ભારતીય વાયુસેનાના (Indian Air Force) પાયલટ શુભાંશુ શુક્લા (Shubhanshu Shukla) આંતરરાષ્ટ્રીય અવકાશ મથકમાં (International Space Sation) જવાની તૈયારી કરી રહ્યા છે. તેમની સાથે વધુ 3 દેશોના અવકાશયાત્રીઓ પણ હશે. તેઓ અમેરિકન અવકાશ કંપની એક્સિઓમના મિશનના (Axiom Mission) ભાગરૂપે અવકાશમાં જશે. ઇલોન મસ્કની કંપની સ્પેસએક્સનું એક રોકેટ તેમને ISS સુધી લઇ જવાનું છે. તેઓ થોડાક દિવસ ISSમાં રોકાઈને પૃથ્વી પર પરત ફરશે.
નોંધનીય છે કે રાકેશ શર્મા પછી તેઓ અવકાશમાં પહોંચનાર બીજા ભારતીય હશે. એરફોર્સના પાયલટ શુભાંશુ શુક્લા આ મિશન માટે ખૂબ જ ઉત્સાહિત છે. તેમણે ISSમાં યોગ કરવાનું પણ નક્કી કર્યું છે.
શું છે એક્સિઓમ મિશન?
શુભાંશુ શુક્લા અમેરિકન ખાનગી અવકાશ કંપની એક્સિઓમના ચોથા મિશન પર જઈ રહ્યા છે. તેઓ આ મિશનમાં પાયલટ તરીકેનું કામ કરશે, એટલે કે તે આ મિશનનું સ્પેસક્રાફ્ટ તેઓ જ ચલાવશે. તેમની સાથે અમેરિકા, હંગેરી અને પોલિશના એક-એક અવકાશયાત્રી હશે. એક્સિઓમના આ મિશનનું નેતૃત્વ નાસાના ભૂતપૂર્વ વૈજ્ઞાનિક પેગી વિસ્ટન કરશે. આ મિશન માટે અવકાશયાત્રીઓની તાલીમ, તેમના સ્પેસસૂટ, તેમના અવકાશ સાધનો અને અન્ય તમામ એજન્સીઓ સાથે સંકલનની જવાબદારી ઓક્સિઓમ સાંભળી રહી છે.
Meet #Ax4's Pilot Shubhanshu Shukla. Shubhanshu is a distinguished pilot in the Indian Air Force and was handpicked as one of the four astronauts for @ISRO's historic Gaganyaan mission, the nation's inaugural human spaceflight endeavor. Learn more:https://t.co/Bb7lDVdq7x. pic.twitter.com/Xjx651864G
— Axiom Space (@Axiom_Space) January 30, 2025
ઇલોન મસ્કની કંપની સ્પેસએક્સ આ મિશન માટે ક્રૂડ્રેગન સ્પેસક્રાફ્ટની સુવિધા પૂરી પાડવાની છે. જેમાં 7 લોકો અવકાશમાં જઈ શકે છે. તેને ફાલ્કન રોકેટ પર લગાવવામાં આવશે. તેને NASAના લૉન્ચ સેન્ટરથી અવકાશમાં મોકલવામાં આવશે. NASA આ અવકાશયાત્રીઓને ISS ખાતે સુવિધાઓ પૂરી પાડશે, જેમાં તેમના રહેવાની વ્યવસ્થાનો પણ સમાવેશ થાય છે. ઉપરાંત એ પણ સુનિશ્ચિત કરવામાં આવશે કે આ મિશનમાં બધા માપદંડો પૂરા થઈ રહ્યા હોય.
નોંધનીય છે કે એક્સિઓમ આ પહેલાં ત્રણ વખત આવા મિશન પૂર્ણ કરી ચૂક્યું છે. એક્સિઓમનું આ સ્પેસક્રાફ્ટ અવકાશમાં જઈને શુક્લા અને અન્ય ત્રણ મુસાફરોને ISSના કોલંબસ મોડ્યુલમાં મૂકી દેશે. જે લોકો અહીં લગભગ 14 દિવસ રહીને સંશોધન કરશે. 14 દિવસ પછી તેઓ પૃથ્વી પર પરત ફરશે. શુભાંશુ શુક્લાને ભારતીય અવકાશ એજન્સી ISRO દ્વારા મોકલવામાં આવી રહ્યા છે. તેઓ એ 4 અવકાશયાત્રીઓમાંના એક છે જે ભારતના ગગનયાન મિશન હેઠળ અવકાશમાં જશે. એક્સિઓમે તેમને તાલીમ પણ આપી છે.
કોણ છે શુભાંશુ શુક્લા?
શુભાંશુ શુક્લા મૂળ લખનૌના એક IAF પાયલટ છે. હાલમાં તેઓ ગ્રુપ કમાન્ડરનું પદ સંભાળી રહ્યા છે. 2006માં તેઓ IAFમાં જોડાયા હતા. શુક્લાને સુખોઈ-30, મિગ-21, મિગ-29, ડોર્નિયર અને અન્ય વિમાનો ઉડાડવાનો 2000 કલાકથી વધુનો અનુભવ છે. શુક્લાને 2019માં અવકાશ ઉડાનની તાલીમ મેળવવા માટે રશિયા મોકલવામાં આવ્યા હતા. ત્યારથી તેઓ સતત ગગનયાન મિશન અને આ મિશનની તૈયારીમાં રોકાયેલા છે. 40 વર્ષીય શુક્લા એક બાળકના પિતા છે. હવે તે ISROના પહેલા અવકાશયાત્રી બની જશે.
શુક્લાએ શું કહ્યું એક્સિઓમ મિશન માટે?
શુભાંશુ શુક્લા સહિત એક્સિઓમ મિશનના ચારેય અવકાશયાત્રીઓએ મિશનના થોડા દિવસો પહેલાં જ એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. શુક્લાએ આ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, “અમે બે અઠવાડિયાં સ્ટેશન પર રહીશું, આ સમય દરમિયાન અમે ઘણા મિશન પૂર્ણ કરીશું… હાલમાં એક આખી ટીમ સ્ટેશન પર વિતાવેલા દરેક મિનિટને યોગ્ય કાર્ય માટે સુનિશ્ચિત કરવા માટે કામ કરી રહી છે. . ..હું આ મિશનના માધ્યમથી મારા દેશની આખી પેઢીમાં અવકાશ વિશેની જિજ્ઞાસા ઉભી કરવાની આશા રાખું છું જેથી ભવિષ્યમાં આવા વધુ મિશન હાથ ધરવામાં આવી શકે.”
Mission Pilot & future Gaganyatri Shubhanshu Shukla will be taking several items representing the various regions and communities of India to space with him on the Axiom-4 mission to the ISS! 🇮🇳
— ISRO Spaceflight (@ISROSpaceflight) January 30, 2025
ISRO had contacted an university and asked its students from various parts of the… pic.twitter.com/xJ68Scqx6b
તેમણે આ મિશન દરમિયાન ભારતમાંથી પણ કેટલીક વસ્તુઓ લઇ જવાનું નક્કી કર્યું છે. તેમણે કહ્યું, “આ સમય દરમિયાન મારો એક વ્યક્તિગત એજન્ડા પણ છે, હું સ્ટેશન પરના મારા અનુભવને ફોટોસ અને વિડીયોમાં કેદ કરીને ભારતીયોને બતાવવા માંગુ છું.” તેમણે વધુમાં ઉમેર્યું, “હું ઇચ્છું છું કે તેઓ આ રોમાંચક અનુભવ મારી આંખોથી જુએ. મારું માનવું છે કે આ ફક્ત મારી યાત્રા નથી પણ 140 કરોડ લોકોની યાત્રા છે. શુભાંશુ શુક્લાએ કહ્યું છે કે તેઓ ISS પર યોગ કરવાની યોજના પણ બનાવી રહ્યા છે.”