Friday, September 20, 2024
More
    હોમપેજદેશ‘દિવ્ય સિંહ’ના દર્શન થયા બાદ હિંદુ રાજકુમારે આપ્યું હતું સંસ્કૃત નામ, આજે...

    ‘દિવ્ય સિંહ’ના દર્શન થયા બાદ હિંદુ રાજકુમારે આપ્યું હતું સંસ્કૃત નામ, આજે ત્યાં પહોંચ્યા PM મોદી: વાંચો શું છે સિંગાપોરનો ઇતિહાસ, ‘અખંડ ભારત’ સાથે શું છે સંબંધ

    ઇન્ડોનેશિયન ઇતિહાસમાં પણ સિંગાપોરને અખંડ ભારત અને શ્રીવિજય સામ્રાજ્યના એક ભાગ તરીકે દર્શાવાયું છે. પરંતુ ભારતમાં જ રહેલા કથિત બુદ્ધિજીવીઓ સતત ભારતના ઇતિહાસ સાથે છેડછાડ કરતાં રહ્યા છે. એ પછી સિંધુ ખીણની સભ્યતાનો ઇતિહાસ હોય કે પછી આર્યો અને દ્રવિડોનો કથિત પ્રોપગેન્ડા હોય.

    - Advertisement -

    વડાપ્રધાન મોદી આ દિવસોમાં વિદેશ પ્રવાસ પર છે. બુધવારે (4 સપ્ટેમ્બર) તેઓ સિંગાપોર પહોંચ્યા હતા. અહીં પહોંચતાં જ તેમનું ભવ્ય સ્વાગત પણ કરવામાં આવ્યું હતું. ભારતવંશી લોકોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. દરમિયાન PM મહારાષ્ટ્રીયન ધૂન પર ઢોલ વગાડતા પણ જોવા મળ્યા હતા. યાત્રા દરમિયાન વડાપ્રધાન મોદીએ સિંગાપોરના PM લૉરેન્સ વોંગ અને રાષ્ટ્રપતિ થર્મન શાનમુગરત્નમ સાથે મુલાકાત પણ કરી હતી. આ ઉપરાંત તેઓ સિંગાપોરના મોટા ઉદ્યોગપતિઓ સાથે પણ મુલાકાત કરશે. વડાપ્રધાન મોદી આજે જે સિંગાપોર દેશની યાત્રા પર ગયા છે, તેનું નામ પણ એક હિંદુ રાજકુમારે આપ્યું હતું. મહત્વની વાત તો એ છે કે, એક સમયે સિંગાપોર પણ અખંડ ભારતનો એક ભાગ હતો. તેનો ઇતિહાસ પણ ઇન્ડોનેશિયન હિંદુ ઇતિહાસ સાથે સામ્યતા ધરાવે છે.

    વડાપ્રધાન મોદીની મુલાકાત બાદ સિંગાપોરની ચર્ચા શરૂ થઈ છે. તે વચ્ચે સિંગાપોરનો ઇતિહાસ અને તેના નામ પાછળનો ઇતિહાસ જાણવો પણ ખૂબ જરૂરી બની જાય છે. કારણ કે, તેના ઇતિહાસની શરૂઆત ભારતના એક અંગ તરીકે થાય છે. સમય જતાં તે અખંડ ભારતથી અળગું થઈ ગયું, પરંતુ આજે પણ ભારતીય સંસ્કૃતિ અને ભવ્ય ઇતિહાસના તત્વો સિંગાપોરઆ જીવિત જોવા મળે છે. જેનું સ્પષ્ટ ઉદાહરણ તેનું પોતાનું નામ છે. સમુદ્ર કિનારે આવેલા આ ટાપુને એક હિંદુ રાજકુમારે નામ આપ્યું હતું. ચીની ઇતિહાસમાં પણ આ ઘટનાનો ઉલ્લેખ જોવા મળે છે.

    પ્રાચીન ભારતનું એક અંગ હતું સિંગાપોર

    સિંગાપોરના ઇતિહાસનો પ્રારંભિક લેખિત રેકોર્ડ ત્રીજી સદીના ચીની ઇતિહાસમાં મળી આવે છે. જોકે, ભારતીય લેખિત ગ્રંથોમાં પણ તેનો ઉલ્લેખ અમુક અંશે જોવા મળે છે. ભારતીય ગ્રંથોમાં પણ અખંડ ભારતનો ઇતિહાસ અને તેને લગતી માહિતી મળી આવે છે. પરંતુ મૂળભૂત માહિતી ઇસ્લામી આક્રાંતાઓના હુમલામાં બળીને ભસ્મ થઈ ગઈ હતી. ખાસ કરીને નાલંદા પર થયેલા હુમલા બાદથી ભારત બધી રીતે પછાત બનતું ગયું હતું. કારણ કે, ભારત પાસે તેનો કોઈ લેખિત ઇતિહાસ જ નહોતો. જે મૂળભૂત ઇતિહાસ હતો તે હુમલામાં સળગાવી દેવામાં આવ્યો હતો. આ ઘટનાનો લાભ કથિત વામપંથી ઇતિહાસકારોએ લીધો હતો અને ત્યારથી શરૂ થયું હતું ભારતીય ઇતિહાસ સાથે છેડછાડ કરવાનું કાવતરું. જોકે, ઘણા ચીની ઇતિહાસમાં આજે પણ મૂળભૂત માહિતી મળી આવે છે. કારણ કે, નાલંદામાં અભ્યાસ કરીને હ્યુ-એન-તસાંગ જેવા વિદ્વાનો ચીન ગયા હતા. જેના દસ્તાવેજો પરથી ઇતિહાસના પગરવને ઓળખી શકાય છે.

    - Advertisement -

    ત્રીજી સદીના ચીની ઇતિહાસમાં મલયદ્વીપનું વર્ણન કરવામાં આવ્યું છે. તેમાં કહેવાયું છે કે, પ્રાચીન ભારત 7 મહાજનપદોમાં વિભાજિત હતું. જેમાંનો એક ભાગ મલય મહાદ્વીપ પણ હતો. જેમાં આધુનિક ઈન્ડોનેશિયા, સિંગાપોર, મલેશિયા અને કમ્બોડિયા જેવા દેશોનો સમાવેશ થતો હતો. તે સમયે ઈન્ડોનેશિયા પર ભારતના શ્રીવિજય રાજવંશનું શાસન હતું. શ્રીવિજય રાજવંશના અનેક હિંદુ રાજાઓએ ઈન્ડોનેશિયા અને મલેશિયા પર પોતાનું શાસન સ્થાપ્યું હતું. જે અખંડ ભારતનો જ એક ભાગ હતો. મહત્વની વાત એ છે કે, હાલનું સિંગાપોર પણ તે સમયે મલેશિયામાં ગણાતું હતું. સિંગાપોર અને મલય પ્રદેશનો ભાગ મળીને મલેશિયા તરીકે ઓળખાતો હતો. તે વિસ્તારમાં પણ શ્રીવિજય રાજવંશનું આધિપત્ય હતું. ચીની ઇતિહાસ અનુસાર, આધુનિક સિંગાપોર એક સમયે અખંડ ભારતનો એક ભાગ હતું. ભારતમાં તો હવે પ્રમાણભૂત લેખિત ઇતિહાસ મળવો લગભગ શક્ય નથી, પરંતુ લોકઇતિહાસમાં આજે પણ કહેવાય છે કે, સિંગાપોર અખંડ ભારતનો એક ભાગ હતો.

    માત્ર ચીની ઇતિહાસ જ નહીં, પરંતુ ઇન્ડોનેશિયન ઇતિહાસમાં પણ સિંગાપોરને અખંડ ભારત અને શ્રીવિજય સામ્રાજ્યના એક ભાગ તરીકે દર્શાવાયું છે. પરંતુ ભારતમાં જ રહેલા કથિત બુદ્ધિજીવીઓ સતત ભારતના ઇતિહાસ સાથે છેડછાડ કરતા રહ્યા છે. એ પછી સિંધુ ખીણની સભ્યતાનો ઇતિહાસ હોય કે પછી આર્યો અને દ્રવિડોનો કથિત પ્રોપગેન્ડા હોય. પરંતુ, સ્થાનિક ઇતિહાસની દ્રષ્ટિએ આજે પણ અમુક તથ્યો સામે આવી રહ્યાં છે.

    હિંદુ રાજકુમારે આપ્યું હતું નામ

    સિંગાપોર મલય મહાદ્વીપના દક્ષિણ વિસ્તારમાં આવેલો એક નાનો ટાપુ છે. જે અખંડ ભારતનો એક ભાગ હતો. જોકે, તે મલેશિયાનો એક ભાગ હતો, પરંતુ પ્રાચીન ભારતમાં મલેશિયા પણ અખંડ ભારતનો જ એક ભાગ હતું. ઇતિહાસકારો કહે છે કે, શ્રીવિજયના એક રાજકુમાર ત્રિભુવને (જેમને સ્થાનિક ભાષામાં સાંગ નીલ ઉતામા નામથી પણ ઓળખવામાં આવે છે) અહીં એક દિવ્ય સિંહ જોયો હતો, તે હિંદુ રાજકુમારે તે સ્થળને શુભ ગણીને ત્યાં સિંગપુરા નામની એક વસ્તી સ્થાપી હતી, જેનો સંસ્કૃતનો અર્થ થાય છે, ‘સિંહોનું શહેર’. બાદમાં સમયાંતરે તે સિંહપુર થઈ ગયું. ત્યારબાદ તે ટેમાસેક નામથી પણ ઓળખાયું હતું. જોકે, હાલમાં તેને સિંગાપુર કે સિંગાપોર તરીકે ઓળખવામાં આવે છે. જેનો અખંડ ભારત સાથે ખૂબ ઘનિષ્ઠ સંબંધ હતો. 1930 સુધી તેમની ભાષામાં સંસ્કૃત ભાષાના શબ્દોનો સમાવેશ થતો હતો. જોકે, રાજકુમારે સિંહ જ જોયો હોવાની શક્યતાઓ ઓછી છે, કારણ કે આ સ્થળે સિંહોનો વસવાટ ઓછો રહ્યો છે, પણ પ્રબળ શક્યતાઓ છે કે તેમણે વાઘ જોયો હોવો જોઈએ, કારણ કે ત્યારે વાઘની વસ્તી સારા એવા પ્રમાણમાં હતી.

    તે લોકોનાં નામ પણ હિંદુ પરંપરા પ્રમાણે રખાતાં હતાં અને કેટલાક તો આજે પણ હિંદુ નામ રાખે છે. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન તે જાપાનના અધિકાર હેઠળ રહ્યું હતું. યુદ્ધ પૂર્ણ થયા બાદ અંગ્રેજોએ તેના પર કબજો કરી લીધો હતો. 1963માં ફેડરેશન ઓફ મલાયાની સાથે સિંગાપોરનો વિલય કરીને મલેશિયાનું નિર્માણ કરવામાં આવ્યું હતું. જોકે, વિવાદ અને સંઘર્ષ બાદ 9 ઑગસ્ટ, 1965માં સિંગાપોર એક સ્વતંત્ર ગણતંત્ર બની ગયું હતું. તે સિવાય ઈન્ડોનેશિયા, કમ્બોડિયા અને થાઈલેન્ડ જેવા દેશો પણ અખંડ ભારતનો જ એક ભાગ હતા. થાઈલેન્ડનું પ્રાચીન નામ શ્યામદેહ હતું. તે સિવાય ઈન્ડોનેશિયાની રાજધાની બાલી તો આજે પણ સ્થાનિક હિંદુઓના કેન્દ્ર તરીકે જોવામાં આવે છે. ઈન્ડોનેશિયા પર શ્રીવિજય રાજવંશ, શૈલેન્દ્ર રાજવંશ, સંજય રાજવંશ, માતારામ રાજવંશ, કેદિરિ રાજવંશ, સિંહશ્રી, મજાપતિહ સામ્રાજ્યનું શાસન પણ રહ્યું હતું. ઈન્ડોનેશિયાના રાજવંશો દ્વારા જ સિંગાપોરનું સંચાલન થતું હતું.

    ઈન્ડોનેશિયાના સામ્રાજ્ય સાથે સિંગાપોર અને મલેશિયા જોડાયેલા હતા અને તેનો સંપૂર્ણ વહીવટી ભારતીય હિંદુ રાજાઓ દ્વારા થતો હતો. મહત્વની વાત તો તે છે કે, આ હિંદુ રાજાઓ અખંડ ભારતમાં એક સુબા તરીકેનું કાર્ય કરતા હતા. આ સુબાઓનો એક ચક્રવર્તી સમ્રાટ હતો અને તે અખંડ ભારત પર શાસન કરતો હતો. તેમાં ચંદ્રગુપ્ત મૌર્ય, ચંદ્રગુપ્ત (ગુપ્તવંશ) અને ચક્રવર્તી સમ્રાટ અશોકનો પણ સમાવેશ થતો હતો. નોંધનીય છે કે, ખંડ-ખંડમાં વિખરાયેલા ભારતને સૌથી પહેલાં આચાર્ય ચાણક્યએ અખંડ બનાવ્યું હતું અને ચંદ્રગુપ્ત મૌર્યનું એકછત્ર શાસન સ્થાપ્યું હતું.

    (લેખમાં માહિતી માટે સંદર્ભ તરીકે ‘પ્રાચીન ભારતનો ઇતિહાસ’, ભારત વિખંડન, ભારતીય ઇતિહાસનો વારસો વગેરે પુસ્તકોનો આધાર લેવામાં આવ્યો છે.)

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં