હોમપેજગુજરાતજૂની અદાવત, હિંદુ પરિવાર પર હુમલો અને પથ્થરમારો, શાહરૂખ સહિતના ટોળા સામે...

જૂની અદાવત, હિંદુ પરિવાર પર હુમલો અને પથ્થરમારો, શાહરૂખ સહિતના ટોળા સામે FIR: સાણંદના કલાણામાં શું બન્યું હતું?

ઑપઇન્ડિયા પાસે FIR ઉપલબ્ધ છે. 29 ડિસેમ્બરના રોજ સાણંદ GIDC પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ બાદ શાહરૂખ ખાન, મોઇનખાન, લિયાકત સહિત કુલ 22 મુસ્લિમ શખ્સો સામે FIR નોંધવામાં આવી હતી. કલાણાના 17 વર્ષીય સગીરની ફરિયાદ પર આ FIR દાખલ કરવામાં આવી છે.

- Advertisement -

અમદાવાદના સાણંદ તાલુકાના કલાણા ગામમાં છેલ્લા બે દિવસથી અશાંતિનો માહોલ છે. જૂની અદાવતમાં ગામના અમુક માથાભારે મુસ્લિમ શખ્સોએ એક હિંદુ પરિવાર પર હુમલો કરી દેતાં પરિસ્થિતિ વણસી હતી અને વાત પથ્થરમારા સુધી પહોંચી હતી. સોશિયલ મીડિયા પર અમુક વિડીયો પણ વાયરલ થયા છે, જેમાં પથ્થર ફેંકાતા જોઈ શકાય છે. ઘટના બાદ પોલીસે સામસામી ફરિયાદો લઈને FIR દાખલ કરી છે. ગામમાં પોલીસ અને CRPFની ટીમો ઉતારી દેવામાં આવી છે.

ઑપઇન્ડિયા પાસે FIR ઉપલબ્ધ છે. 29 ડિસેમ્બરના રોજ સાણંદ GIDC પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ બાદ શાહરૂખ ખાન, મોઇનખાન, લિયાકત સહિત કુલ 22 મુસ્લિમ શખ્સો સામે FIR નોંધવામાં આવી હતી. કલાણાના 17 વર્ષીય સગીરની ફરિયાદ પર આ FIR દાખલ કરવામાં આવી છે.

ફરિયાદમાં શું કહેવાયું?

ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે લગભગ એક વર્ષ પહેલાં ગામમાં હિંદુ ઠાકોર સમુદાય અને મુસ્લિમ સમુદાયના અમુક માણસો વચ્ચે નાની-મોટી વાતે ઝઘડો થયો હતો. જે બાબતે લાંબા સમયથી ચાલતા વિખવાદ બાદ લગભગ એક મહિના પહેલાં બંને સમુદાયના અગ્રણીઓએ મળીને સમાધાન કરાવ્યું હતું.

- Advertisement -

ફરિયાદ અનુસાર, ઘટનાના દિવસે ફરિયાદી સગીર તેના એક મિત્ર સાથે ગામના પાદરે બેઠો હતો ત્યારે ત્યાં ગામનો શાહરુખ ખાન આવી પહોંચ્યો અને માથાકૂટ કરવા માંડ્યો હતો. શાહરૂખે ગાળાગાળી કરવા માંડતા સગીરે મોબાઈલ કાઢીને વિડીયો ઉતારવાનો શરૂ કરી દીધો, જેનાથી ઉશ્કેરાઈ જઈને શાહરૂખે હિંદુ સગીરના હાથમાંથી મોબાઈલ ઝૂંટવી લઈને તેને એક લાફો મારી દીધો હતો અને ત્યારબાદ મારી નાખવાની ધમકી આપીને ત્યાંથી ચાલ્યો ગયો હતો.

ફરિયાદી સગીરે ઘરે આવીને સમગ્ર ઘટનાક્રમ જણાવતાં તેના ઘરના અમુક સભ્યો અને અન્ય માણસો શાહરુખને સમજાવવા માટે ગયા હતા, પણ ત્યાં પણ શાહરુખના પરિવારે તેમને (જેમાં અમુક મહિલાઓ પણ હતી) ગાળો ભાંડી હતી.

આરોપ છે કે ત્યારબાદ શાહરૂખ અને અન્ય લગભગ વીસ-પચ્ચીસેક મુસ્લિમ શખ્સો હાથમાં લાકડી-દંડા લઈને ધસી આવ્યા હતા અને હિંદુ પરિવાર પર હુમલો કરી દીધો હતો. પછીથી ટોળાએ પથ્થર ફેંક્યા હતા અને ઉત્પાત મચાવ્યો હતો. ઘટનામાં ઠાકોર પરિવારના વૃદ્ધો અને મહિલાઓને ઈજા પહોંચી હતી, જેમને પછીથી હૉસ્પિટલ ખસેડાયા હતા.

આ આરોપીઓ વિરુદ્ધ નોંધાઈ FIR

પછીથી પોલીસ આવી પહોંચતાં સ્થિતિ નિયંત્રણમાં આવી હતી. પોલીસે ફરિયાદના આધારે સાણંદ GIDC પોલીસ મથકે શાહરૂખ અને ટોળા વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 115(2), 352, 351(3), 189(2), 191(2), 190, 194(2), 324(2) અને 125(a) હેઠળ ગુનો દાખલ કરીને આગળની તપાસ શરૂ કરી હતી.

બીજી તરફ સામે પક્ષે એક મુસ્લિમ મહિલાએ ઠાકોર સમુદાયના અમુક માણસો વિરુદ્ધ મારામારી કરવાની ફરિયાદ આપી છે, જેની ઉપર પણ પોલીસ કાર્યવાહી કરી રહી છે.

સમગ્ર ઘટના સોમવારે (29 ડિસેમ્બર) રાત્રે બની હતી. ત્યારબાદ મંગળવારે બંને જૂથો ફરી સામસામે આવી ગયાં હતાં અને પથ્થરમારો થયો હતો. પછીથી પોલીસનો કાફલો ગામમાં આવી પહોંચ્યો અને કૉમ્બિંગ હાથ ધર્યું હતું. બીજી તરફ કાર્યવાહીના ડરે આરોપીઓ ઘર છોડીને ગામનાં ખેતરોમાં ભાગી ગયા હતા, જ્યાં ડ્રોન વડે શોધી-શોધીને ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે આ મામલે 42ની ધરપકડ કરી હોવાનું જાણવા મળ્યું છે.

પરિસ્થિતિ જોતાં પોલીસ અને CRPFની ટુકડીઓ ગામમાં તહેનાત કરી દેવામાં આવી હતી. હાલ ગામમાં શાંતિ છે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં