Sunday, May 5, 2024
More
    હોમપેજગુજરાત‘રાષ્ટ્રધર્મ અમારા માટે પ્રથમ, વિરોધ માત્ર રૂપાલાનો, મોદી કે ભાજપનો નહીં’: દક્ષિણ...

    ‘રાષ્ટ્રધર્મ અમારા માટે પ્રથમ, વિરોધ માત્ર રૂપાલાનો, મોદી કે ભાજપનો નહીં’: દક્ષિણ ગુજરાતના ક્ષત્રિય આગેવાનો સી. આર પાટીલને મળ્યા, BJPને સમર્થન આપ્યું

    આગેવાનોએ જણાવ્યું છે કે તેમનો રોષ અને વિરોધ મર્યાદિત રાખીને અમે પીએમ મોદીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીનું સમર્થન કરીશું. સાથે તેમણે તેમની સાથે જોડાયેલા આગેવાનોને પણ વિનંતી કરી છે. તેઓ ખૂલીને બહાર આવ્યા છે, જે બદલ તેમનું સ્વાગત પણ કરીએ છીએ: પાટીલ

    - Advertisement -

    પરષોત્તમ રૂપાલા સામે ચાલતા ક્ષત્રિય આંદોલન વચ્ચે ગુરુવારે (25 એપ્રિલ) સુરતમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર પાટીલ અને ક્ષત્રિય સમાજના અમુક અગ્રણીઓ વચ્ચે બેઠક મળી હતી અને જેમાં આગેવાનોએ જણાવ્યું કે તેમનો વિરોધ પરષોત્તમ રૂપાલા પૂરતો સીમિત રહેશે અને ભારતીય જનતા પાર્ટી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેઓ પૂરેપૂરું સમર્થન આપશે. બેઠક બાદ સી. આર પાટીલે નાનકડી પ્રેસ કૉન્ફરન્સ પણ સંબોધી હતી. 

    ભાજપ પ્રમુખ પાટીલે કહ્યું કે, આજે જે 108 ક્ષત્રિય સમાજના અગ્રણીઓ અહીં આવ્યા છે તેમણે રાજકોટના ક્ષત્રિય સમાજના સંમેલનમાં પણ હાજરી આપી હતી. પરંતુ તેમનું સ્પષ્ટ માનવું છે કે આ રોષ રૂપાલા સામે છે. તેમને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે કોઇ વાંધો નથી. આ દેશના અને રાજ્યના વિકાસમાં તેમનું યોગદાન ભૂલી શકાય નહીં. જેથી તેઓ ભારતીય જનતા પાર્ટીનું સમર્થન કરે છે અને પીએમ મોદી પ્રત્યે પણ તેમને ખૂબ સન્માન છે.”

    તેમણે જણાવ્યું કે, આ અગ્રણીઓ તેમને સામેથી મળવા માટે આવ્યા હતા. તેમણે ઉમેર્યું કે, “આગેવાનોએ જણાવ્યું છે કે તેમનો રોષ અને વિરોધ મર્યાદિત રાખીને અમે પીએમ મોદીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીનું સમર્થન કરીશું. સાથે તેમણે તેમની સાથે જોડાયેલા આગેવાનોને પણ વિનંતી કરી છે. તેઓ ખૂલીને બહાર આવ્યા છે, જે બદલ તેમનું સ્વાગત પણ કરીએ છીએ.”

    - Advertisement -

    ક્ષત્રિય સમાજ વિશે પાટીલે કહ્યું કે, “આ સમુદાયનો ઇતિહાસ રહ્યો છે કે તેઓ તેમના શરણે આવેલાનું પણ રક્ષણ કરે છે. તેઓ ક્ષમા આપવા માટે જાણીતા છે. તેમની લાગણીને ઠેસ પહોંચે ત્યારે તેના પ્રત્યાઘાત પણ પડે તે સ્વભાવિક છે. પરંતુ આજે તેમણે જે રીતે વડાર્પધાન મોદી અને ભાજપનું સમર્થન કર્યું છે તે માટે હું સૌનો આભાર માનું છું.” 

    બેઠકમાં હાજર અગ્રણી શૈલેન્દ્રસિંહે જણાવ્યું કે, પરષોત્તમ રૂપાલા સાહેબે ભૂતકાળમાં જે નિવેદન આપ્યું હતું તેને અમે વખોડીએ છીએ અને આ બાબતે અમારો વિરોધ છે, પણ ક્ષત્રિય તરીકે અમારો રાષ્ટ્રધર્મ પણ પહેલાં આવે છે. અમે કાયમ ભારતીય જનતા પાર્ટીને સમર્થન આપ્યું છે અને ભવિષ્યમાં પણ સમર્થન આપતા રહીશું. આ બાબતે અમારે ભાજપ સરકાર સાથે કોઇ વિરોધ નથી.” તેમણે આગળ ઉમેર્યું કે, “અમે સત્ય સાથે રહીશું, બાકી અમે પૂર્વગ્રહો સાથે લઈને ચાલતા નથી કે કોઈનો વિરોધ કરતા નથી. રૂપાલા સાહેબે જે નિવેદન આપ્યું છે, તેમની સાથે વિરોધ રહેશે. બાકી ભાજપ સરકાર સાથે છીએ અને સાથે જ રહીશું.”

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં