Sunday, April 13, 2025
More
    હોમપેજરાજકારણ'10મા ધોરણની બોર્ડ પરીક્ષામાં 157 શાળાઓમાંથી એક પણ વિદ્યાર્થી ન થયો પાસ':...

    ’10મા ધોરણની બોર્ડ પરીક્ષામાં 157 શાળાઓમાંથી એક પણ વિદ્યાર્થી ન થયો પાસ’: પરિણામ પહેલા જ ગુજરાત મોડલને ટાર્ગેટ કરી અખિલેશ યાદવ અને કેજરીવાલે ફેલાવ્યા ભ્રામક સમાચાર, અહીં જાણો હકીકત

    ન માત્ર અખિલેશ યાદવ, આવા જ ભ્રામક દાવા સાથે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને AAPના સંયોજક અરવિંદ કેજરીવાલ પણ મેદાનમાં ઉતરી આવ્યા હતા. તેમણે પણ અખિલેશ યાદવની પોસ્ટને રિપોસ્ટ કરીને જ્ઞાન પીરસવાનું શરૂ કરી દીધું હતું.

    - Advertisement -

    સમાજવાદી પાર્ટીના (SP) અધ્યક્ષ અને સાંસદ અખિલેશ યાદવે (Akhilesh Yadav) હમણાં એક સોશિયલ મીડિયા પોસ્ટ કરીને વિવાદને જન્મ આપ્યો છે. તેમણે ગુજરાત એજ્યુકેશન બોર્ડની (Gujarat Education Board) 10મા ધોરણની બોર્ડ પરીક્ષાને લઈને મોટો દાવો કર્યો છે. તેમણે એક પોસ્ટ કરીને કહ્યું છે કે, ગુજરાતમાં 157 શાળાઓમાં 10મા ધોરણની બોર્ડ પરીક્ષામાં એક પણ વિદ્યાર્થી પાસ નથી થયો. વધુમાં તેમણે ભાજપ સરકારના ગુજરાત મોડલ પર પણ સવાલ ઉઠાવ્યા હતા.

    આ ઉપરાંત તેમણે પોસ્ટ સાથે DNAના એક આર્ટીકલનો ફોટો પણ શેર કર્યો હતો. તે લેખ જૂનો હોવાનું સામે આવ્યું છે. તે લેખના એક કટિંગના આધારે અખિલેશ યાદવે આરોપ લગાવી દીધો હતો કે, 10મા ધોરણની બોર્ડ પરીક્ષામાં 157 શાળાઓના કોઈ વિદ્યાર્થીઓ પાસ નથી થયા. આ સાથે તેમણે એવું પણ કહ્યું કે, “ભાજપ હટાવીશું, ભવિષ્ય બચાવીશું.”

    ન માત્ર અખિલેશ યાદવ, આવા જ ભ્રામક દાવા સાથે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને AAPના સંયોજક અરવિંદ કેજરીવાલ પણ મેદાનમાં ઉતરી આવ્યા હતા. તેમણે પણ અખિલેશ યાદવની પોસ્ટને રિપોસ્ટ કરીને જ્ઞાન પીરસવાનું શરૂ કરી દીધું હતું. વધુમાં તેમણે કોઈ તપાસ વગર જ ભાજપને અને ગુજરાત સરકારને ટાર્ગેટ કરવાનું શરૂ કરી દીધું હતું.

    - Advertisement -

    તેમણે સોશિયલ મીડિયા પોસ્ટ કરીને કહ્યું કે, “આ ગુજરાત મોડલ છે. આ ભાજપ મોડલ છે, જે તેઓ આખા દેશમાં લાગુ કરવા માંગે છે. આ ડબલ એન્જિન મોડલ છે. આખા દેશને અભણ રાખવા માંગે છે. તમે મને એક રાજ્ય બતાવો જ્યાં તેમની સરકાર હોય અને તેમણે શિક્ષણને ભંગાર ન બનાવ્યું હોય. આ જ મોડલ હેઠળ હવે દિલ્હીની શિક્ષા વ્યવસ્થાને પણ ધ્વસ્ત કરવામાં લાગ્યા છે.”

    શું છે હકીકત?

    સપા નેતા અખિલેશ યાદવ અને AAPના અરવિંદ કેજરીવાલના દાવા બાદ તપાસ કરતા જાણવા મળ્યું કે, ગુજરાત બોર્ડે હજુ સુધી 2025નું પરિણામ જાહેર જ નથી કર્યું. વધુમાં મે મહિનામાં ધોરણ 10 બોર્ડનું પરિણામ જાહેર થાય તેવી શક્યતા છે. આ સાથે જ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ બંને નેતાઓનું ફેક્ટચેક કરી નાખ્યું હતું અને લોકોને વાસ્તવિકતા વિશે જાણ કરી હતી.

    તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને અરવિંદ કેજરીવાલની પોસ્ટ પર પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું હતું કે, “નકલી નેતાથી સાવધાન. મેં આવા નકલી અને ધોખેબાજ નેતાઓ ક્યારેય નથી જોયા. ગુજરાત બોર્ડનું પરિણામ હજુ સુધી જાહેર નથી થયું, પરંતુ શ્રી અખિલેશ યાદવ અને તેમના સહયોગી અરવિંદ કેજરીવાલે સોશિયલ મીડિયા પર ખોટા પરિણામો રજૂ કરી દીધા. આ ખોટી માહિતી ફેલાવવાનો અને જનતાના વલણમાં હેરાફેરી કરવાનો સ્પષ્ટ પ્રયાસ છે. આ નેતાઓ પાસે બાળકોને તેમના ગંદા રાજકારણમાં ખસેડવાનો કોઈ અધિકાર નથી.”

    નિષ્કર્ષ- અખિલેશ યાદવ અને અરવિંદ કેજરીવાલે કરેલા ભ્રામક દાવા સંપૂર્ણપણે ખોટા છે. કારણ કે, હજુ સુધી ગુજરાત બોર્ડનું પરિણામ જાહેર થયું નથી. તેથી સાબિત થાય છે કે, આ નેતાઓએ જૂના ફરફરિયાના આધારે આજથી સ્થિતિમાં ગુજરાત સરકારને ટાર્ગેટ કરવાનો વ્યર્થ પ્રયાસ કર્યો હતો.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં