યુટ્યુબ (YouTube) પત્રકાર રવીશ કુમાર (Ravish Kumar) અવનવા ગતકડાં કરીને સતત ચર્ચામાં આવતા રહે છે. જોકે આમ કરવા પાછળનું કારણ એ છે કે આવા ગતકડાં કરીને જ તેમનું ‘યુટ્યુબ-અર્નિંગ’ થાય છે. જેટલા મોટાં ગતકડા, એટલા વધારે વ્યુ અને જેટલા વધારે વ્યુ એટલા વધારે દોકડા. આમ કરવા માટે જુઠ્ઠાણું ચલાવવું તેમના માટે સાવ સામાન્ય વાત છે. ત્યારે ફરી એકવાર યુટ્યુબ પત્રકાર રવીશ કુમાર જુઠ્ઠાણું ફેલાવતા પકડાયા છે અને આ વખતે એમની ઇન્ટરનેશનલ ફજેતી થઈ રહી છે.
Has Ravish Kumar completely lost it?
— Abhishek (@AbhishBanerj) January 10, 2025
Elon Musk tweeted a joke AI image of Kamala Harris in a red coat with Communist emblem on her cap
Everyone knew it was a joke
Seems Ravish took it seriously and is accusing Musk of lying that Kamala actually wears Communist uniform
LOL pic.twitter.com/203WlTax2b
વાસ્તવમાં યુટ્યુબ પત્રકાર રવીશ કુમાર ગુરુવારે (9 જાન્યુઆરી 2025) અમેરિકાના રાજકારણમાં પોતાનું ‘કુશળ પત્રકારત્વ’ દેખાડતા જોવા મળ્યા. હકીકતમાં ડેમોક્રેટિક પાર્ટીના નેતા અને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર રહી ચુકેલા એવા કમલા હેરીસને (Kamla Harris) લઈને અમેરિકન ઉદ્યોગપતિ ઈલોન મસ્કે (Elon Musk) મજાકમાં AI જનરેટેડ એક રમૂજી મિમ શેર કર્યું. બસ આ જ મિમને લઈને રવીશ કુમારે ધૂંવાધાર પત્રકારિતા કરી નાખી અને પોતાના કૌશલનો ઉત્તમ નમૂનો આપ્યો. ત્યારે સામાન્ય મજાકને ન સમજી શકવા બદલ હવે સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ રહ્યા છે.
ઈલોન મસ્કે કરી હતી મજાક, ન સમજી શક્યા ક્રાંતિકારી પત્રકાર
ઈલોન મસ્કે મજાકમાં શેર કરેલી કમલા હેરીસની AI તસ્વીર રવીશ કુમારે સાચી સમજી લીધી હતી. તેમણે ફોટાને ખૂબ જ ગંભીરતાથી લઈને દાવો કર્યો કે, “ઈલોન મસ્કે આ ફોટો ટ્વીટ કર્યો છે, જેમાં કમલા હેરીસ લાલ રંગના કોટમાં ઉભા છે. તેમણે ટોપી પહેરી છે જેમાં હાંસિયો અને દાતરડું બનેલા છે. મસ્કે લખ્યું છે કે કમલા હેરીસ એક દિવસ કમ્યુનિસ્ટ તાનાશાહ બનવા માંગે છે. તેઓ આ પ્રકારના કપડા ફેરે છે. સ્પષ્ટ છે કે આ ફોટો AI દ્વારા બનાવવામાં આવ્યો છે તેમ છતાં ઈલોન મસ્કે જુઠ્ઠાણું ચલાવ્યું છે અને કહ્યું છે કે આ કમલાની અસલ તસ્વીર છે.”
મજાની વાત તો તે છે કે ઈલોન મસ્ક કે જેઓ Xના માલિક છે, તેઓ પોતે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર AIની સુવિધા પૂરી પાડે છે અને એ પણ મફત. અને તેમ છતાં ‘વિદ્વાન’ પત્રકાર રવીશ કુમારે તેમના પર AI ફોટો ન ઓળખી શકવાનો આરોપ લગાવી રહ્યા છે. ઈલોન મસ્કે આ ટ્વીટ સપ્ટેમ્બર 2024માં પોસ્ટ કરી હતી. આ સમયગાળો અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણીઓના એક મહિના પહેલાનો છે.
Kamala vows to be a communist dictator on day one. Can you believe she wears that outfit!? https://t.co/Anu9tKQHXN pic.twitter.com/ISKFXYnSon
— Elon Musk (@elonmusk) September 2, 2024
અહીં તે સ્પષ્ટ છે કે ઈલોન મસ્ક આ ફોટો શેર કરીને કમલા હેરીસ પર વ્યંગ કરી રહ્યા હતા. આ ફોટો મુકીને તેઓ કમલાની મજાક ઉડાવી રહ્યા હતા. તેમણે આ પોસ્ટમાં કમલાને ટાર્ગેટ કર્યા હતા, કારણકે કમલાએ ડોનાલ્ડ ટ્રમ્પને લઈને દાવો કર્યો હતો કે તે તાનાશાહ બનવા માંગે છે. આ પછી મસ્કે કમલા પર વળતો ઘાત કરતા આ વ્યંગ કર્યો હતો. જોકે પ્રચંડ યુટ્યુબ પત્રકાર રવીશ કુમાર આ વ્યંગ ન સમજી શક્ય અને ફરી એક વાર જુઠ્ઠાણું ફેલાવતા પકડાયા.