Saturday, May 4, 2024
More
    હોમપેજગુજરાતઇસ્કોન બ્રિજ અકસ્માત કેસ: મુખ્ય આરોપી તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલને મળ્યા...

    ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસ: મુખ્ય આરોપી તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલને મળ્યા શરતી જામીન; કેન્સરની સારવારના નામે કરી હતી અરજી

    25 સપ્ટેમ્બરે થયેલી સુનાવણીમાં તેમના મુખ્ય વકીલે દલીલ કરી હતી કે, પ્રજ્ઞેશ પટેલનો રોલ માત્ર અને માત્ર ધમકી પૂરતો છે. જેમાં જામીન મળવા જોઇએ કારણ કે આ જામીનપાત્ર હોય છે. તે દિવસની સુનાવણી પહેલી નવેમ્બર પર ટળી હતી. જે બાદ આજે પ્રજ્ઞેશ પટેલને જામીન મળી ગયા છે.

    - Advertisement -

    જુલાઈ માસમાં અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર 145 km/hr ની ઝડપે વાહન હંકારીને ગમખ્વાર અકસ્માત કરીને 9 લોકોનો જીવ લેનાર તથ્ય પટેલના ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં ઘણા લાંબા સમય બાદ હવે કોઇ અપડેટ આવી છે. બુધવાર (1 નવેમ્બર) ના રોજ ગુજરાત હાઈકોર્ટે કેન્સરની સારવાર માટેની અરજીને ધ્યાને લઈને તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલને શરતી જામીન આપ્યા છે.

    અહેવાલો અનુસાર આરોપીના વકીલે આ પહેલા પણ સેશન્સ કોર્ટ અને ગુજરાત હાઇકોર્ટમાં તેમની જામીન અરજી મૂકી હતી, જેને ફગાવી દેવામાં આવી હતી. ગ્રામ્ય કોર્ટના ઓર્ડર છતાં તપાસ માટે કેન્સર હોસ્પિટલ જવાનો પ્રજ્ઞેશ પટેલે ઈનકાર કર્યો હતો. તેથી કોર્ટે આ જામીન અરજી ફગાવી હતી. જે બાદ આખરે ધરપકડના 103 દિવસ બાદ પ્રજ્ઞેશ પટેલને શરતી જામીન મળ્યા છે.

    વકીલ દ્વારા અપાયેલી માહિતી પ્રમાણે, પ્રજ્ઞેશ પટેલે ગુજરાત હાઇકોર્ટમાં જામીન અરજી કરી હતી. જેમા 25 સપ્ટેમ્બરે થયેલી સુનાવણીમાં તેમના મુખ્ય વકીલે દલીલ કરી હતી કે, પ્રજ્ઞેશ પટેલનો રોલ માત્ર અને માત્ર ધમકી પૂરતો છે. જેમાં જામીન મળવા જોઇએ કારણ કે આ જામીનપાત્ર હોય છે. તે દિવસની સુનાવણી પહેલી નવેમ્બર પર ટળી હતી. જે બાદ આજે પ્રજ્ઞેશ પટેલને જામીન મળી ગયા છે.

    - Advertisement -

    જેગુઆર ચડાવીને 9 જણાનો લીધો હતો જીવ

    ગત 19 જુલાઈએ મોડી રાત્રે અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર એક ડમ્પર અને મહિન્દ્રા થાર કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ ઘટના સર્જાતા લોકોનું ટોળું ઘટના સ્થળે આવી પહોંચ્યું હતું. એટલામાં પુરપાટ ઝડપે આવતી જેગુઆર કારે અકસ્માત સર્જ્યો હતો. આ અકસ્માતમાં તથ્ય પટેલ નામના નબીરાએ 9 લોકોના જીવ લીધા હતા. નબીરા તથ્ય પટેલ અને તેના પિતા પર ગંભીર ગુનાઓ પણ નોંધાયા હતા. તથ્ય સહિત કારમાં સવાર તેના 5 મિત્રોની પણ પોલીસે અટકાયત કરી હતી.

    આ ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસ અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ કેસને ફાસ્ટટ્રેક કોર્ટમાં ચલાવવા નિર્દેશ આપ્યા હતા. તથ્ય પટેલ અંગે વધુ ખુલાસાઓ થતા જાણવા મળ્યું હતું કે, તેના દ્વારા અકસ્માત સર્જાયાના છેલ્લા 30 દિવસોમાં 30 વાર ટ્રાફિકના નિયમો તોડયા હતાં. કારચાલક તથ્યના FSL રિપોર્ટમાં જાણવા મળ્યું હતું કે, અકસ્માત સમયે તથ્ય 145 km/hr. ની ઝડપે કર ચલાવી રહ્યો હતો. તથ્ય સહિત તેના પાંચેય મિત્રોનો આલ્કોહોલ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. જે બાદ તથ્ય જ્યુડિશિયલ કસ્ટડીમાં છે અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલ સાબરમતી જેલ હવાલે કરાયા હતા. જેમને હવે જામીન મળ્યા છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં