Wednesday, March 5, 2025
More
    હોમપેજસંપાદકની પસંદઅમદાવાદમાં રમઝાન દરમિયાન અલ અદીસ અને શિયા મુસલમાનો વચ્ચે ઘર્ષણ, ઉડ્યા પથ્થર:...

    અમદાવાદમાં રમઝાન દરમિયાન અલ અદીસ અને શિયા મુસલમાનો વચ્ચે ઘર્ષણ, ઉડ્યા પથ્થર: શાહપુરની એહમદી અને બિસ્મિલ્લા મસ્જિદ વચ્ચે પહેલા અઝાન કરવાને લઈને વકર્યો હતો વિવાદ

    ઑપઇન્ડિયા પાસે આ વિડીયો પહોંચતા અમે તેના મૂળ સુધી પહોંચીને તેની સત્યતા અને સમય જાણવાનો પ્રયત્ન કર્યો હતો. આ પ્રયત્નના ભાગ રૂપે અમદાવાદ પોલીસનો પણ સંપર્ક કરવામાં આવ્યો હતો.

    - Advertisement -

    હાલ ઇસ્લામમાં પવિત્ર ગણાતો એવો રમઝાન (Ramzan/Ramdan) મહિનો ચાલી રહ્યો છે. તેવામાં દેશના ખૂણેખૂણેથી મુસ્લિમોની (Clash b/w Muslim Castes) જ જુદી જુદી જાતિઓ એકબીજા સાથે બાખળતી હોય તેવા વિડીયો સામે આવી રહ્યા છે. આવો જ એક વિડીયો અમદાવાદના (Ahmedabad Viral Video) નામે પણ વાયરલ થયો હતો. જે બાબતે ઑપઇન્ડિયાએ તપાસ કરતા હવે તેનું સત્ય સામે આવ્યું છે.

    છેલ્લા 2 દિવસથી જુદા જુદા સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઈ રહ્યો હતો જેમાં કોઈ મસ્જિદ પાસે મુસ્લિમ સમાજના બે સમૂહ વચ્ચે જોરદાર ઘર્ષણ થતું દેખાય રહ્યું હતું. વિડીયોના અંત ભાગમાં પથ્થરમારો પણ થતો દેખાય રહ્યો હતો. સાથે જ વિડીયોમાં લખવામાં આવ્યું હતું કે કે આ કર્ણાવતી અમદાવાદનો વિડીયો છે પરંતુ તે બાબતે કોઈ નક્કર માહિતી જોડાયેલી નહોતી કે વિડીયો ક્યારનો અને ક્યાંનો છે.

    ઑપઇન્ડિયા પાસે આ વિડીયો પહોંચતા અમે તેના મૂળ સુધી પહોંચીને તેની સત્યતા અને સમય જાણવાનો પ્રયત્ન કર્યો હતો. આ પ્રયત્નના ભાગ રૂપે અમદાવાદ પોલીસનો પણ સંપર્ક કરવામાં આવ્યો હતો.

    - Advertisement -

    અમદાવાદ પોલીસે આ વિડીયો બાબતે વાત કરતા ઑપઇન્ડિયાને જણાવ્યું, “આ વિડીયો 2 માર્ચ 2025 એટલે કે ગત રવિવારે સાંજે 6:30 છે. અમદાવાદના શાહપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી એહમદી (Ahmadiyya Muslim) અને બિસ્મિલ્લા મસ્જિદ વચ્ચે પહેલા અઝાન (Azan) કરવા મુદ્દે ઘર્ષણ થયું હતું. જે બાદ મુસ્લિમ સમાજની બે જાતિઓ અલ અદીસ (Al Addis) અને શિયા (Shia) સામા સામે આવી ગઈ હતી અને બાખળવા માંડી હતી.”

    પોલીસે આગળ જણાવ્યું હતું કે બાદમાં બંને વચ્ચે સમાધાન થઈ ગયું હતું. અમદાવાદ પોલીસે આપેલી માહિતી મુજબ આ વિડીયોની સત્યતા અને તે અમદાવાદનો હોવાનું સાચું સાબિત થયું હતું. સાથે જ તે આ રમઝાન મહિનાનો જ હોવાનું પણ સામે આવ્યું હતું.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં