Saturday, July 20, 2024
More
  હોમપેજન્યૂઝ રિપોર્ટભાસ્કરે હિન્દુ પુજાની વસ્તુ મોંઘી ના થઈ તેના પર ટોણો માર્યો, નેટીઝન્સે...

  ભાસ્કરે હિન્દુ પુજાની વસ્તુ મોંઘી ના થઈ તેના પર ટોણો માર્યો, નેટીઝન્સે પૂછ્યું- બીજા ધર્મોની આવકની વિગતો ક્યારે માંગશો?

  ગુજરાતી અખબાર દિવ્ય ભાસ્કરે કોરોના બાદ પણ હિંદુઓની પૂજા સામગ્રીના ભાવ સ્થિર રહ્યા તે અંગે કટાક્ષપૂર્ણ હેડ લાઈન પ્રકાશિત કરતાં નેટીઝન્સમાં ચર્ચા છેડાઈ હતી

  - Advertisement -

  કોરોનાકાળમાં અન્ય વ્યવસાય એકમો અને સંસ્થાઓ બંધ રહ્યા તેની સાથે મંદિરો અને ધાર્મિક સ્થળો પણ બંધ રાખવામાં આવ્યા હતા, જેના કારણે ભક્તો મંદિરની મુલાકાતો લઇ શક્યા ન હતા કે દર્શન કરી શકતા ન હતા. પરંતુ હવે પરિસ્થિતિ ફરી થાળે પડતાં મંદિરો ફરીથી ઉભરાવા લાગ્યા છે અને લોકો ફરીથી દર્શને જતા થઇ ગયા છે. કોરોનાકાળમાં અનેક ચીજવસ્તુઓના ભાવમાં વધારો જોવા મળ્યો છે પરંતુ ધાર્મિક અને પૂજાવિધિ સાથે સંકળાયેલી ચીજવસ્તુઓની કિંમતો સ્થિર રહી છે. જે અંગે રાજ્યના અગ્રણી કહેવાતા અખબાર દિવ્ય ભાસ્કર દ્વારા શુક્રવારની આવૃત્તિમાં (23 એપ્રિલ 2022) વિસ્તૃત અહેવાલ આપવામાં આવ્યો છે. જોકે, આ અહેવાલનું શીર્ષક એવું લખવામાં આવ્યું છે કે વાચકો અને નેટીઝન્સમાં તે ચર્ચાનો મુદ્દો બની ગયું છે.

  અગાઉ પણ સમાચાર અહેવાલોની હેડલાઈનમાં રમત રમવા ટેવાયેલા અખબાર દિવ્ય ભાસ્કરમાં ‘મોંઘવારીથી ભક્તો બેફિકર!’ શીર્ષક હેઠળ છાપવામાં આવેલા અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે કઈ રીતે કોરોનામાં તમામ પ્રકારની વસ્તુઓ મોંઘી થઇ હોવાં છતાં પૂજાસામગ્રીની કિંમતોમાં કોઈ ફેરફાર નથી થયો.

  સામાન્ય રીતે અખબારો કે સમાચાર માધ્યમોમાં લખવામાં આવતા સમાચારોનાં શીર્ષકો જે-તે સમાચારને બંધબેસતા અને અનુરૂપ જ હોય છે. જોકે, અહીં કોઈ પણ ભક્તનું નિવેદન લેવામાં આવ્યું ન હોવા છતાં આ પ્રકારનું સોશિયલ મીડિયાની ભાષામાં લખાયેલું શીર્ષક ચર્ચાનો વિષય બન્યું છે.

  - Advertisement -

  સોશિયલ મીડિયા ઉપર એક પાર્ટીના સમર્થકોને વિરોધીઓ દ્વારા ‘ભક્તો’ વિશેષણથી ઓળખાવવામાં આવે છે. ત્યારે છાપાંમાં પણ સોશિયલ મીડિયાની જ ભાષા વાપરીને એક રાજકીય શબ્દને ધાર્મિક લાગણી સાથે જોડવાના પ્રયાસો થયા હોવાનું પણ જણાઈ રહ્યું છે. અહીં એ પણ નોંધનીય છે કે સોશિયલ મીડિયા ઉપર ઘણી વખત ટ્રોલર્સ કે અન્ય પાર્ટીના સમર્થકો દ્વારા ભાવવધારાના સમર્થન બદલ શાસક પક્ષના સમર્થકોને નિશાન બનાવવામાં આવતા રહ્યા છે.

  આ ઉપરાંત, અહેવાલમાં કોરોના પહેલાં અને હાલની ધાર્મિક પૂજાવિધિ માટે વપરાતી ચીજવસ્તુઓની વિગતો પણ આપવામાં આવી છે. જોકે, જો ધાર્મિક ચીજવસ્તુઓ માટેની કિંમતો સ્થિર રહી હોય અને હિંદુઓને પૂજાવિધિ માટે તે જ ભાવે વસ્તુઓ મળતી હોય તો તે સકારાત્મક બાબત છે અને જે બાબતે કોઈ વાંધો શા માટે હોવો જોઈએ? હકારાત્મક બાબત માટે પણ આ પ્રકારનું નકારાત્મક શીર્ષક આપવામાં આવતા તે અંગે પણ પ્રશ્નો સર્જાયા છે.

  વધુમાં, દિવ્ય ભાસ્કર અખબારમાં આ સાથે અન્ય એક અહેવાલમાં અખબારે દ્વારકાધીશ મંદિરમાં છેલ્લાં ત્રણ વર્ષમાં કેટલી આવક થઇ તે માટે આરટીઆઈ કરીને વિગતો માંગી હોવાનું પણ લખ્યું છે. આંકડાઓ સાથે આપવામાં આવેલ આ વિગતો અને અહેવાલ બાદ નેટીઝન્સમાં એ મુદ્દો ચર્ચાઈ રહ્યો છે કે માત્ર હિંદુ મંદિરો પાસેથી જ આવી વિગતો શા માટે માંગવામાં આવે છે અને જે ચર્ચ જે મસ્જિદો ટેક્સ નથી ભરી રહ્યા તેમની પાસેથી આવી વિગતો માગવામાં કેમ આવી નથી રહી અને ભવિષ્યમાં શું આ પ્રકારે અન્ય ધર્મ સ્થાનકો પાસેથી પણ માહિતી માંગવામાં આવશે? તેવો મુદ્દો પણ ચર્ચાઈ રહ્યો છે.

  - Advertisement -
  Join OpIndia's official WhatsApp channel

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં