વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ટુરિઝમ ક્રાંતિને કારણે વિદેશી પ્રવાસીઓની સંખ્યામાં જબરદસ્ત વધારો થયો છે, જેનો ફાયદો તમામ રાજ્યોને મળ્યો છે. આ જ ક્રમમાં બંગાળ જે 2023-2024માં પ્રવાસનના મામલે ત્રીજા નંબરે હતું, તે 2025માં બીજા નંબરે આવી ગયું છે. ભારત માટે આ ગૌરવની વાત છે, પરંતુ હવે આ વિકાસનો સંપૂર્ણ શ્રેય એકલા મુખ્યમંત્રી મમતા બેનર્જી લેતાં દેખાઈ રહ્યાં છે.
તેમણે આ મામલે પોસ્ટ કરીને પોતે જ પોતાના વખાણ કર્યા છે. જ્યારે વાસ્તવિકતા એ છે કે 2011થી સત્તામાં રહેલા મમતા બેનર્જીના પ્રયાસો ક્યાંય દેખાતા જ નથી. બીજી તરફ મોદી સરકાર આવ્યા પછી શરૂ કરાયેલા પ્રયાસો જેવા કે ‘ઇનક્રેડિબલ ઇન્ડિયા’, ઇ-વિઝા, મેડિકલ વિઝાની સાથે-સાથે ક્રૂઝથી લઈને રોડ-રસ્તા સુધી કરવામાં આવેલા વિકાસનો ફાયદો બંગાળને મળ્યો છે.
બંગાળ પ્રવાસીઓની પસંદગીમાં બીજા નંબરે
વિદેશી પ્રવાસીઓ માટે બંગાળ પહેલાં ત્રીજું અને હવે બીજું સૌથી પ્રિય ટુરિસ્ટ સ્પોટ બની ગયું છે. અગાઉ આ યાદીમાં સૌથી આગળ મહારાષ્ટ્ર અને પછી ગુજરાત હતું. પરંતુ, હવે બંગાળ ગુજરાત, રાજસ્થાન અને દિલ્હીને પાછળ છોડીને બીજા સ્થાન પર પહોંચી ગયું છે.
આ વર્ષની શરૂઆતમાં જ બંગાળને લઈને સમાચાર આવી રહ્યા હતા કે આ વર્ષે બંગાળ આવનારા પ્રવાસીઓની સંખ્યા પહેલાં કરતાં વધુ હોય શકે છે. હવે આ રિપોર્ટ જોઈને લાગે છે કે આ વર્ષે પણ આવું જ થયું છે. કેન્દ્રીય પર્યટન મંત્રાલયના ‘ભારત પર્યટન ડેટા કલેક્શન 2025’એ રાજ્યને આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓની સંખ્યાના મામલે દેશભરમાં બીજા સ્થાને મૂક્યું છે. બંગાળ વિદેશી પ્રવાસીઓને આકર્ષવામાં નંબર 2 પર આવ્યું છે. બંગાળમાં 3.12 મિલિયન વિદેશી ટુરિસ્ટ આવ્યા છે.
હવે આ વૃદ્ધિ અચાનક બંગાળમાં કેવી રીતે જોવા મળી? તેની પાછળનું કારણ મોદી સરકારના અથાગ પ્રયાસો છે.
દુર્ગા પૂજાને મળી વૈશ્વિક ઓળખ
સાંસ્કૃતિક સમૃદ્ધિ અને તહેવારોએ વિદેશી પ્રવાસીઓને આકર્ષિત કર્યા છે. કોલકાતામાં થતી દુર્ગા પૂજાને આંતરરાષ્ટ્રીય ઓળખ મળી છે. દુર્ગા પૂજાના સમયે બંગાળમાં મોટી સંખ્યામાં વિદેશી પ્રવાસીઓ આવે છે. પરંતુ, આ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકારની મહેનતનું પરિણામ છે કે ડિસેમ્બર 2021માં યુનેસ્કોએ કોલકાતામાં થતી દુર્ગા પૂજાને માનવતાની અમૂર્ત સાંસ્કૃતિક વારસાની સૂચિમાં સામેલ કરી છે. તેને ‘ધર્મ અને કલાના સમન્વયનું સર્વશ્રેષ્ઠ ઉદાહરણ’ માનવામાં આવ્યું છે. સ્વાભાવિક છે કે તેનાથી કારીગરો અને કલાકારોને પણ પ્રોત્સાહન મળ્યું, જેઓ આખું વર્ષ મહેનત કરીને મા દુર્ગાની પ્રતિમા બનાવતા હોય છે.
ઇ-વિઝા અને મેડિકલ વિઝા
બંગાળમાં ખાનગી હોસ્પિટલોમાં બાંગ્લાદેશી મેડીકલ વિઝીટર્સ મોટી સંખ્યામાં આવે છે. આનું કારણ બંગાળ સરહદની નજીક છે અને મેડીકલ વિઝા મેળવવાની સરળતા છે. પીએમ મોદીની ‘હીલ ઇન ઇન્ડિયા’ પહેલ ખાનગી ક્ષેત્ર સાથે મળીને આરોગ્ય સેવાઓને વૈશ્વિક સ્તરે પહોંચાડવાનો કાર્યક્રમ છે. તેનો લાભ બંગાળને પણ થઈ રહ્યો છે. કેન્દ્ર સરકારે મેડિકલ વિઝા મેળવવાનું પણ સરળ બનાવ્યું છે. એટલે બાંગ્લાદેશી મેડિકલ વિઝિટર્સ રેકોર્ડ બ્રેક સંખ્યામાં બંગાળ પહોંચ્યા છે. ઈ-વિઝાને કારણે વિઝા મેળવવા પણ સરળ થયા છે, જેથી પ્રવાસીઓની સંખ્યામાં ઘણો વધારો થયો છે.
ઇન્ક્રેડિબલ ઇન્ડિયા
ભારતમાં રેકોર્ડ તોડ વિદેશી ટુરિસ્ટ આવવાનું મુખ્ય કારણ ઇન્ક્રેડિબલ ઇન્ડિયા છે, જેને અટલ બિહારી વાજપેયીએ શરૂ કરી હતી અને પીએમ નરેન્દ્ર મોદીએ ઈ-વિઝા, મેડિકલ વિઝા, ગ્લોબલ કેમ્પેઇન અને સરળ પ્રવેશથી તેને સુપરચાર્જ કરી છે. આ યોજનાને 2017માં નવું જીવન મળ્યું હતું. ‘ઇન્ક્રેડિબલ ઇન્ડિયા 2.0’ને ડિજિટલ અને સોશિયલ મીડિયા પર ઘણું પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. સરકારે ‘વન સ્ટેટ, વન ગ્લોબલ ડેસ્ટિનેશન’ પણ શરૂ કરવાની છે. તેનો ઉદ્દેશ 2047 સુધીમાં દરેક રાજ્યના એક ડેસ્ટિનેશનને વિશ્વમાં પ્રખ્યાત કરવાનો છે. સ્પષ્ટ છે કે તેનો લાભ દરેક રાજ્યને મળશે.
અતુલ્ય ભારત ડિજિટલ પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે. તે ખાસ કરીને ભારત આવતા પ્રવાસીઓ માટે બનાવવામાં આવ્યું છે. જેનાથી પ્રવાસીઓને પર્યટન સ્થળો શોધવાથી લઈને પ્લાનિંગ કરવા, બુકિંગ કરવા, મુસાફરી કરવા અને પાછા ફરવા સુધીની તમામ જરૂરી માહિતી અને સેવાઓ મળે છે. આ સિવાય પણ તે ‘બુક યોર ટ્રાવેલ’ ફીચર ફ્લાઇટ્સ, હોટેલ્સ, કેબનું બુકિંગ સુધીની સેવાઓ આપે છે.
અતુલ્ય ભારત હોમસ્ટે યોજના
પ્રવાસીઓની સુવિધા માટે કેન્દ્ર સરકારે સ્વૈચ્છિક હોમસ્ટે યોજના શરૂ કરી છે, જેથી રહેવાની જગ્યાની મુશ્કેલી ન પડે અને સ્થાનિક લોકોને પણ આવક થાય. આ યોજના હેઠળ 5-6 ગામમાં 5-10 હોમસ્ટે બનાવી શકાય છે જેના માટે 5 કરોડ રૂપિયા સુધીની સહાય આપવામાં આવે છે.
આદિવાસી પર્યટન સર્કિટનો વિકાસ
સ્વદેશ દર્શન યોજના હેઠળ થીમ આધારિત સર્કિટ વિકસાવવામાં આવી રહ્યાં છે, જેમકે રામાયણ સર્કિટ, બૌદ્ધ સર્કિટ વગેરે. આ યોજના હેઠળ આદિવાસી હોમસ્ટે પ્રોજેક્ટ પણ શરૂ કરવામાં આવ્યો છે. જેથી પ્રવાસીઓના આવ-જા માટેના સ્થળોનો વિકાસ થઈ શકે. આ માટે કેન્દ્ર સરકાર નાણાં પૂરાં પાડે છે.
તીર્થયાત્રાને પ્રોત્સાહન આપવા પ્રસાદ યોજના
આ હેઠળ રાજ્યના મહત્વના તીર્થસ્થળોનું સંરક્ષણ અને ત્યાં પહોંચવાની સુવિધાઓ વધારવામાં આવી છે. જેમ કે ત્રિપુરા સુંદરી મંદિર, ચામુંડેશ્વરી દેવી મંદિર, પટના સાહિબના વિકાસની યોજનાઓ.
ઘરેલું પ્રવાસીઓને પોતાના દેશના પર્યટન સ્થળો જોવા પ્રોત્સાહન આપવા માટે ‘દેખો અપના દેશ’ પહેલ શરૂ કરવામાં આવી છે.
વિશેષ પર્યટન ઉપક્ષેત્રોનો વિકાસ કરવામાં આવ્યો છે જેમ કે ઉત્સવ પર્યટન, સાહસિક પર્યટન, લગ્ન પર્યટન અને ક્રૂઝ પર્યટન. તેમાં ભારતના તહેવારો, કાર્યક્રમો તેમજ પર્વતારોહણથી લઈને ‘ઇન્ડિયા સેઝ આઈ ડૂ’ હેઠળ મેરેજ ડેસ્ટિનેશન સેન્ટરને પ્રોત્સાહન આપવાનો સમાવેશ થાય છે.
ક્રૂઝ પર્યટનનો વિકાસ
ક્રૂઝ પર્યટનનો લાભ પણ કોલકાતાને મળ્યો છે. બંગાળમાં અનેક પ્રકારની ક્રૂઝ સેવાઓ શરૂ થઈ ગઈ છે, જેમાં ‘બંગાળ ગંગા ક્રૂઝ’ મહત્વની છે. આ ઉપરાંત ભારત અને આસિયાન દેશો વચ્ચે બંગાળની ખાડીમાં નવો ક્રૂઝ પર્યટન કોરિડોર પણ વિકસાવવામાં આવી રહ્યો છે. કોલકાતાથી શરૂ થતી એક લક્ઝુરી ક્રૂઝ સેવા પણ છે, જે હુગલી નદીના કિનારે બંગાળની સંસ્કૃતિ અને સ્થાપત્યને દર્શાવે છે.
ભાજપે મમતા બેનર્જી દ્વારા પ્રવાસીઓની સંખ્યામાં વધારાને લઈને સવાલ ઉઠાવ્યા છે. ભાજપ નેતા અમિત માલવીયે પોસ્ટ કરીને સીએમ મમતા બેનર્જીને પૂછ્યું છે કે આખરે કયા કામનો તેઓ શ્રેય લઈ રહ્યાં છે, જ્યારે પર્યટન મોદી સરકારની પ્રાથમિકતામાં છે.
Mamata Banerjee’s shameless “proud milestone” for Bengal tourism?
— Amit Malviya (@amitmalviya) November 26, 2025
A blatant CREDIT THEFT from the tourism revolution unleashed under Prime Minister Narendra Modi, while the only “international visitors” she seems most invested in facilitating are those who conveniently bolster… https://t.co/oeR8OeZQ7h
સ્પષ્ટ છે કે વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને મમતા સરકાર દરેક બાબતોના શ્રેય લેવા માંગે છે. પર્યટનથી રાજ્યની આવક વધી છે એટલું જ નહીં પરંતુ સામાન્ય નાગરિકને પણ ઘણો લાભ થાય છે. લગભગ 15 વર્ષથી મમતા બેનર્જીએ પર્યટન વિકાસ માટે કંઈ ખાસ કર્યું નથી. સાંસ્કૃતિક રીતે સમૃદ્ધ બંગાળને આ વર્ષોમાં ઘણો લાભ આપી શકાયો હોત.
આ આર્ટીકલ મૂળ હિન્દીમાં લખવામાં આવ્યો છે. મૂળ આર્ટીકલ વાંચવા માટે અહીં ક્લિક કરો.


