હોમપેજદેશગામની વસ્તી 1500, બની ગયાં 27000થી વધુ બર્થ સર્ટિફિકેટ, બાંગ્લાદેશી કનેક્શનની આશંકા:...

ગામની વસ્તી 1500, બની ગયાં 27000થી વધુ બર્થ સર્ટિફિકેટ, બાંગ્લાદેશી કનેક્શનની આશંકા: મહારાષ્ટ્રના યવતમાલમાં જન્મ પ્રમાણપત્ર કૌભાંડ

આ ગંભીર અનિયમિતતા 24 નવેમ્બર 2025ના રોજ સામે આવી હતી. ત્યારબાદ જિલ્લા આરોગ્ય અધિકારીની (DHO) ફરિયાદ પર 16 ડિસેમ્બર 2025ના રોજ યવતમાલ સિટી પોલીસ સ્ટેશનમાં FIR નોંધાઈ હતી.

- Advertisement -

મહારાષ્ટ્રના યવતમાલ જિલ્લાના ગ્રામીણ વિસ્તારમાં જન્મ નોંધણી સાથે જોડાયેલ એક મોટું કૌભાંડ સામે આવ્યું છે. જિલ્લાના અરની તાલુકાની શેંદુરસાની ગ્રામ પંચાયતમાં માત્ર ત્રણ મહિનામાં (સપ્ટેમ્બરથી નવેમ્બર) સિવિલ રજિસ્ટ્રેશન સિસ્ટમમાં (CRS) 1,500ની વસ્તીવાળા ગામમાં 27,397 જન્મો નોંધાયા છે.

આ ગંભીર અનિયમિતતા 24 નવેમ્બર 2025ના રોજ સામે આવી હતી. ત્યારબાદ જિલ્લા આરોગ્ય અધિકારીની (DHO) ફરિયાદ પર 16 ડિસેમ્બર 2025ના રોજ યવતમાલ સિટી પોલીસ સ્ટેશનમાં FIR નોંધાઈ હતી.

FIRમાં ભારતીય ન્યાય સંહિતાની (BNS) કલમ 318(4), 337, 336(3), 304(2) તેમજ IT એક્ટની કલમ 65 અને 66 હેઠળ કેસ નોંધાયો છે. પોલીસ ઇન્સ્પેક્ટર નંદકિશોર કાલે જણાવ્યું છે કે શેંદુરસાની ગામમાં જન્મ નોંધણીમાં ગેરરીતિની ફરિયાદ મળી છે અને કેસની તપાસ શરૂ કરી દેવામાં આવી છે.

- Advertisement -

ભૂતપૂર્વ ભાજપ સાંસદ કિરીટ સોમૈયાએ 17 ડિસેમ્બર 2025ના રોજ ગામની મુલાકાત લીધી અને આ કેસની ઊંડી તપાસની માંગ કરી હતી. મીડિયા સાથે વાતચીતમાં તેમણે અંદાજ લગાવ્યો કે ગ્રામ પંચાયતના કમ્પ્યુટર ઑપરેટરની લૉગ-ઇન ID અને પાસવર્ડનો કોઈએ ખોટો ઉપયોગ કર્યો હોઈ શકે છે, જેના કારણે જન્મ નોંધણીમાં આટલી મોટી ગડબડ થઈ.

X પર એક પોસ્ટમાં તેમણે કહ્યું કે શંકા છે કે હજારો બાંગ્લાદેશીઓ તેનો લાભ લઈ રહ્યા છે. તેમણે આ કેસમાં SIT તપાસની માંગ કરી છે.

તેમણે જણાવ્યું કે રેકોર્ડમાં નોંધાયેલા મોટાભાગના નામો પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ અને આસપાસના રાજ્યોના લોકોના છે. કિરીટ સોમૈયાએ કહ્યું, “મેં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સાથે વાત કરી છે અને આ તમામ નકલી જન્મ નોંધણી એન્ટ્રીઓ રદ કરવાની માંગ કરી છે.” તેમણે એ પણ જણાવ્યું કે શેંદુરસાની ગ્રામ પંચાયતની CRS ID (MH18241RE) મુંબઈમાં મેપ થયેલી મળી છે, જેનાથી સાયબર છેતરપિંડીની શંકા વધુ મજબૂત થાય છે.

રાજ્ય સરકારના નિર્દેશ પર 16 ડિસેમ્બર 2025ના રોજ ગ્રામ પંચાયતમાં ગેરકાયદે અને જન્મ-મૃત્યુની થયેલ મેટ નોંધણીની તપાસ અંગે અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન અરનીના આરોગ્ય વિભાગના અધિકારીઓને જાણવા મળ્યું કે સપ્ટેમ્બરથી નવેમ્બર 2025 દરમિયાન CRS સોફ્ટવેરમાં 27,397 જન્મ અને 7 મૃત્યુના રેકોર્ડ નોંધાયા છે, જે ગામની વાસ્તવિક વસ્તીની તુલનાએ સંપૂર્ણપણે અસામાન્ય અને શંકાસ્પદ છે.

ત્યારબાદ જિલ્લા આરોગ્ય અધિકારીએ આ ગેરરીતિની માહિતી જિલ્લા પરિષદના મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) મંદાર પાટકીને આપી. CEOએ કેસની તપાસ માટે પંચાયત વિભાગના નાયબ મુખ્ય કાર્યકારી અધિકારીની અધ્યક્ષતામાં એક તપાસ સમિતિ રચી છે. સમિતિએ ગામમાં સ્થળ પર જઈને તપાસ કરી, જેમાં સામે આવ્યું કે 27,397 જન્મ અને 7 મૃત્યુના રેકોર્ડ ગ્રામ પંચાયતના અધિકારક્ષેત્રની બહારના છે અને તેને અત્યંત શંકાસ્પદ ગણવામાં આવ્યા છે.

ત્યારબાદ પુણેના નાયબ આરોગ્ય સેવા સંચાલક દ્વારા તકનીકી તપાસ શરૂ કરવામાં આવી. રાજ્યના લૉગ-ઇન સિસ્ટમ દ્વારા કરવામાં આવેલી આ તપાસમાં સામે આવ્યું કે શેંદુરસાની ગ્રામ પંચાયતની CRS ID મુંબઈથી મેપ થયેલી હતી. ત્યારબાદ આ મામલો નવી દિલ્હી સ્થિત ભારતના એડીશનલ રજિસ્ટ્રાર જનરલ ઑફીસ અને રાષ્ટ્રીય સૂચના વિજ્ઞાન કેન્દ્રને (NIC) મોકલવામાં આવ્યો.

આ બંને સંસ્થાઓની તપાસમાં આ નિષ્કર્ષ નીકળ્યો કે આ કેસ સાયબર છેતરપિંડીનો છે. આ માહિતી 11 ડિસેમ્બર 2025ના રોજ પુણેના નાયબ આરોગ્ય સેવા સંચાલકને આપવામાં આવી, જેમણે આગળ જિલ્લા પરિષદને આની જાણ કરી.

(મૂળ રિપોર્ટ અદિતિ દ્વારા અંગ્રેજીમાં લખાયો છે જેને વાંચવા માટે આ લિંક પર ક્લિક કરો.)

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં