Tuesday, March 31, 2026
More
    હોમપેજદેશમોહરમના જુલૂસમાં આવેલ ઇસ્લામીઓએ કર્યો મહાવીર મંદિર પર હુમલો: તાજીયાની ભીડે કર્યો...

    મોહરમના જુલૂસમાં આવેલ ઇસ્લામીઓએ કર્યો મહાવીર મંદિર પર હુમલો: તાજીયાની ભીડે કર્યો હિંદુઓ-પોલીસ પર પથ્થરમારો, 20 થયા ઘાયલ

    પોલીસ અને સ્થાનિક પ્રશાસને હિંસામાં સામેલ તમામ લોકો સામે કડક કાર્યવાહીનું આશ્વાસન આપ્યું છે. હાલ વાતાવરણ તંગ છે પરંતુ ભારે પોલીસ બંદોબસ્ત બાદ પરિસ્થિતિ નિયંત્રણમાં છે.

    - Advertisement -

    બિહારના કટિહારમાં (Katihar, Bihar) નીકળેલા તાજીયાના એક જુલૂસ દરમિયાન કટ્ટરપંથીઓ દ્વારા સ્થાનિક હિંદુ મંદિર અને રહીશો પર પથ્થરમારો કરી માહોલ બગાડવાનો મામલો સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ કટિહારમાં 6 જુલાઈ 2025ની બપોરે મોહરમનું જુલૂસ (Muharram procession) નીકળ્યું હતું. જેમાંથી કેટલાક કટ્ટરપંથીઓએ નવા ટોલનાકા પર આવેલા મહાવીર મંદિર (Mahavir Mandir) પર પથ્થરમારો (Stone Pelting) શરૂ કર્યો હતો. સ્થાનિકોના જણાવ્યા અનુસાર વોર્ડ નંબર 34 અને 35માંથી નીકળેલા મોહરમના જુલૂસ બાદ આચાનક આ પથ્થરમારો શરૂ થયો હતો. જે પછી મામલો બીચકતા પોલીસ પ્રશાસનને ઘટના સ્થળે દોડી આવું પડ્યું હતું. 

    આ મામલે ઑપઇન્ડિયા સાથેની વાતચીત દરમિયાન સ્થાનિક લોકોએ જણાવ્યું કે, શરૂઆતમાં મોહરમનું જુલૂસ શાંતિથી નીકળ્યું, પરંતુ નવા ટોલનાકા સુધી પહોંચતા જ તે ભડકી ઉઠ્યું, અને મંદિર સહિત આસપાસના લોકો પર પથ્થરમારો શરૂ કરી દીધો. સ્થાનિકોએ હુમલાની ઘટનાના વિડીયો ઉતારી લીધા હતા. 

    વિડીયોમાં સ્પષ્ટ દેખાઈ આવે છે કે કટ્ટરપંથીઓનું એક ટોળું મંદિર પર પથ્થર ફેંકી રહ્યું છે. મંદિરની સાથોસાથ તેઓએ ઘટના-સ્થળ પર હાજર પ્રાઇવેટ વાહનો અને ઘરોને પણ નુકશાન પહોચાડ્યું હતું. આ પથ્થરમારાની ઘટનામાં સ્થાનિક હિંદુઓ સાથે હાજર પોલીસકર્મીઓ પર ઘાયલ થયા હતા. મામલો વધુ ઉગ્ર બનતા નવા ટોલ નાકાથી લઇ પાણીની ટાંકી ચોક, દોલતરામ ચોક અને આઝાદ ચોક સુધી હિંસા ફેલાઈ હતી.  

    - Advertisement -

    કટ્ટરપંથીઓની હિંસા, કેમેરામાં થઇ કેદ

    સ્થાનિકોનું માનવું છે કે, મોહરમ જુલૂસના નામ પર કટ્ટરપંથીઓ દ્વારા વિસ્તારમાં હિંસા ફેલાવવામાં આવી રહી છે. અચાનક ફાટે નીકળેલી હિંસાને સ્થાનિક લોકોએ પોતાના ઘરોમાંથી મોબાઈલમાં કેદ કરી લીધી હતીં. પથ્થરમારાની ઘટનાના 2-3 વિડીયો સામે આવ્યા હતા. જેમાં એક વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, ઇસ્લામવાદી કટ્ટરપંથીઓ સામાન્ય લોકો સહિત પોલીસ કર્મીઓ પર મોટી-મોટી ઇંટો અને પથ્થરો ફેંકી રહ્યા છે.

    બીજા એક વિડીયોમાં મહાવીર મંદિરની નજીક ઉભેલા સ્થાનિક લોકોને મારવા માટે લાકડી-દંડા સાથે કટ્ટરપંથીઓ દોડી આવતા દેખાય છે. ત્રીજા વિડીયોમાં દેખાય છે કે, મહાવીર મંદિરની નજીક કેટલાક કટ્ટરપંથીઓ તોડફોડ કરી રહ્યા છે,અને તમામના હાથમાં લાકડી-ડંડા છે.

    આ મામલે હવે પોલીસની પ્રતિક્રિયા સામે આવી છે. પોલીસે સ્થાનિકોને પોતાના ઘરમાં રહેવા અને સોશિયલ મીડિયામાં કોઈપણ પ્રકારની અફવા ન ફેલાવવા અપીલ કરી હતી. આ ઉપરાંત ડીએમ મનીષ કુમાર મીણા અને એસપી વૈભવ કુમાર શર્મા પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. આ અંગે બિહાર ગૃહ મંત્રાલયે એક એડવાયઝરી પણ જાહેર કરી છે. જેમાં આ ઘટનાની ખોટી અને ભ્રામક માહિતી ફેલાવનાર સામે કાયદાકીય કાર્યવાહી કરવાની સુચના આપવામાં આવી છે. પોલીસે સ્થિતિને ધ્યાનમાં રાખતા સમગ્ર કટિહારમાં ઇન્ટરનેટ સેવા બંધ કરી દીધી છે. 

    પોલીસ અને સ્થાનિક પ્રશાસને હિંસામાં સામેલ તમામ લોકો સામે કડક કાર્યવાહીનું આશ્વાસન આપ્યું છે. હાલ વાતાવરણ તંગ છે પરંતુ ભારે પોલીસ બંદોબસ્ત બાદ પરિસ્થિતિ નિયંત્રણમાં છે.

    ઉલ્લેખનીય છે કે, કટ્ટરપંથીઓ દ્વારા કરવામાં આવેલા પથ્થરમારાના હુમલામાં સામાન્ય લોકો સહિત પોલીસકર્મીઓ પણ તેના ભોગ બન્યા હતા. હુમલાની ઘટનામાં પોલીસકર્મીઓ સહિત 20થી વધુ લોકો ઘાયલ થયા હતા. ઘટના બાદ ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી તારકિશોર પ્રસાદ અને એમએલસી અશોક અગ્રવાલ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. જોકે, સ્થાનિક લોકોનો આરોપ છે કે પોલીસની નબળી કાયદા વ્યવસ્થાના કારણે કટ્ટરપંથીઓના તોફાનો વધ્યા હતા. ઘટના બાદ ડીએસપી અને શહેરના ધારાસભ્ય વિસ્તારમાં કેમ્પિંગ કરી રહ્યા છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં