Sunday, October 6, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટMPના ઉજ્જૈનમાં રસ્તા પર મહિલા સાથે રેપ, લોકો વિડીયો બનાવતા રહ્યા પણ...

    MPના ઉજ્જૈનમાં રસ્તા પર મહિલા સાથે રેપ, લોકો વિડીયો બનાવતા રહ્યા પણ મદદ ન કરી: વિડીયો ઉતારી વાયરલ કરનારો મોહમ્મદ સલીમ ઝડપાયો

    પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, મોહમ્મદ સલીમ પહેલાં રતલામ ગયો હતો. ત્યાંથી ભાગીને તે મંદસૌર અને નાગદા પહોંચ્યો હતો. આખરે પોલીસે મોડી રાત્રે તેને તેના ઘરેથી જ ઝડપી પાડ્યો હતો અને તેની ધરપકડ કરીને ઉજ્જૈન લઈ જવામાં આવ્યો હતો.

    - Advertisement -

    ઉજ્જૈનના વ્યસ્ત વિસ્તારમાં ફૂટપાથ પર ધોળા દિવસે એક મહિલાના રેપની ઘટનાનો વિડીયો બનાવીને તેને વાયરલ કરનારા શખ્સ મોહમ્મદ સલીમની પોલીસે ધરપકડ કરી લીધી છે. પોલીસને બાતમી મળી હતી કે, ઉજ્જૈનમાં થયેલા રેપ બાદ વિડીયો બનાવીને વૉટ્સએપમાં વાયરલ કરનારો શખ્સ નાગદાની બસથી કોયલા ફાટક ચોક પર ઉતર્યો હતો. ત્યારબાદ પોલીસે નાગદા જઈને તેના ઘરેથી જ આરોપીને ઉઠાવી લીધો હતો. હાલ પોલીસ આ ઘટનાને લઈને પૂછપરછ હાથ ધરી રહી છે. આ મામલે વધુ તપાસ ચાલી રહી હોવાનું પણ કહેવાય રહ્યું છે.

    પોલીસ અધિકારી પ્રદીપ શર્માએ ઉજ્જૈનમાં થયેલા રેપ અંગે કહ્યું હતું કે, વિડીયો બનાવીને વાયરલ કરનારા આરોપી મોહમ્મદ સલીમને તેના ઘર નાગદાથી જ પકડી પાડવામાં આવ્યો છે. જે મોબાઈલથી તેણે વિડીયો બનાવ્યો હતો, તે મોબાઈલ પણ પોલીસે જપ્ત કરી લીધો છે. ઘટના સામે આવ્યા બાદથી જ તે ફરાર હતો અને વારંવાર પોતાનું સ્થળ બદલી રહ્યો હતો. માત્ર શુક્રવાર (6 સપ્ટેમ્બર)ના દિવસે જ તેણે ત્રણ વખત સ્થળ બદલી નાખ્યા હતા.

    પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, મોહમ્મદ સલીમ પહેલાં રતલામ ગયો હતો. ત્યાંથી ભાગીને તે મંદસૌર અને નાગદા પહોંચ્યો હતો. આખરે પોલીસે મોડી રાત્રે તેને તેના ઘરેથી જ ઝડપી પાડ્યો હતો અને તેની ધરપકડ કરીને ઉજ્જૈન લઈ જવામાં આવ્યો હતો. પોલીસ અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે, ઘટનાના દિવસે સલીમ નાગદાથી આવીને બસમાંથી ઉતર્યો હતો, અહીંથી તે પેટ્રોલ પંપ તરફ આવ્યો હતો. દરમિયાજ જ મહિલા સાથે થઈ રહેલા દુષ્કર્મનો તેણે વિડીયો બનાવી લીધો હતો.

    - Advertisement -

    પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, આરોપી મોહમ્મદ સલીમે પોતાના વૉટ્સએપ ગ્રુપમાં આ વિડીયો શૅર કર્યો હતો. અધિકારીઓનું કહેવું છે કે, જે લોકોએ પણ આ વિડીયોને વાયરલ કર્યો છે, તે તમામ પર IT એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જોકે, તપાસમાં જાણવા મળ્યું છે કે, આરોપી સલીમ વિરુદ્ધ પહેલાં પણ એક કેસ નોંધાયેલો હતો. હાલ એ અંગેની વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

    શું હતી ઘટના?

    સમગ્ર ઘટના વિશે પણ SP ઓમપ્રકાશ મિશ્રાએ માહિતી આપી હતી. અધિકારીના જણાવ્યા અનુસાર, આ ઘટના બુધવારે (4 સપ્ટેમ્બર) બપોરે 2થી 3 વાગ્યાની વચ્ચે બનવા પામી હતી. ચિમનગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક મંદિરની આસપાસ રહેનારી 45 વર્ષીય મહિલા કચરો-પ્લાસ્ટિક વીણવાનું કામ કરે છે. તેણે પોલીસ સ્ટેશન આવીને જણાવ્યું હતું કે, ઘટનાના દિવસે બપોરે તે કોયલા ફાટક પાસે કચરો વીણી રહી હતી, દરમિયાન જ તેને એક યુવક મળ્યો હતો.

    મહિલા અનુસાર, તે યુવકે પોતાનું નામ લોકેશ લહોરિયા જણાવ્યું હતું. લોકેશે મહિલાને લલચાવી-ફોસલાવીને દારૂ પાયો હતો અને કહ્યું હતું કે, તે તેની સાથે લગ્ન કરશે અને પોતાની સાથે તેને પણ રાખશે. ત્યારબાદ તે મહિલાને ફૂટપાથ પર લગાવેલા ડસ્ટબિન પાછળ લઈ ગયો અને રેપ કર્યો. દરમિયાન ઘણા લોકો ત્યાંથી નીકળતા હતા, પરંતુ તેઓ મદદ માટે આવ્યા નહીં અને વિડીયો બનાવતા રહ્યા હતા. ઘટનાને અંજામ આપીને આરોપી લોકેશ ધમકી આપીને ત્યાંથી નાસી છૂટ્યો હતો.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં