Thursday, July 10, 2025
More
    હોમપેજગુજરાત‘પાણી પીધું એટલે માર્યો, મનુવાદી સમાજવ્યવસ્થા જવાબદાર’: બાળકના ફોટાના આધારે સોશિયલ મીડિયા...

    ‘પાણી પીધું એટલે માર્યો, મનુવાદી સમાજવ્યવસ્થા જવાબદાર’: બાળકના ફોટાના આધારે સોશિયલ મીડિયા પર થઈ રહ્યો છે જે દાવો, તેની હકીકત જાણો

    દાવો કરતા લખવામાં આવ્યું છે કે, "પાણી લીધું એમાં આટલો માર્યો.. વિચાર કરો. મનુવાદી સમાજવ્યવસ્થા ભારતને ઊધઈની જેમ ખાઈ રહી છે." વધુમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, આ ઘટનાનો વિરોધ કરવા પર દેશદ્રોહી ગણાવી દેવામાં આવે છે.

    - Advertisement -

    સોશિયલ મીડિયા (Social Media) પર અવારનવાર ફેક ન્યૂઝ (Fake News) ફેલાવીને કે ભ્રામક માહિતી પીરસીને એક સમુદાય કે માન્યતાને ટાર્ગેટ કરી પ્રોપગેન્ડા ફેલાવવાના પ્રયાસો થતાં રહ્યા છે. આવો જ એક પ્રયાસ ફરી કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર એક લોહીલુહાણ બાળકનો ફોટો પોસ્ટ કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, બાળકે પાણી પીધું તેના કારણે ‘મનુવાદીઓ’ એ તેને માર માર્યો છે. આ સાથે જ તે ઘટના માટે ‘મનુવાદી વ્યવસ્થા’ને જવાબદાર ઠેરવવાના પ્રયાસો પણ કરવામાં આવ્યા છે.

    સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ‘Mahidabhi143’ યુઝરનેમ સાથેના હેન્ડલે એક પોસ્ટ કરી હતી. પોસ્ટમાં એક ફોટો પણ જોઈ શકાય છે. જેમાં એક બાળકને અર્ધનગ્ન સ્થિતિમાં દર્શાવવામાં આવ્યો છે અને શરીર પર ઘણાં ઈજાનાં નિશાનો પણ જોવા મળી રહ્યાં છે. આ સાથે જ બાળકની સ્થિતિ પણ લોહીલુહાણ જોવા મળી રહી છે. આ ફોટાને પોસ્ટ કરીને તે ભારતનો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

    X હેન્ડલે કેપશનમાં પણ વિવાદિત લખાણ લખ્યું છે. દાવો કરતા લખવામાં આવ્યું છે કે, “પાણી લીધું એમાં આટલો માર્યો.. વિચાર કરો. મનુવાદી સમાજવ્યવસ્થા ભારતને ઊધઈની જેમ ખાઈ રહી છે.” વધુમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, આ ઘટનાનો વિરોધ કરવા પર દેશદ્રોહી ગણાવી દેવામાં આવે છે. જોકે, સોશિયલ મીડિયા યુઝરે તે પોસ્ટ ડિલીટ કરી નાખી છે, પરંતુ તેના સ્ક્રીનશોટ પણ સોશિયલ મીડિયામાં ફરી રહ્યા છે.

    - Advertisement -

    શું છે વાયરલ થયેલા તે ફોટાની હકીકત?

    વાયરલ થઈ રહેલા ફોટાની તપાસ કરવામાં આવી તો જાણવા મળ્યું કે, તે ફોટો ભારતનો નથી. સોશિયલ મીડિયા પોસ્ટ પર અપલોડ કરવામાં આવેલી તે તસવીર 2020થી યમનના અલ-મહવિતમાં એક બાળક સાથે તેના પિતા દ્વારા કરવામાં આવેલી મારપીટના સમાચારોમાં પ્રકાશિત કરવામાં આવી હતી. આ ફોટો 5 ઑક્ટોબર, 2020ના રોજ એક અરબી ભાષાના યમની ન્યૂઝ વેબસાઇટ પર પ્રકાશિત કરવામાં આવ્યો હતો.

    તે યમની રિપોર્ટમાં લખવામાં આવ્યું હતું કે, “અલ મહવિતમાં ગવર્નરેટમાં પોલીસે રશીદ મુહમ્મદ અલ-કાહિલી નામની 40 વર્ષીય વ્યક્તિની પોતાના 14 વર્ષના બાળકને પ્રતાડિત કરવાના આરોપમાં ધરપકડ કરી છે.” આ સાથે જ લોહીલુહાણ બાળકનો તે ફોટો પણ આ સમાચાર વેબસાઇટ પર સરળતાથી મળી આવે છે.

    નિષ્કર્ષ- પોસ્ટમાં પ્રોપગેન્ડા ફેલાવવાના આશયથી શેર કરવામાં આવેલો તે ફોટો ભારતનો નથી, પરંતુ યમનના એક મુસ્લિમ બાળકનો છે. તે બાળકને તેના પિતા દ્વારા માર માર્યો હોવાના સમાચાર આજથી 5 વર્ષ પહેલાં વર્ષ 2020માં પ્રકાશિત થયા હતા. તે ફોટાનો સંબંધ કોઈ ભારતીય બાળક કે ‘મનુવાદી’ વ્યવસ્થા સાથે નથી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં