Saturday, October 5, 2024
More
    હોમપેજદેશખેડામાં 9 વર્ષીય વિદ્યાર્થિનીની છેડતી મામલે પકડાયેલા શિક્ષક અખ્તરઅલીના ઘર પાસે ફર્યું...

    ખેડામાં 9 વર્ષીય વિદ્યાર્થિનીની છેડતી મામલે પકડાયેલા શિક્ષક અખ્તરઅલીના ઘર પાસે ફર્યું બુલડોઝર, પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણ હટાવાયું

    ગુરુવારે (5 સપ્ટેમ્બર) પંચાયતની એક ટીમ કઠલાલના પીઠાઈ સ્થિત આરોપીના ઘરે પહોંચી હતી. અહીં બુલડોઝર વડે ઘરની બહારના ભાગમાં કરવામાં આવેલું દબાણ હટાવી દેવામાં આવ્યું હતું. આ દરમિયાન પોલીસ તંત્રના ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળ પર હાજર રહ્યા હતા.

    - Advertisement -

    તાજેતરમાં ખેડાના કઠલાલમાંથી એક 9 વર્ષીય હિંદુ બાળકી સાથે તે જ્યાં ભણતી હતી તે શાળાના શિક્ષક અખ્તરઅલી સૈયદે શારીરિક અડપલાં કર્યાં હોવાની ઘૃણાસ્પદ ઘટના સામે આવી હતી. આ મામલે પોલીસ ફરિયાદ બાદ આરોપીની ધરપકડ કરી લેવામાં આવી હતી. બીજી તરફ, મામલો ધ્યાને આવતાં જ હિંદુ સંગઠનો અને સ્થાનિકોએ આરોપીને સખત સજા આપવાની તથા તેના ઘર પર બુલડોઝર એક્શન લેવા માંગ કરી હતી. ત્યારે ગુરુવારે (5 સપ્ટેમ્બર) આરોપીના ઘર પાસે બુલડોઝર પહોંચ્યું હતું અને ઘરની આગળના ભાગમાં કરવામાં આવેલું દબાણ હટાવવામાં આવ્યું હતું.

    ગુરુવારે (5 સપ્ટેમ્બર) પંચાયતની એક ટીમ કઠલાલના પીઠાઈ સ્થિત આરોપીના ઘરે પહોંચી હતી. અહીં બુલડોઝર વડે ઘરની બહારના ભાગમાં કરવામાં આવેલું દબાણ હટાવી દેવામાં આવ્યું હતું. આ દરમિયાન પોલીસ તંત્રના ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળ પર હાજર રહ્યા હતા અને ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

    સોશિયલ મીડિયા પર આ કાર્યવાહીની તસવીરો ફરતી થઈ છે. લોકો કાર્યવાહી બદલ ગુજરાત સરકારનો આભાર વ્યક્ત કરી રહ્યા છે. હિંદુવાદી એક્ટિવિસ્ટ કાજલ હિન્દુસ્તાનીએ પણ એક પોસ્ટ કરીને CM ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનો આભાર વ્યક્ત કર્યો હતો.

    - Advertisement -

    શું છે સમગ્ર મામલો?

    સમગ્ર ઘટના ગત 31 ઑગસ્ટના રોજ બની હતી. ખેડાના કઠલાલના એક ગામમાં સરકારી શાળામાં ચોથા ધોરણમાં ભણતી 9 વર્ષની બાળકી સાથે શાળાના શિક્ષક અખ્તરઅલી સૈયદે શારીરિક અડપલાં કર્યાં હોવાની ફરિયાદ થતાં ચકચાર મચી ગઇ હતી. તપાસ દરમિયાન સામે આવ્યું કે, તેણે બાળકીને રૂમમાં બોલાવીને અડપલાં કર્યાં હતાં અને બચકાં પણ ભર્યાં હતાં, જેનાં નિશાન બાળકીના શરીર પર પડી ગયાં હતાં. આ બાબતની જાણ પરિવારને થતાં પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

    ફરિયાદના આધારે આરોપી અખ્તરઅલી સૈયદ વિરુદ્ધ BNS અને પોક્સો એક્ટની કલમો હેઠળ ગુનો દાખલ કરીને ધરપકડ કરી લેવામાં આવી હતી. બીજી તરફ, મામલાની શિક્ષણ વિભાગને જાણ થતાં તેને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યો હતો. પરંતુ આ મામલે સ્થાનિકો અને હિંદુ સંગઠનોમાં ભરે રોષ જોવા મળ્યો હતો. હિંદુ સંગઠનોએ તાજેતરમાં જ એક રેલી આયોજિત કરીને આક્રોશ વ્યક્ત કર્યો હતો અને સરકાર સમક્ષ આરોપીના ઘર પર બુલડોઝર એક્શન લેવા માંગ પણ કરી હતી.

    ઉલ્લેખનીય બાબત છે કે આરોપીએ અગાઉ પણ આવી હરકતો કરી હોવાનું અહેવાલો જણાવી રહ્યા છે. આરોપી શિક્ષક બે વર્ષ પહેલાં બાગડોલની શાળામાં નોકરી કરતો હતો. ત્યાં પણ વિદ્યાર્થિનીઓ સાથે આ પ્રકારનું કૃત્ય કર્યું હતું, પરંતુ ત્યારે તેને માફીપત્ર લખાવીને છોડી મૂકવામાં આવ્યો હતો.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં