Sunday, May 5, 2024
More
    હોમપેજદેશમુસ્લિમ બહુલ વિસ્તારમાં શિવમંદિર, 31 વર્ષથી બંધ પડ્યું હતું: ભાજપ MLA બાલમુકુંદ...

    મુસ્લિમ બહુલ વિસ્તારમાં શિવમંદિર, 31 વર્ષથી બંધ પડ્યું હતું: ભાજપ MLA બાલમુકુંદ આચાર્યએ તાળું તોડીને કરી પૂજા, વિરોધમાં ‘અલ્લાહુ અકબર’ના નારા લગાવાયા

    શિવ મંદિરમાં એક તરફ ભાજપ MLA બાલમુકુંદ આચાર્ય મહાદેવની પૂજા કરી રહ્યા હતા, તો બીજી તરફ કટ્ટરપંથી મુસ્લિમોએ તેમનો વિરોધ કર્યો હતો અને 'અલ્લાહ હુ અકબર'ના નારા લગાવવાના શરૂ કરી દીધા હતા.

    - Advertisement -

    રાજસ્થાનની રાજધાની જયપુરના હવામહેલના ભાજપ MLA બાલમુકુંદ આચાર્ય ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. આ વખતે ચર્ચાનું કારણ એક શિવ મંદિર છે, જે મુસ્લિમ બહુલ વિસ્તારમાં છેલ્લા 31 વર્ષોથી બંધ હતું. MLAએ મહાશિવરાત્રિના અવસર પર તે મંદિરનું તાળું તોડીને મહાદેવની પૂજા કરી છે. તેઓ આરીથી તાળું તોડીને મંદિરમાં પ્રવેશ્યા હતા. મંદિરની હાલત જોઈને તેમણે કોંગ્રેસના સ્થાનિક ધારાસભ્ય રફીક ખાન પર પ્રહારો પણ કર્યા હતા.

    શિવ મંદિરમાં એક તરફ ભાજપ MLA બાલમુકુંદ આચાર્ય મહાદેવની પૂજા કરી રહ્યા હતા, તો બીજી તરફ કટ્ટરપંથી મુસ્લિમોએ તેમનો વિરોધ કર્યો હતો અને ‘અલ્લાહ હુ અકબર’ના નારા લગાવવાના શરૂ કરી દીધા હતા. આ મંદિર જયપુરના આદર્શનગર વિસ્તારમાં આવેલું છે. ત્યાંથી કોંગ્રેસ ધારાસભ્ય રફીક ખાન ચૂંટણી જીત્યા છે. આચાર્ય બાલમુકુંદનો દાવો છે કે, પહલાં મંદિરની આસપાસ હિંદુ સમાજની મોટી વસ્તી હતી. જેઓ એક પછી એક અનેક કારણોથી ત્યાંથી જતા રહ્યા હતા.

    આરીથી તોડ્યું મંદિરનું તાળું

    આવી સ્થિતિમાં મંદિરના સંરક્ષણની પોતાની જવાબદારી ગણીને આચાર્ય બાલમુકુંદ તે મંદિરમાં પહોંચી ગયા હતા. મંદિરના દ્વાર પર એક મોટું તાળું લટકી રહ્યું હતું. ઘણા વર્ષોથી તે મંદિરને ખોલવામાં આવ્યું નહોતું. ધારાસભ્યએ ઘણા સમય સુધી ચાવી શોધવાના પ્રયાસ કર્યા, પરંતુ ચાવી ન મળતા આખરે તેમણે આરીથી તાળું તોડી નાખ્યું હતું. મંદિરમાં પ્રવેશતાની સાથે જ ઘણી ગંદકી ત્યાં જોવા મળી હતી. તે મંદિરમાં ઘણા સમયથી સાફ-સફાઇ કરવામાં આવી નહોતી.

    - Advertisement -

    મંદિરની આવી દુર્દશા જોઈને ભાજપ ધારાસભ્ય ખૂબ ગુસ્સે થયા હતા. તેમણે રફીક ખાન પર મંદિરોની ઉપેક્ષા કરવાનો આરોપ લગાવ્યો હતો. આ દરમિયાન તેમણે તેમના સમર્થકો દ્વારા મંદિરની સફાઇ કરાવી અને પછી ભગવાન મહાદેવની પૂજા-અર્ચના કરી હતી. એક સ્થાનિક વ્યક્તિનું કહેવું છે કે, આ મંદિર 1993થી એટલે કે 31 વર્ષોથી બંધ હતું.

    આ દરમિયાન નજીકના મુસ્લિમો ત્યાં એકઠા થઈ ગયા હતા. આરોપ છે કે, જ્યારે આચાર્ય બાલમુકુંદ ભગવાન શિવની પૂજા કરી રહ્યા હતા ત્યારે જ મુસ્લિમોએ ‘અલ્લાહ હુ અકબર’ના નારા લગાવવાના શરૂ કરી દીધા હતા. તેમ છતાં, વિસ્તારના મુસ્લિમ વર્ગના કેટલાક લોકોએ વાતાવરણ બગાડવા માટે ભાજપના ધારાસભ્યને દોષી ઠેરવવાનો પ્રયાસ કર્યો હતો. દલીલ તરીકે તેમણે કહ્યું કે, મહાશિવરાત્રિના દિવસે તેમનો જુમ્માનો દિવસ હતો.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં