Wednesday, April 1, 2026
More
    હોમપેજરાજકારણ2 એકરમાં ફેલાયેલો બંગલો, 7-સ્ટાર સુવિધા અને કરોડોનો ખર્ચ: દિલ્હી બાદ હવે...

    2 એકરમાં ફેલાયેલો બંગલો, 7-સ્ટાર સુવિધા અને કરોડોનો ખર્ચ: દિલ્હી બાદ હવે ચંડીગઢમાં કેજરીવાલ માટે ‘શીશમહેલ 2.0’ બનાવાયાનો આરોપ- શું છે વિવાદ?

    ભાજપના અન્ય આરોપોમાં પંજાબની સમસ્યાઓનો પણ ઉલ્લેખ છે. તેમનું કહેવું છે કે પંજાબમાં ડ્રગ્સની સમસ્યા, બેરોજગારી અને ભ્રષ્ટાચાર વધી રહ્યા છે, છતાં કેજરીવાલ વૈભવી જીવન જીવે છે.

    - Advertisement -

    ભાજપે આમ આદમી પાર્ટીના સુપ્રીમો (AAP) અને દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર ગંભીર આરોપો લગાવ્યા છે. દિલ્હીના ‘શીશમહેલ’નો વિવાદ પૂરો થયા બાદ હવે કેજરીવાલ માટે ચંડીગઢમાં વધુ એક ‘શીશમહેલ’ તૈયાર થયો હોવાનું કહેવાય રહ્યું છે. ચંડીગઢમાં 2 એકરમાં ફેલાયેલા એક વિશાળ સરકારી બંગલાને ‘શીશમહેલ 2.0’ કહીને ભાજપે કહ્યું છે કે આ બંગલો પંજાબ સરકારના સંસાધનોનો ઉપયોગ કરીને કેજરીવાલ માટે બનાવવામાં આવ્યો છે. આ વિવાદ દિલ્હીમાં થયેલા જૂના ‘શીશમહેલ’ વિવાદની યાદ અપાવે છે, જ્યાં કેજરીવાલ પર જાહેર ભંડોળના દુરુપયોગનો આરોપ લાગ્યો હતો.

    આ વિવાદની શરૂઆત 31 ઑક્ટોબર, 2025ના રોજ ભાજપના દિલ્હી યુનિટના એક્સ પોસ્ટથી થઈ હતી. આ પોસ્ટમાં એક સેટેલાઇટ ઇમેજ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં લખ્યું હતું કે, “‘આમ આદમી’ હોવાનો ડોળ કરતા કેજરીવાલે બીજો એક ભવ્ય ‘શીશમહેલ’ બનાવડાવ્યો છે.” આગળ લખ્યું હતું કે “દિલ્હીમાં શીશમહેલ ખાલી થયા પછી, પંજાબના સુપર CM અરવિંદ કેજરીવાલે પંજાબમાં શીશમહેલ બનાવ્યો છે, જે દિલ્હી કરતાં પણ વધુ ભવ્ય છે.”

    આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, અરવિંદ કેજરીવાલને ચંડીગઢના સેક્ટર 2માં મુખ્યમંત્રી ક્વોટામાંથી 2 એકરનો વૈભવી 7-સ્ટાર સરકારી બંગલો મળ્યો છે.

    - Advertisement -

    AAP રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલે પણ આ જ ઇમેજ શેર કરીને આરોપ લગાવ્યો હતો. જેમાં લખ્યું હતું કે, “દિલ્હીનો શીશમહેલ ખાલી થયા પછી અરવિંદ કેજરીવાલે પંજાબમાં શીશમહેલ બનાવ્યો છે, જે દિલ્હી કરતાં પણ વધુ ભવ્ય છે. અરવિંદ કેજરીવાલને મુખ્યમંત્રી ક્વોટામાંથી ચંડીગઢના સેક્ટર 2માં 2 એકરનો વૈભવી 7-સ્ટાર સરકારી બંગલો આપવામાં આવ્યો છે.”

    આ સિવાય તેમણે અન્ય આરોપ લગાવતા લખ્યું કે, “ગઈકાલે તેઓ (કેજરીવાલ) તેમના ઘરની સામેથી અંબાલા જવા માટે સરકારી હેલિકોપ્ટરમાં બેઠા હતા. ત્યારબાદ અંબાલાથી પંજાબ સરકારનું એક ખાનગી જેટ તેમને પાર્ટીના કામ માટે ગુજરાત લઈ ગયું. આખી પંજાબ સરકાર એક માણસની સેવા કરવામાં વ્યસ્ત છે.”

    ત્યારપછી સ્વાતિ માલીવાલે 1 નવેમ્બરની સવારે ANI સાથેની વાતચીતમાં કહ્યું કે, “અરવિંદ કેજરીવાલને જનતાના આદેશ પર દિલ્હીમાં પોતાનો શીશમહેલ ખાલી કરવો પડ્યો. તેથી હવે તેમણે ચંડીગઢમાં શીશમહેલ 2.0 બનાવવા માટે પંજાબ સરકારને આદેશ આપ્યો છે. પંજાબના મુખ્યમંત્રીના ક્વોટામાંથી ચંડીગઢના સેક્ટર 2માં બે એકર જમીન પર એક વિશાળ, વૈભવી મહેલ બનાવવામાં આવ્યો છે. તે કોઈ 7 સ્ટાર હોટલથી ઓછો નથી. ગયા મહિને પંજાબ સરકારે આ વૈભવી મહેલનું મોટાપાયે નવીનીકરણ કરાવ્યું હતું અને હવે તેઓ (કેજરીવાલ) ત્યાં રહે છે.”

    તેમણે કહ્યું કે, “મને સમજાતું નથી કે તેમને આ મહેલ કેમ આપવામાં આવ્યો હતો. તે ધારાસભ્ય પણ નથી. જ્યારે મેં આ મુદ્દો ઉઠાવ્યો, ત્યારે એવો દાવો કરીને જૂઠાણું ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો કે તે પંજાબના મુખ્યમંત્રીની કેમ્પ ઓફિસ છે. પરંતુ જો તે ખરેખર કેમ્પ ઓફિસ છે તો તે જાહેર જનતા માટે કેમ ખુલ્લી નથી મુકવામાં આવી? તેને અંદરથી કેમ બંધ કરવામાં આવી છે? અને બીજું, જો તે ખરેખર પંજાબના મુખ્યમંત્રીની કેમ્પ ઓફિસ છે તો છેલ્લા ચાર વર્ષમાં ત્યાં કેટલી બેઠકો યોજાઈ છે? આ એક જૂઠ છે. સત્ય એ છે કે આ વૈભવી મહેલ, શીશમહેલ 2.0, હવે પંજાબના સુપર CM અરવિંદ કેજરીવાલનો છે.”

    સ્વાતિ માલીવાલે ન માત્ર અરવિંદ કેજરીવાલ પરંતુ અન્ય AAP નેતાઓ પર પણ આરોપ લગાવ્યા છે. તેમણે એક પોસ્ટમાં લખ્યું હતું કે, “ચંડીગઢમાં માત્ર કેજરીવાલ પાસે જ ‘શીશમહેલ’ છે એવું નથી…” ત્યારપછી તેમણે આરોપ લગાવ્યો હતો કે સેક્ટર 39મા બંગલો નંબર 960, મનીષ સિસોદિયા, સેક્ટર 39મા બંગલો નંબર 926 સત્યેન્દ્ર જૈનનો છે.

    સ્વાતિએ આગળ લખ્યું કે, “સેક્ટર 39મા આ મોટી વૈભવી હવેલીઓ છે, જ્યાં સરકારી મંત્રીઓ રહે છે. આ ઉપરાંત પંજાબ સરકારે દિલ્હીથી ચંડીગઢ આવેલા ઘણા લોકોને વૈભવી બંગલા પૂરા પાડ્યા છે. આ રીતે સરકારી મિલકત પર ગેરકાયદેસર કબજો કરવો એ ગુનો છે.”

    ‘શીશમહેલ 2.0’ની વિગતો

    આ બંગલો પંજાબ અને હરિયાણાના મુખ્યમંત્રીઓના સત્તાવાર નિવાસ માટે આરક્ષિત વિસ્તાર ચંડીગઢના સેક્ટર 2મા છે. આ કોમ્પ્લેક્સ લગભગ 2 એકર જમીનમાં ફેલાયેલું છે અને તેમાં વિશાળ બગીચા, વૃક્ષોની હારમાળા અને પાર્કિંગની પૂરતી જગ્યા છે. સેટેલાઇટ ઇમેજમાં તે શહેરના વ્યસ્ત વિસ્તારોથી અલગ અને શાંત જગ્યાએ આવેલું દેખાય છે.

    ભાજપના મતે આ બંગલો પંજાબ મુખ્યમંત્રીના ક્વોટા હેઠળ કેજરીવાલ માટે વિશેષ રીતે નવીનીકરણ કરીને તૈયાર કરવામાં આવ્યો છે, જે નિયમોની વિરુદ્ધ છે. કારણ કે કેજરીવાલ પંજાબ વિધાનસભાના સભ્ય કે મંત્રી નથી. તેમના મતે આમાં પંજાબના જાહેર ભંડોળનો દુરુપયોગ થયો છે અને તેને 7 સ્ટાર મેન્શનનું સ્વરૂપ આપવામાં આવ્યું છે.

    જોકે, આ બંગલા માટે કેટલો ખર્ચ થયો તેનો સત્તાવાર આંકડો જાહેર થયો નથી. પરંતુ ભાજપે દાવો કર્યો છે કે આ નવીનીકરણમાં કરોડો રૂપિયા ખર્ચાયા છે, જે પંજાબ સરકારના બજેટમાંથી આવ્યા છે. આની તુલના દિલ્હીના શીશમહેલ સાથે કરવામાં આવી રહી છે, જ્યાં CPWDના રિપોર્ટ અનુસાર 45 કરોડથી ૫૨ કરોડ ખર્ચાયા હતા. ભાજપે આરોપ લગાવ્યો છે કે પંજાબમાં મહિલાઓને આપવાના હતા એ પૈસા અધવચ્ચે અટકાવીને તેનો ઉપયોગ કેજરીવાલ માટે આ વૈભવી મહેલ બનાવવામાં આવ્યો છે.

    સુવિધાઓની વાત કરીએ તો ભાજપે આ બંગલામાં રોયલ કમ્ફર્ટની વાત કરી છે, જેમાં વિશાળ બગીચા, માર્બલની સજાવટ, કાચનું કામ અને VVIP સુરક્ષા માટે 100 કારોના કોન્વોયનો સમાવેશ થાય છે. ભાજપનો દાવો છે કે કેજરીવાલ પંજાબના હેલિકોપ્ટર અને જેટનો પણ ઉપયોગ પાર્ટીના પ્રચાર માટે કરે છે, જેમ કે ગુજરાત ચૂંટણીમાં થયું હતું.

    ભાજપના અન્ય આરોપોમાં પંજાબની સમસ્યાઓનો પણ ઉલ્લેખ છે. તેમનું કહેવું છે કે પંજાબમાં ડ્રગ્સની સમસ્યા, બેરોજગારી અને ભ્રષ્ટાચાર વધી રહ્યા છે, છતાં કેજરીવાલ વૈભવી જીવન જીવે છે. પંજાબ ભાજપના નેતા અશ્વની શર્માએ કહ્યું કે પંજાબ દેવામાં ડૂબેલું છે પરંતુ કેજરીવાલને શીશમહેલ મળે છે. આ સિવાય દિલ્હીમાં ચૂંટણી હારનાર AAP નેતાઓને પંજાબમાં વિવિધ બોર્ડમાં નિમણૂક આપવામાં આવી હોવાના આરોપ પણ લાગ્યા છે.

    મામલાની પૃષ્ઠભૂમિ

    આ મામલો 2024ની દિલ્હી વિધાનસભા ચૂંટણી સાથે જોડાયેલ છે, જ્યાં ભાજપે કેજરીવાલના સત્તાવાર નિવાસને (6, ફ્લેગ સ્ટાફ રોડ) ‘શીશમહેલ‘ ગણાવ્યો હતો. કેન્દ્રીય જાહેર કાર્ય વિભાગના (CPWD) રિપોર્ટમાં જણાવાયું હતું કે આ બંગલાના નિર્માણમાં નિયમોનું ઉલ્લંઘન થયું હતું અને 45 કરોડથી વધુનો ખર્ચ થયો હતો. આ કારણે AAPને દિલ્હીમાં હારનો સામનો કરવો પડ્યો. હવે આવો જ મામલો પંજાબમાંથી પણ સામે આવ્યો છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં