Sunday, September 8, 2024
More
    હોમપેજગુજરાતતથ્ય પટેલના કેસમાં એક વર્ષે પણ આરોપનામું ઘડાયું ન હોવાનો 'દિવ્ય ભાસ્કર'નો...

    તથ્ય પટેલના કેસમાં એક વર્ષે પણ આરોપનામું ઘડાયું ન હોવાનો ‘દિવ્ય ભાસ્કર’નો દાવો, અમદાવાદ પોલીસે નકાર્યો; જણાવી હકીકત

    દિવ્ય ભાસ્કરના રિપોર્ટ બાદ અમદાવાદ પોલીસે પ્રેસનોટ જારી કરીને તેનું ખંડન કર્યું છે. પોલીસે પ્રેસ રિલીઝમાં ઘટનાને લઈને પોલીસ અને સરકારની ભૂમિકા સ્પષ્ટ કરી છે. પોલીસે જણાવ્યું છે કે, ઘટનાના 9 દિવસની અંદર જ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી.

    - Advertisement -

    શનિવારે (20 જુલાઈ) એક અહેવાલ પ્રકાશિત કરીને અખબાર દિવ્ય ભાસ્કરે દાવો કર્યો હતો કે 2023ના ચકચારી ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં મુખ્ય આરોપી તથ્ય પટેલ સહિતના આરોપીઓ સામે હજુ આરોપનામું ઘડવામાં આવ્યું નથી. આ મામલે અમદાવાદ પોલીસે સ્પષ્ટતા કરી છે. ભાસ્કરના દાવા બાદ અમદાવાદ પોલીસે પ્રેસનોટ જારી કરીને સ્પષ્ટીકરણ આપ્યું છે અને કહ્યું છે કે, ઘટનાના 7 દિવસની અંદર જ પોલીસ દ્વારા કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી દેવામાં આવી હતી. આ સાથે જ સરકાર દ્વારા સ્પેશ્યલ પબ્લિક પ્રોસિક્યુટર (PP)ની નિમણૂક કરવામાં આવી હોવાનું પણ કહેવાયું છે.

    વાસ્તવમાં દિવ્ય ભાસ્કરે 20 જુલાઈ 2024ના રોજ અખબારમાં એક અહેવાલ પ્રકાશિત કર્યો હતો. જેનું મથાળું ‘ તથ્ય પટેલને સજાની વાત તો દૂર, હજુ એક વર્ષે આરોપનામું પણ ઘડાયું નથી’ હતું. આ સાથે જ અહેવાલમાં તથ્ય પટેલ અને ઇસ્કોન બ્રિજ પર થયેલા અકસ્માત વિશે વાત કરવામાં આવી હતી. ભાસ્કરના અહેવાલમાં લખવામાં આવ્યું કે, ’19 જુલાઈ 2023ની મધરાત પછી 160ની ઝડપે કાર દોડાવી ઇસ્કોન બ્રિજ પર 9 લોકોને કચડી મારનારા તથ્ય પટેલના કેસમાં 1 વર્ષ પૂરું થયું છે. આ કેસના આરોપી તથ્ય પટેલ સામે 1 વર્ષે પણ આરોપનામું ઘડાયું નથી. જેના કારણે કેસનો ટ્રાયલ ચાલુ થઈ શક્તો નથી.”

    દિવ્ય ભાસ્કરના આ રિપોર્ટ બાદ અમદાવાદ પોલીસે પ્રેસનોટ જારી કરીને તેનું ખંડન કર્યું છે. પોલીસે પ્રેસ રિલીઝમાં ઘટનાને લઈને પોલીસ અને સરકારની ભૂમિકા સ્પષ્ટ કરી છે. પોલીસે જણાવ્યું છે કે, ઘટનાના 9 દિવસની અંદર જ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી. પ્રેસનોટમાં કહેવાયું છે કે, “વર્તમાનપત્રમાં સમાચાર પ્રસિદ્ધ થયેલ છે કે, તથ્ય પટેલ કેસમાં આજદિન સુધી આરોપનામું ઘડાયેલ નથી.” આ સાથે જ પોલીસે આ સમાચારના અનુસંધાનમાં જણાવ્યું હતું કે, આ કેસમાં આરોપી તથ્ય પટેલ અને આરોપી પ્રજ્ઞેશ પટેલ (તથ્ય પટેલના પિતા) વિરુદ્ધ ઘટનાના 7 દિવસમાં 27 જુલાઈ, 2023ના રોજ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી.

    - Advertisement -

    આ ઉપરાંત પોલીસે રાજ્ય સરકારની ભૂમિકા સ્પષ્ટ કરતાં કહ્યું કે, આ કેસમાં સરકાર તરફથી સેશન્સ કોર્ટમાં સ્પેશ્યલ પબ્લિક પ્રોસિક્યુટર (PP)ની નિમણૂક પણ કરવામાં આવી હતી. આ ઉપરાંત વધુમાં કહેવાયું કે, આરોપી તથ્ય પટેલે વારંવાર સેશન્સ કોર્ટમાં અને ગુજરાત હાઈકોર્ટમાં મેડિકલ ગ્રાઉન્ડ પર વચગાળાના જામીનની અરજી કરી હતી. પરંતુ કોર્ટે તે તમામ અરજીઓ ફગાવી દીધી હતી અને હાલ આરોપી તથ્ય પટેલ સાબરમતી સેન્ટ્રલ જેલ ખાતે કસ્ટડીમાં છે. ટૂંકમાં ગુજરાત પોલીસે દિવ્ય ભાસ્કર દ્વારા પ્રકાશિત કરવામાં આવેલા અહેવાલનું ખંડન કર્યું છે અને તેના પર સ્પષ્ટીકરણ પણ આપ્યું છે.

    નોંધનીય છે કે, 19 જુલાઈ 2023ના રોજ મોડી રાત્રે અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર એક ડમ્પર અને મહિન્દ્રા થાર કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ ઘટના સર્જાતા લોકોનું ટોળું ઘટના સ્થળે આવી પહોંચ્યું હતું. એટલામાં પુરપાટ ઝડપે આવતી જેગુઆર કારે અકસ્માત સર્જ્યો હતો. આ અકસ્માતમાં તથ્ય પટેલ નામના નબીરાએ 9 લોકોના જીવ લીધા હતા. નબીરા તથ્ય પટેલ અને તેના પિતા પર ગંભીર ગુનાઓ પણ નોંધાયા હતા. તથ્ય સહિત કારમાં સવાર તેના 5 મિત્રોની પણ પોલીસે અટકાયત કરી હતી. હાલ તથ્ય પટેલના પિતા જામીન પર જેલની બહાર છે અને તથ્ય પટેલ સાબરમતી સેન્ટ્રલ જેલ ખાતે કસ્ટડીમાં છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં