યું છે.” તેમના પિતાએ પણ હર્ષ વ્યક્ત કરતાં કહ્યું હતું કે “દીકરીએ મને હંમેશા ગૌરવ અપાવ્યું છે. દેશના કરોડો લોકોની પ્રાર્થનાનું પરિણામ છે કે મનુએ મેડલ જીત્યો છે. ભગવાને તેને નિમિત્ત બનાવી છે” તેમણે બધા તરફથી મળી રહેલી શુભકામનાઓ માટે હૃદયપૂર્વક આભાર પણ વ્યક્ત કર્યો હતો. મનુના માતા-પિતાએ તેમના મેડલ જીતવાની ઉજવણી પણ કરી હતી.

    જીત બાદ મનુ ભાકરે તેમની જીતનો શ્રેય શ્રીમદ્ ભગવદ્ ગીતાને આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે “હું ભગવદ્ ગીતા ખૂબ વાંચું છું તેનાથી મને ખૂબ મદદ મળે છે, મારા મગજમાં પણ ગીતામાં શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે કે કર્મ કરો ફળની ચિંતા ના રાખો. તો એ જ વાત મારા મનમાં પણ ચાલી રહી હતી.” ઉલ્લેખનીય છે કે, મંગળવારે (30 જુલાઈ) મનુ ભાકર અને સરબજોત સિંઘે બીજો એક બ્રોન્ઝ મેડલ ભારતના નામે કર્યો છે જેનાથી સમગ્ર ભારતમાં હર્ષની લાગણી છવાઈ ગઈ છે. આ અગાઉ 28 જુલાઈએ મનુ ભાકર ભારત માટે પ્રથમ મેડલ જીત્યા હતા.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં