Thursday, December 5, 2024
More
    હોમપેજવગેરે...મનોરંજનસૈફ અલી ખાનની બહેને હિંદુ પતિ સાથે ઈદની શુભેચ્છાઓ પાઠવતા કટ્ટરપંથીઓ તૂટી...

    સૈફ અલી ખાનની બહેને હિંદુ પતિ સાથે ઈદની શુભેચ્છાઓ પાઠવતા કટ્ટરપંથીઓ તૂટી પડ્યા, ગાળો અને અપશબ્દોથી ભરાયું કોમેન્ટ સેક્શન

    એક્ટર અને શર્મિલા ટાગોરની પુત્રી તેમજ કૃણાલ ખેમુની પત્ની સોહા અલી ખાને ઈદ મનાવતા પોતાના ફોટા સોશિયલ મિડિયામાં શેર કરતાં ઇસ્લામીઓએ તેની ટીકા કરવા ઉપરાંત તેને અપશબ્દો પણ કહ્યા હતાં.

    - Advertisement -

    મુસ્લિમો આજે ઇદનો તહેવાર ઉજવી રહ્યા છે. જેના કારણે અનેક હસ્તીઓ અને રાજનેતાઓએ પણ મુસ્લિમ સમુદાયને તહેવારની શુભેચ્છાઓ આપી હતી. દરમ્યાન, સૈફ અલી ખાનની બહેન સોહા અલી ખાન અને તેમના પતિ કુણાલ ખેમુએ આજે ઇન્સ્ટાગ્રામ પર ઈદ ઉલ ફિતરની શુભેચ્છાઓ પાઠવી હતી. જે બાદ તેમને સતત કટ્ટરપંથી મુસ્લિમો દ્વારા ગાળો દેવામાં આવી રહી છે.

    સોહાએ પતિ કૃણાલ ખેમુ અને પુત્રી સાથે એક તસવીર શેર કરીને લખ્યું હતું, “આપને અને આપના પરિવારને શાંતિ અને સમૃદ્ધિની શુભેચ્છાઓ અને એક ખુશનુમા ઈદ-ઉલ-ફિતરની મુબારકબાદ.” જોકે, તેણે તસ્વીરમાં બુરખો કે હિજાબ ન પહેરતા કટ્ટરપંથી મુસ્લિમો તૂટી પડ્યા હતા અને ઈદ જેવા દિવસે પણ સોહા અને તેમના પરિવારને ગાળો અને અપશબ્દો કહ્યા હતા.

    મેહજોન 7000 નામના એક યુઝરે લખ્યું, “શું તેનો પતિ મુસ્લિમ છે?” કોઈ રહમાન ખાન નામના યુઝરે સોહા અલી ખાન વિશે અપશબ્દો વાપરતા લખ્યું, ‘રમઝાન ઈબાદતનો મહિનો હતો. ત્યારે ગાયબ થઇ ગઈ હતી મા*ર&દ, રોજો એક પણ નહીં અને ઈદ મનાવવા માટે આવી ગઈ હરામ&દી.”

    - Advertisement -

    રહમાન નાસિક 12345 નામના યુઝરે લખ્યું, “ઇસ્લામ છોડી ચૂક્યા હોય તેવા લોકો પણ મુસ્લિમ હોવાનું બહાનું શા માટે બનાવી રહ્યા છે તે મને સમજાતું નથી. બિનમુસ્લિમ સાથે લગ્ન કરીને તે પહેલેથી જ મુસ્લિમ હોવાનો હક ગુમાવી ચૂકી છે અને અમને તેનાથી કોઈ સમસ્યા નથી. પરંતુ તોપણ ઇસ્લામ છોડી ચૂકેલા મુનાફિક લોકો આવાં નાટકો કેમ કરે છે?”

    કોઈ આબિદા ચંગેજી નામના યુઝરે લખ્યું, “ઈદ મુસ્લિમો દ્વારા મનાવવામાં આવે છે તો તું કેવી રીતે? મને ખબર છે ત્યાં સુધી હિંદુ લોકો દિવાળી ઉજવે છે.”

    ઉલ્લેખનીય છે કે સોહા અલી ખાન સૈફ અલી ખાનની સૌથી નાની બહેન છે. તેમનાં લગ્ન વર્ષ 2015માં બોલિવુડ અભિનેતા કુણાલ ખેમુ સાથે થયાં હતાં. જોકે, સોહાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એવી અનેક કોમેન્ટ કરવામાં આવી છે જેમાં તેને કટ્ટરપંથી મુસ્લિમો દ્વારા ગાળો આપવામાં આવી હોય.

    જોકે, સોહા અલી ખાન અને કુણાલ ખેમુને આ રીતે ગાળો અપાઈ હોય તેવો આ પ્રથમ કિસ્સો નથી. માર્ચ મહિનામાં પણ સોહા અલી ખાનના પતિએ ઇન્સ્ટાગ્રામ પર આ જ પ્રકારની ઘટના અંગે પોસ્ટ કરી હતી. કુણાલે મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં તેમની સાથે બનેલી ઘટના અંગે ઈન્સ્ટાગ્રામ સ્ટોરીના માધ્યમથી જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, તેઓ પરિવાર સાથે જઈ રહ્યા હતા ત્યારે એક કારના ડ્રાઈવરે તેમની સાથે ગેરવર્તન કર્યું હતું.

    નોંધનીય છે કે કુણાલ ખેમુ બોલિવુડ અભિનેતા છે અને 2005 માં ‘કલિયુગ’થી લીડ રોલમાં ડેબ્યૂ કરવા પહેલાં તેમણે બાળ અભિનેતા તરીકે લગભગ દસથી વધુ ફિલ્મો કરી હતી. જે બાદ તેમણે ઢોલ (2007), ગોલમાલ 3 (2010) અને મલંગ (2020) જેવી ફિલ્મોમાં પણ અભિનય કર્યો હતો. જ્યારે સોહા અલી ખાન ‘શાદી નંબર 1 (2005)’. ‘રંગ દે બસંતી (2006)’ અને ‘વાર છોડ ન યાર (2013) માં દેખાઈ ચૂકી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં