Tuesday, June 10, 2025
More
    હોમપેજમિડિયા'પાકિસ્તાનના કબજામાં ભારતીય મહિલા પાયલોટ…!': અલ-જઝીરાએ ચલાવ્યો પ્રોપગેન્ડા, આતંકી દેશે આપી આપી...

    ‘પાકિસ્તાનના કબજામાં ભારતીય મહિલા પાયલોટ…!’: અલ-જઝીરાએ ચલાવ્યો પ્રોપગેન્ડા, આતંકી દેશે આપી આપી હવા- અહીં જાણો એ હકીકત જે પાકી સેનાએ પણ સ્વીકારી

    'અલ જઝીરા'ના દાવા બાદ પાકિસ્તાની સોશિયલ મીડિયા યુઝર્સે આ દાવાને ચગાવ્યો હતો. જોકે, ન તો અલ જઝીરાએ અને ન તો પાકિસ્તાની સેનાએ રાફેટ જેટને તોડી પાડવાના અને શિવાની સિંઘને પકડવાના કોઈ પુરાવા આપ્યા હતા.

    - Advertisement -

    ભારત-પાકિસ્તાન સંઘર્ષને (India-Pakistan conflict) લઈને પાકિસ્તાને આખા દેશમાં જુઠ્ઠાણું ચલાવ્યું હતું. જોકે, તેમાં કોઈ નવાઈ નથી. પાકિસ્તાન હંમેશાથી જ આવી હરકતો કરતું આવ્યું છે. પોતાની શિક્ષણ વ્યવસ્થામાં ભારત સાથેના બધા યુદ્ધ જીતવાનો પ્રોપગેન્ડા (Propaganda) પણ પાકિસ્તાને રચ્યો હતો. આ બધા જુઠ્ઠાણાંને આધાર બનાવીને પાકિસ્તાની સરકાર, સેના અને ત્યાંની જનતા પણ કાલ્પનિક જીતના દાવાને લઈને ઉજવણી કરવા લાગી હતી. પાકિસ્તાનના આ જુઠ્ઠાણાંને ‘કાયમ’ રાખવા માટે વૈશ્વિક ઇસ્લામી-વામપંથી મીડિયા આઉટલેટની પણ મોટી ભૂમિકા છે અને તેમાં એક મોટું નામ ‘અલ જઝીરા’ (Al Jazeera) પણ છે.

    ભારત-પાકિસ્તાનના સમગ્ર સંઘર્ષને લઈને કતર સ્થિત જેહાદી પ્રોપગેન્ડા આઉટલેટ ‘અલ જઝીરા’એ 9 મેના રોજ દાવો કર્યો હતો કે, પાકિસ્તાની સેનાએ ભારતીય વાયુસેનાના રાફેટ પાયલોટ સ્કવાર્ડન લીડર શિવાની સિંઘને (Indian Air Force Women Pilot) પકડી પાડ્યા છે. જોકે, પાકિસ્તાનની સામાન્ય જનતા પણ ‘અલ જઝીરા’ના આ દાવાને ઢાલ બનાવીને સોશિયલ મીડિયા પર ઉછળવા લાગી હતી. પાકિસ્તાની લોકો તો ‘જશ્ન’ના માહોલમાં ઘૂસી ગયા હતા.

    વાસ્તવમાં ‘અલ જઝીરા’ના સંવાદદાતા કમાલ હૈદરે પાકિસ્તાની સેનાના ‘સૂત્રો’નો હવાલો આપીને દાવો કર્યો હતો કે, ભારતીય વાયુસેનાના પાયલોટ શિવાની સિંઘને પાકિસ્તાની સેનાએ કસ્ટડીમાં લીધા છે. વધુમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે, પાકિસ્તાની સેનાએ રાફેલને તોડી પાડ્યા બાદ શિવાની સિંઘને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. ‘અલ જઝીરા’ સ્પષ્ટ રીતે પાકિસ્તાનના પ્રોપગેન્ડા ચલાવ્યા હતા અને ભારતીય વાયુસેના પાસેથી પુષ્ટિ પણ નહોતી કરી.

    - Advertisement -

    ‘અલ જઝીરા’ના દાવા બાદ પાકિસ્તાની સોશિયલ મીડિયા યુઝર્સે આ દાવાને ચગાવ્યો હતો. જોકે, ન તો અલ જઝીરાએ અને ન તો પાકિસ્તાની સેનાએ રાફેટ જેટને તોડી પાડવાના અને શિવાની સિંઘને પકડવાના કોઈ પુરાવા આપ્યા હતા. તેમ છતાં પાકિસ્તાન પાયલોટને પકડવાની કાલ્પનિક ખુશીમાં ‘જશ્ન’ મનાવી રહ્યું હતું.

    શું છે હકીકત? જે પાકિસ્તાની સેનાએ પણ સ્વીકારી

    આ દાવાની હકીકત એ છે કે, 11 મેના રોજ એક પ્રેસ કૉન્ફરન્સ દરમિયાન પાકિસ્તાનના ઇન્ટર-સર્વિસિસ પબ્લિક રિલેશન્સના (ISPR) ડાયરેક્ટર જનરલ અહમદ શરીફ ચૌધરીએ પુષ્ટિ કરી હતી કે, કોઈપણ ભારતીય પાયલોટ કે સૈનિક પાકિસ્તાનની કસ્ટડીમાં નથી. ચૌધરીએ કહ્યું કે, ભારતના મહિલા પાયલોટને પકડી પાડવાના દાવા માત્ર સોશિયલ મીડિયા પર ચાલેલી ચર્ચા છે. વાસ્તવમાં એક રિપોર્ટરના સવાલ પર ચૌધરીએ આ જવાબ આપ્યો હતો.

    નોંધનીય છે કે, પાકિસ્તાની સેના તરફથી સ્વીકારવામાં આવ્યા પહેલાં જ ભારતના પ્રેસ ઇન્ફોર્મેશન બ્યૂરોએ (PIB) અલ જઝીરાનું ફેક્ટ-ચેક કરી નાખ્યું હતું. PIBએ પણ જણાવ્યું હતું કે, કોઈપણ ભારતીય પાયલોટ પાકિસ્તાને પકડ્યો નથી અને કોઈપણ ફાઇટર જેટ તોડી શકાયું નથી.

    PIBએ કહ્યું હતું કે, “ભારતીય વાયુસેનાના મહિલા પાયલોટને પકડવામાં આવ્યા નથી. પાકિસ્તાન સમર્થક સોશિયલ મીડિયા હેન્ડલ દાવો કરી રહ્યા છે કે, ભારતીય વાયુસેનાના પાયલોટ સ્કવાર્ડન લીડર શિવાની સિંઘને પાકિસ્તાનમાં પકડી પાડવામાં આવ્યા છે. આ દાવો તદ્દન ખોટો છે. આ સાથે જ 11 મેના રોજ વરિષ્ઠ પત્રકાર શિવ અરુરે જણાવ્યું હતું કે, શિવાની સિંઘ પોતાના બેઝ પર છે અને ડ્યુટી પર છે. અરુરે તેમની સાથે વાત કરીને પુષ્ટિ પણ કરી હતી.

    સાથે એ પણ નોંધવા જેવું છે કે, જેહાદી મીડિયા આઉટલેટ ‘અલ જઝીરા’ હંમેશા ઇસ્લામી જેહાદને હવા આપવાનું કામ કરે છે. ઇઝરાયેલ-હમાસ યુદ્ધ સમયે પણ તેણે હમાસના પ્રોપગેન્ડાને હવા આપી હતી અને ઇઝરાયેલને દોષી ઠેરવવાના પ્રયાસો કર્યા હતા. તે સિવાય પહલગામ આતંકી હુમલા વખતે પણ તેણે આતંકીઓને વાઇટવોશ કરવાનું કામ કર્યું હતું. દુનિયાના કોઈપણ સ્થળે ઇસ્લામી આતંક કે જેહાદને વાઇવોશ કરવાનું કામ અલ જઝીરા કરે છે અને જેહાદીઓને ‘વિક્ટીમ’ તરીકે છિતર છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં