Thursday, February 27, 2025
More
    હોમપેજરાજકારણ'મારા ભાષણમાં વેબસાઈટ હેક કરીને વિદ્યાર્થીઓએ ચલાવ્યું પોર્ન': કોંગ્રેસ નેતા સેમ પિત્રોડાના...

    ‘મારા ભાષણમાં વેબસાઈટ હેક કરીને વિદ્યાર્થીઓએ ચલાવ્યું પોર્ન’: કોંગ્રેસ નેતા સેમ પિત્રોડાના દાવાનું શિક્ષણ મંત્રાલયે કરી દીધું ફેક્ટ-ચેક, કહ્યું- IIIT રાંચીએ ક્યારેય નથી આપ્યું વ્યાખ્યાન માટે આમંત્રણ

    સેમ પિત્રોડાને ચેતવણી આપતા મંત્રાલયે વધુમાં કહ્યું, “વિડીયોમાં સેમ પિત્રોડાએ આપેલું નિવેદન માત્ર પાયાવિહોણું જ નથી પણ અજ્ઞાનતાથી ભરેલું છે. શિક્ષણ મંત્રાલય આ નિવેદનની નિંદા કરે છે અને પુનરોચ્ચાર કરે છે કે આ અગ્રણી સંસ્થાની છબી ખરાબ કરવાના આવા કોઈપણ પ્રયાસ સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવશે."

    - Advertisement -

    કોંગ્રેસના નેતા સેમ પિત્રોડાના (Sam Pitroda) ભાષણ દરમિયાન કેટલાક વિદ્યાર્થીઓએ પોર્નોગ્રાફિક વિડીયો ચલાવવાના આરોપો પર, શિક્ષણ મંત્રાલયે કહ્યું કે રાંચીમાં કોઈ IIT નથી, પરંતુ એક IIIT છે. મંત્રાલયે જણાવ્યું હતું કે IIIT રાંચીએ (Ranchi) પુષ્ટિ આપી છે કે સંસ્થા દ્વારા પિત્રોડાને કોઈપણ કોન્ફરન્સ/સેમિનારમાં, પ્રત્યક્ષ કે વર્ચ્યુઅલી, કોઈ પણ વ્યાખ્યાન આપવા માટે આમંત્રણ આપવામાં આવ્યું ન હતું. મંત્રાલયે પિત્રોડાને કાનૂની કાર્યવાહીની ચેતવણી આપી છે.

    સોશિયલ મીડિયા X પર પોસ્ટ કરાયેલા તેના નિવેદનમાં, મંત્રાલયે કહ્યું, “આવા બેદરકાર નિવેદનો દેશની સૌથી પ્રતિષ્ઠિત સંસ્થાઓમાંની એક, IITની છબી ખરાબ કરવાનો પ્રયાસ હોય તેવું લાગે છે. આ સંસ્થાએ સમયની કસોટી પર ખરા ઉતર્યા છે અને દેશના કેટલાક સૌથી પ્રતિભાશાળી દિમાગનું નિર્માણ કર્યું છે. IITની પ્રતિષ્ઠા ઘણા વિદ્યાર્થીઓ, શિક્ષકો અને શિક્ષણવિદોની યોગ્યતા, સખત મહેનત અને સિદ્ધિઓ પર આધારિત છે.

    સેમ પિત્રોડાને ચેતવણી આપતા મંત્રાલયે વધુમાં કહ્યું, “વિડીયોમાં સેમ પિત્રોડાએ આપેલું નિવેદન માત્ર પાયાવિહોણું જ નથી પણ અજ્ઞાનતાથી ભરેલું છે. શિક્ષણ મંત્રાલય આ નિવેદનની નિંદા કરે છે અને પુનરોચ્ચાર કરે છે કે આ અગ્રણી સંસ્થાની છબી ખરાબ કરવાના આવા કોઈપણ પ્રયાસ સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.”

    - Advertisement -

    શું હતો પિત્રોડાનો દાવો?

    પિત્રોડાએ સોશિયલ મીડિયા પર આ વાતચીતનો એક વિડીયો પોસ્ટ કર્યો હતો, જેમાં તેમણે કહ્યું હતું કે, “તાજેતરમાં હું રાંચી IITમાં લગભગ 700 વિદ્યાર્થીઓને સંબોધિત કરી રહ્યો હતો (તેમનો અર્થ IIIT હતો કારણ કે રાંચીમાં કોઈ IIT નથી). કોઈએ તેને હેક કર્યું અને પોર્નોગ્રાફી બતાવવાનું શરૂ કર્યું. પછી અમારે તેને બંધ કરવું પડ્યું. શું આ લોકશાહી છે? શું આ ન્યાયીપણું છે?”

    સોશિયલ મીડિયા પર આ વિડીયો વાયરલ થયો હતો અને નેટીઝન્સે ખૂબ વખોડ્યો હતો. કેટલાકે તેમને જણાવ્યું હતું કે રાંચીમાં કોઈ IIT છે જે નહીં. તો કેટલાકે દાવો કર્યો હતો કે કોંગ્રેસ નેતા ત્યાં પોતે પોર્ન જોતા રંગેહાથે પકડાઈ ગયા એટલે આવો ખોટો આરોપ મૂકવા માંડ્યા હતા.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં