Saturday, April 27, 2024
More
    હોમપેજદેશ'35 36 ટુકડાઓમાં મોટી વાત નથી, મગજ ખરાબ હોય તો થઇ જાય...

    ’35 36 ટુકડાઓમાં મોટી વાત નથી, મગજ ખરાબ હોય તો થઇ જાય આવું’: બુલંદશહેરના રાશિદ ખાને શ્રદ્ધા હત્યાકાંડ પર કહ્યું કે તે પણ કરી શકે છે કોઈના ટુકડા

    સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહેલ વિડીયોમાં જયારે રિપોર્ટર રાશિદને પૂછે છે કે આવી રીતે કોઈના ટીકડા કરી દેવાની ટ્રેનિંગ ક્યાંથી મળે છે, તો તે એકપણ ક્ષણનો વિલંભ કર્યા વગર જણાવે ચ એકે, 'આમાં ટ્રેનિંગની શું જરૂર? એક છરી લો અને ફેરવતા જાવ.'

    - Advertisement -

    હમણાં જયારે આખો દેશ શ્રદ્ધા વોકરની ઘાતકી હત્યાને અંજામ આપનાર આફતાબ અમીન પૂનાવાલા તરફ પોતાનો રોષ દર્શાવી રહ્યો છે, તે જ સમયે, કેટલાક લોકો તેના સમર્થનમાં જોવા મળી રહ્યા છે. આવા જ એક વ્યક્તિનો વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. આ વીડિયોમાં એક કટ્ટરપંથી વ્યક્તિ પત્રકારને કહી રહ્યો છે કે “જો તેને ગુસ્સો આવે તો વ્યક્તિના 35 અથવા તો 36 ટુકડા થઈ જઈ શકે છે. જો તેને કોઈની સાથે ઝઘડો થાય તો પણ તે આવું કરી શકે છે.”

    વીડિયોમાં સાંભળી શકાય છે કે યુવક ફરી કહે છે કે “જો કોઈ માણસનું દિમાગ ખરાબ હોય તો તે કોઈના પણ 35 કે 36 ટુકડા કરી દે છે.” જ્યારે પત્રકારે તેને પૂછ્યું કે તેને આ ટ્રેનિંગ ક્યાંથી મળે છે તો યુવક કહે છે કે “આમાં ટ્રેનિંગની શું જરૂર છે. છરી લો અને કાપવા લાગી જાવ.”

    પત્રકાર રાશિદને કહે છે કે તમને અનુભવ હોય એવું લાગે છે. આ માટે તે કહે છે, “હા મને અનુભવ છે. જો મારે કોઈ સાથે ઝઘડો થાય તો હું તેને દાટી દઈશ. દોસ્તી થોડી કરીશ, પણ આવું… જેની સાથે ઝઘડો થશે તેની સાથે જ કરીશ. ગુસ્સો આવે તો આવું થઇ શકે છે.”

    - Advertisement -

    આફતાબના જઘન્ય અપરાધને યોગ્ય ઠેરવનાર આ યુવકનું નામ રાશિદ ખાન છે. તેની ક્લિપ સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહી છે. આમાં, આફતાબની ભૂલ સ્વીકારવાને બદલે, તે સામાન્ય રીતે કહી રહ્યો છે, “તેણે ખોટું કર્યું કે સાચું, તેણે તેના 35 ટુકડા કર્યા હશે. જો વધુ ન કર્યું હોત તો 35 કર્યું હોત. એમાં બંનેની ભૂલ હોવી જોઈએ. એક ગયો. બીજો પણ જતો રહેશે.”

    નોંધનીય છે કે આફતાબના સમર્થનમાં આવેલા રાશિદ ખાનના આ વીડિયો પછી લોકો તેની ધરપકડની માંગ કરી રહ્યા છે. પરંતુ રાશિદ ખાન એકમાત્ર એવો વ્યક્તિ નથી જેણે આફતાબના ગુનાને યોગ્ય ઠેરવીને શ્રદ્ધાની હત્યાની ખુલ્લેઆમ મજાક ઉડાવી હતી.

    તે સાથે જ નેટીઝન્સે આ વિડીયો પર પોતાના પ્રતિભાવ પણ આપ્યા હતા. તેમાંથી કેટલાક પ્રતિભાવ આ રહ્યા.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં