Saturday, October 5, 2024
More
    હોમપેજગુજરાત₹42 કરોડમાં બનેલા અમદાવાદના હાટકેશ્વર બ્રિજને તોડવાનો ખર્ચ ₹52 કરોડ? મીડિયા ચેનલોના...

    ₹42 કરોડમાં બનેલા અમદાવાદના હાટકેશ્વર બ્રિજને તોડવાનો ખર્ચ ₹52 કરોડ? મીડિયા ચેનલોના જે દાવાના આધારે ‘ગુજરાત મોડેલ’ને ટાર્ગેટ કરી રહી છે કોંગ્રેસ, તેની હકીકત જાણો

    કોંગ્રેસે એક પોસ્ટ કરીને ‘ગુજરાત મોડેલ’ પર કટાક્ષ કરતાં ઇન્ફૉગ્રાફિક શૅર કર્યું હતું, જેમાં નિર્માણનો ખર્ચ ₹42 કરોડ અને તોડવાનો ખર્ચ ₹52 કરોડ જણાવવામાં આવ્યો હતો. જોકે, આમાં હકીકત જુદી છે. 

    - Advertisement -

    અમદાવાદના હાટકેશ્વર બ્રિજનો મુદ્દો ફરી ચર્ચામાં છે. તાજેતરમાં સમાચાર ચેનલ ‘આજતક’ પર એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે આ બ્રિજના નિર્માણનો કુલ ખર્ચ ₹42 કરોડ થયો હતો અને તેને તોડવામાં હવે 52 કરોડ રૂપિયા ખર્ચવામાં આવશે. ત્યારબાદ કોંગ્રેસ અને લેફ્ટ ઈકોસિસ્ટમે તેને ઉઠાવી લઈને ‘ગુજરાત મોડેલ’ પર હુમલા કરવાના શરૂ કર્યા હતા. 

    કોંગ્રેસે એક પોસ્ટ કરીને ‘ગુજરાત મોડેલ’ પર કટાક્ષ કરતાં ઇન્ફૉગ્રાફિક શૅર કર્યું હતું, જેમાં નિર્માણનો ખર્ચ ₹42 કરોડ અને તોડવાનો ખર્ચ ₹52 કરોડ જણાવવામાં આવ્યો હતો. જોકે, આમાં હકીકત જુદી છે. 

    ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પછીથી ‘ફેક્ટચેક’ કર્યું હતું. તેમણે જણાવ્યું કે, ₹52 કરોડ નિર્માણ અને તોડવાનો કુલ ખર્ચ છે, માત્ર તોડવાનો નહીં. 

    - Advertisement -

    X પર પોસ્ટ કરતાં તેમણે કોંગ્રેસ પાર્ટીને ટાર્ગેટ કરી. તેમણે લખ્યું, ‘લાયર (જુઠ્ઠી) ગેંગ કોંગ્રેસ દાવો કરી રહી છે કે અમદાવાદના હાટકેશ્વર બ્રિજના ડિમોલિશન માટે ₹52 કરોડનો ખર્ચ કરવા જઈ રહી છે. આ ભ્રામક વાત છે.” 

    તેમણે આગળ કહ્યું, “તથ્ય એ છે કે ₹52 કરોડ એ જૂના બ્રિજને તોડવાનો અને નવા બ્રિજને બનાવવાનો કુલ ખર્ચ છે અને નવો બ્રિજ બનાવવાનો ખર્ચ એ કોન્ટ્રાક્ટર પાસેથી વસૂલવામાં આવશે, જેણે જૂનો બનાવ્યો હતો.”

    ત્યારબાદ ગૃહ રાજ્યમંત્રીએ આજતકના રિપોર્ટને પણ ક્વોટ કરીને લખ્યું હતું કે, “એક જવાબદાર અને અગ્રણી સમાચાર ચેનલ તરીકે તમારે પ્રકાશન પહેલાં તથ્યો ચકાસવાં જોઈએ. તથ્ય એ છે કે જૂના પુલને ધ્વસ્ત કરવા અને નવા પુલના નિર્માણનો સંપૂર્ણ ખર્ચ ₹52 કરોડ છે. નવા પુલના નિર્માણનો ખર્ચ જૂના પુલના કોન્ટ્રાક્ટર પાસેથી વસૂલવામાં આવશે.”

    ઉલ્લેખનીય છે કે ગુજરાતની પણ અમુક સમાચાર ચેનલો તથ્ય જાણ્યા વગર આ સમાચાર ફેલાવવામાં જોડાઈ ગઈ હતી અને બ્રિજને બનાવવાનો ખર્ચ ₹42 કરોડ અને તોડવાનો ₹52 કરોડ હોવાની વાત વહેતી કરી હતી. પરંતુ તથ્ય હવે સરકાર તરફથી જ જણાવવામાં આવ્યું છે. 

    અમદાવાદ શહેરના ખોખરા વિસ્તારમાં બનેલા આ ઓવરબ્રિજનું નિર્માણ વર્ષ 2017માં કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ લોકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. પરંતુ ત્યારબાદ પાંચ જ વર્ષમાં બાંધકામમાં ખામી અને ચારેક ઠેકાણેથી સ્ટ્રક્ચરલ ડેમેજ ધ્યાને આવતાં વર્ષ 2002માં બ્રિજ બંધ કરી દેવામાં આવ્યો હતો. પછીથી તમામ ટેકનિકલ અને એક્સપર્ટ એનાલિસિસ બાદ નિર્ણય કરવામાં આવ્યો કે આ બ્રિજ લોકોના ઉપયોગ માટે યોગ્ય નથી અને તેને તોડીને નવો બ્રિજ બનાવવામાં આવે. 

    8 માર્ચ, 2024નો અમદાવાદ મિરરનો એક રિપોર્ટ પણ સ્પષ્ટ જણાવે છે કે અમદાવાદ મહાનગરપાલિકાએ જૂનો બ્રિજ તોડીને તેના સ્થાને નવા ફોર લેન બ્રિજના નિર્માણ માટે એક ટેન્ડર બહાર પાડ્યું છે, જે પ્રોજેક્ટનું અનુમાનિત ખર્ચ ₹51.70 કરોડ છે. અર્થાત, બ્રિજ તોડીને નવો બનાવવાનો ખર્ચ ₹52 કરોડ હશે, માત્ર તોડવાનો નહીં. ટેન્ડર માત્ર બ્રિજ તોડવા માટે નહીં પણ ફરીથી બનાવવા માટે પણ પાસ કરવામાં આવ્યું છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં