તાજેતરમાં જ રિલીઝ થયેલી છાવા (Chhaava) ફિલ્મ (Film) દેશભરમાં ચર્ચાનો વિષય બની હતી. છત્રપતિ સંભાજી મહારાજના જીવન પર બનેલી આ ફિલ્મને લઈને લોકોમાં પણ ખૂબ ઉત્સાહ અને ઇતિહાસને જાણવાની જિજ્ઞાસા ઉત્પન્ન થઈ હતી. પરંતુ એક વર્ગને તે પણ ન પચી શક્યું. અમુક તત્વોએ છાવા ફિલ્મને આધાર બનાવીને ફેક ન્યૂઝ (Fake News) ફેલાવવાનું શરૂ કરી દીધું છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે, મધ્ય પ્રદેશના (MP) બુરહાનપુરમાં (Burhanpur) છાવા ફિલ્મ જોયા બાદ લોકો એકઠા થયા અને જમીનો ખોદીને મુઘલકાલીન સોનું શોધવા લાગ્યા હતા.
સોશિયલ મીડિયા પર એક વિડીયો પોસ્ટ કરીને આ દાવો કરવામાં આવી રહ્યો છે. AAP સમર્થક ‘રોશન રાઈ’ નામના એક ઈસમે આ વિડીયો પોસ્ટ કર્યો અને તેના કેપશનમાં લખ્યું કે, “છાવા ફિલ્મમાં દેખાડવામાં આવ્યું છે કે, મુઘલોએ મરાઠાઓનું સોનું અને ખજાનો લૂંટીને અસીરગઢ કિલ્લામાં (બુરહાનપુર, એમપી) રાખ્યો હતો.”
#Chhava movie showed that Mughals looted Gold and treasure from Marathas and kept it in the Asirgarh Fort, Burhanpur, MP.
— Roshan Rai (@RoshanKrRaii) March 7, 2025
After watching the movie, locals flocked to the spot with digging tools, metal detectors and bags to dig up the treasure and take it home.
My heart bleeds… pic.twitter.com/zUiGyMoQKh
વધુમાં તે ઈસમે કટાક્ષ કરતા લખ્યું છે કે, “ફિલ્મ જોયા બાદ સ્થાનિક લોકો ખજાનો ખોદવા અને તેને ઘરે લઈ જવા માટે ખોદકામનાં સાધનો, મેટલ ડિટેક્ટર અને બેગ સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.” સાથે એવો કટાક્ષ પણ કર્યો કે આપણે કેટલા ‘અશિક્ષિત’ થઈ ગયા છીએ.
તે સિવાય સદાફ આફરીન નામની એક મહિલાના X હેન્ડલ પરથી પણ આ જ પોસ્ટ કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા હેન્ડલની તપાસ કરતા તેના બાયોમાં ‘પત્રકાર’ લખ્યું હતું. આ હેન્ડલ પરથી પણ તે જ વિડીયો પોસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં રાત્રિના અંધારામાં કેટલાક લોકો ખુલ્લા મેદાન જેવી જમીન પર ખોદકામ કરી રહ્યા છે. આ વિડીયોને અનેક લોકોને હાથો બનાવ્યો છે.
यह तस्वीर मध्य प्रदेश के बुरहानपुर के असीरगढ़ क़िला की है!
— Sadaf Afreen صدف (@s_afreen7) March 8, 2025
छावा फिल्म देखकर लोग बौड़ा गए है!
फ्लैश लाइट, छलनी और मेटल डिटेक्टर से ये लोग आधी रात में मुगलों के ज़माने का खज़ाना ढूंढ रहे है!
एक फिल्म बनाओ, फिर देश के बेरोज़गार युवा निकल पड़ते है खज़ाना ढूंढने, वो भी मुगलों का!… pic.twitter.com/Jl4tN6ZYrr
આફરીને વિડીયો પોસ્ટ કરીને કેપશનમાં લખ્યું છે કે, “આ તસવીર મધ્ય પ્રદેશના બુરહાનપુરના અસીરગઢ કિલ્લાની છે. છાવા ફિલ્મ જોઈને લોકો બોખલાઈ ગયા છે. ફ્લેશ લાઇટ, ચાળણી અને મેટલ ડિટેક્ટરની મદદથી આ લોકો મધ્યરાત્રિમાં મુઘલયુગના ખજાનાની શોધ કરી રહ્યા છે. એક ફિલ્મ બનાવો એટલે દેશના બેરોજગાર યુવાનો નીકળી પડે છે ખજાનો શોધવા, તે પણ મુઘલોનો. દેશનો હાલ કેવો કરી નાખ્યો છે. મૂર્ખાઓની આબાદી વધી રહી છે.”
તે સિવાય અન્ય પણ ઘણા વિરોધીતત્વો અને ઇસ્લામવાદીઓએ આ વિડીયોના સહારે મુઘલોનો ખજાનો શોધતા હોવાનો દાવો કર્યો છે અને આ વિડીયો પોસ્ટ પણ કર્યો છે. જોકે, વિડીયોમાં એક વ્યક્તિને બોલતી પણ સંભળાય છે. તે કહે છે કે, “આ લોકો સોનું શોધી રહ્યા છે. એવું કહેવાયું છે કે, આ ‘ખેતર’માં સોનું છે. તેથી લોકો સાધનો લાવીને સિક્કા કાઢવાનો પ્રયાસ કરી રહ્યા છે.” જોકે, વિડીયોમાં પણ મુઘલ કાળની સંપત્તિઓનો કોઈ દાવો કરવામાં નથી આવ્યો.

માત્ર વિશેષ ગેંગ અને ઇકોસિસ્ટમના માણસો જ નહીં, પરંતુ મીડિયાએ પણ ફિલ્મ છાવાનો નેરેટિવ સેટ કરીને સમાચાર રિપોર્ટ છાપી દીધા છે. ABP ન્યૂઝે હિન્દીમાં પ્રકાશિત કરેલા એક રિપોર્ટમાં પણ એવો દાવો કરવામાં આવ્યો છે કે, છાવા ફિલ્મ જોયા બાદ સ્થાનિક લોકો મુઘલકાલિન ખજાનો શોધવા ખેતરો ખોદવા લાગ્યા છે. તે રિપોર્ટના હેડિંગમાં પણ આ જ વાત કરવામાં આવી છે. તે સિવાય ‘ઇન્ડિયા ટુડે’ અને અન્ય પણ મેઇનસ્ટ્રીમ મીડિયામાં આ જ દાવો કરવામાં આવી રહ્યો છે.
શું છે હકીકત?
વાયરલ કરવામાં આવેલા વિડીયોની તપાસ કરતા મીડિયા રિપોર્ટ મળી આવ્યો હતો. મીડિયા અહેવાલમાં સ્પષ્ટપણે કહેવામાં આવી રહ્યું છે કે, બુરહાનપુરમાં લોકો છૂપાયેલા ખજાનાની અફવાના પગલે છેલ્લા ‘3-4’ મહિનાથી ખોદકામ કરી રહ્યા છે. જોકે, ત્રણ-ચાર મહિના પહેલાં ન તો છાવા ફિલ્મ રિલીઝ થઈ હતી કે ન તો બુરહાનપુરના લોકોને અગાઉથી છાવા ફિલ્મની સ્ક્રિપ્ટ મળી ગઈ હતી. અહીં મુદ્દો એ નથી કે, તેઓ શા માટે શોધી રહ્યા છે. મુદ્દો એ છે કે, તેઓ છાવા ફિલ્મ જોયા બાદ આવું નથી કરી રહ્યા.

આ સાથે જ મળી આવેલ મીડિયા રિપોર્ટ પણ 6 ઑક્ટોબર, 2024નો છે. એટલે બની શકે કે તે વિડીયો પણ જૂનો હોય અને આજે છાવા ફિલ્મના નામે તેને ફેરવી દેવાયો હોય. મૂળ વાત એ છે કે, સ્થાનિકો ઘણા એકર જમીનો ખોદી ચૂક્યા છે તે સાચું, પરંતુ ફિલ્મ રિલીઝ થયા પહેલાં મહિનાઓથી તેમણે ખોદકામની શરૂઆત કરી દીધી હતી.

ફિલ્મ રિલીઝ થઈ અને ત્યારવાદ હમણાં સુધી પણ ત્યાં ખોદકામ ચાલુ હોવાનું સામે આવ્યું છે. પણ વાસ્તવિકતા એ છે કે, તે કાર્યવાહીને છાવા ફિલ્મ સાથે કોઈ સંબંધ નથી. તે કાર્યવાહી ફિલ્મ રિલીઝ થયા પહેલાં મહિનાઓથી જ ચાલી આવે છે અને હવે જઈને તેને ગેંગ દ્વારા છાવા ફિલ્મના નામે વાયરલ કરવામાં આવી રહી છે.
નિષ્કર્ષ- પ્રોપગેન્ડા હેંડલ્સ અને મીડિયા આઉટલેટ્સ ફિલ્મ છાવા વિરુદ્ધ પોતાનો નેરેટિવ સેટ કરવા અને હિંદુઓને અપમાનિત કરવાના આશયથી ભ્રામક દાવા સાથે વિડીયો પોસ્ટ કરીને વાયરલ કરી રહ્યા છે. ઉપરોક્ત તથ્યો દ્વારા તે વિડીયોને ફિલ્મ સાથે કોઈ સંબંધ ન હોવાનું સાબિત થાય છે.