Wednesday, September 18, 2024
More
    હોમપેજરાજકારણ7 રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશની 57 લોકસભા બેઠક પર સાતમા તબક્કાનું મતદાન શરૂ: અંતિમ...

    7 રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશની 57 લોકસભા બેઠક પર સાતમા તબક્કાનું મતદાન શરૂ: અંતિમ ચરણમાં PM મોદી, કંગના રણૌત જેવા દિગ્ગજોનું ભાવિ પુરાશે EVMમાં

    મુખ્ય ઉમેદવારોમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અભિનેત્રી કંગના રણૌત, કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર, કેન્દ્રીય મંત્રી આનંદ શર્મા, કેન્દ્રીય મંત્રી મહેન્દ્ર નાથ પાડ, કેન્દ્રીય રાજ્ય મંત્રી પંકજ ચૌધરી, ભોજપુરી અભિનેતા રવિ કિશન, ભોજપુરી સિંગર પવન સિંઘ અને અભિનેત્રી કાજલ નિષાદનો સમાવેશ થાય છે.

    - Advertisement -

    દેશમાં લોકસભા ચૂંટણી હવે અંતિમ ચરણમાં છે. શનિવારે (1 જૂન) લોકસભા ચૂંટણી 2024ના સાતમા અને અંતિમ તબક્કાનું મતદાન થઈ રહ્યું છે. કેન્દ્રશાસિત પ્રદેશ ચંડીગઢ અને 7 રાજ્યોની 57 લોકસભા બેઠકો પર વોટિંગ શરૂ થઈ ગયું છે. આ તબક્કામાં વારાણસી લોકસભા સંસદીય ક્ષેત્ર પરથી પણ મતદાન થઈ રહ્યું છે, જ્યાંથી વડાપ્રધાન મોદી સતત ત્રીજીવાર ચૂંટણી લડી રહ્યા છે. તે સિવાય હિમાચલ પ્રદેશની મંડી લોકસભા બેઠક પર પણ સૌ કોઇની નજર છે, ત્યાંથી અભિનેત્રી કંગના રણૌત ભાજપના ઉમેદવાર છે.

    શનિવારે (1 જૂન, 2024) દેશમાં સાતમા અને અંતિમ તબક્કાનું મતદાન શરૂ થઈ ગયું છે. 7 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશની કુલ 57 લોકસભા બેઠકો પર મતદાન શરૂ થયું છે. સાતમા તબક્કામાં કુલ 904 ઉમેદવારો ચૂંટણી મેદાને છે. આ ચરણમાં કેન્દ્રશાસિત પ્રદેશ ચંડીગઢ, પંજાબની તમામ 13 અને હિમાચલ પ્રદેશની ચાર, ઉત્તર પ્રદેશની 13, પશ્ચિમ બંગાળની 9, બિહારની 8, ઓડિશાની 6 અને ઝારખંડની 3 લોકસભા બેઠકો પર મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

    અંતિમ ચરણમાં દિગ્ગજ નેતાઓ મેદાને

    અંતિમ ચરણના મતદાનમાં કુલ 904 ઉમેદવારો મેદાને છે. તેમાં સામેલ મુખ્ય ઉમેદવારોમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (વારાણસીથી), અભિનેત્રી કંગના રણૌત (મંડીથી), કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર (હમીરપુરથી), કેન્દ્રીય મંત્રી આનંદ શર્મા (કાંગડા), કેન્દ્રીય મંત્રી મહેન્દ્ર નાથ પાડે (ચંડોલી), કેન્દ્રીય રાજ્ય મંત્રી પંકજ ચૌધરી, ભોજપુરી અભિનેતા રવિ કિશન, ભોજપુરી સિંગર પવન સિંઘ અને અભિનેત્રી કાજલ નિષાદનો સમાવેશ થાય છે. બીજી તરફ મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જી, કોંગ્રેસ નેતા મનીષ તિવારી, વિક્રમાદિત્ય સિંઘ, મુખ્તાર અન્સારીનો ભાઈ અફઝલ અન્સારી પણ ચૂંટણી મેદાને છે.

    - Advertisement -

    અંતિમ ચરણમાં કુલ 10.06 કરોડ મતદાતાનો મતદાન કરશે, સાંજે 5 કલાકે મતદાન પૂર્ણ થવાની સાથે 17 એપ્રિલથી શરૂ થયેલી લોકસભા ચૂંટણી 2024ની પણ પૂર્ણાહુતિ થઈ જશે. સાથે એ પણ નોંધવા જેવુ છે કે, 4 જૂન, 2024ના રોજ લોકસભા ચૂંટણી 2024નું પરિણામ પણ જાહેર કરવામાં આવશે. પરિણામ જાહેર થયાની સાથે જ નવી સરકારના ગઠનની પ્રક્રિયા પણ તેજ થઈ જશે. વિશ્વના તમામ દેશોની નજર પણ ભારતના પરિણામ પર રહેશે. ત્યારબાદ શપથ ગ્રહણ અને તે સિવાય અનેક બંધારણીય વિધિઓનો દોર શરૂ થશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં