પંજાબમાં (Punjab) શીખોનું ખ્રિસ્તી ધર્મમાં ધર્માંતરણ (Christian Conversion) ચિંતાનો વિષય છે. પાછલા કેટલાક સમયમાં એવા ઘણા મામલા સામે આવ્યા છે જે અનુસાર ખ્રિસ્તી મિશનરીઓની (Missionaries) તાકાત વધી રહી છે. જે અંગે ઘણા શીખ સંગઠનોએ આ અંગે ચિંતા પણ વ્યક્ત કરી છે, પરંતુ હજુ સુધી કોંગ્રેસ સરકાર કે AAP સરકારે આ મુદ્દા પર કોઈ ધ્યાન આપ્યું નથી. હવે આ મામલે દૈનિક જાગરણનો એક અહેવાલ સામે આવ્યો છે.
દૈનિક જાગરણનો સામે આવેલ અહેવાલ ચોંકાવનારા આંકડા દર્શાવી રહ્યો છે. આ અહેવાલ અનુસાર પંજાબમાં માત્ર 2 વર્ષમાં, 3 લાખ 50 હજારથી વધુ લોકો ધર્માંતરણ કરીને ખ્રિસ્તી બન્યા છે. અહેવાલ અનુસાર, પંજાબમાં ફક્ત 2023-24માં જ 1.5 લાખ લોકોએ ધર્મ પરિવર્તન કર્યું, જ્યારે 2024-25ના અંત સુધીમાં 2 લાખ લોકોએ ધર્માંતરણ કર્યું હતું.
આ મામલો વધુ ચોંકાવનારો ત્યારે બન્યો જ્યારે રાજ્યવાર ધર્માંતરિત લોકોની સંખ્યા જોવામાં આવી. અહેવાલ અનુસાર તરનતારનમાં છેલ્લા 10 વર્ષમાં અહીં ખ્રિસ્તી સમુદાયની વસ્તી 6,137થી વધીને 12,436 થઈ ગઈ છે એટલે કે દસ વર્ષમાં 102%નો વધારો થયો છે. તેવી જ રીતે, જો આપણે ગુરદાસપુર જિલ્લાની વાત કરીએ તો, છેલ્લા 5 વર્ષમાં ખ્રિસ્તી સમુદાયની વસ્તીમાં 4 લાખથી વધુનો વધારો થયો છે.
પંજાબમાં ખ્રિસ્તી પાદરીઓ કેવી રીતે બનાવે છે શીખોને ઈસાઈ
આમ જોવા જઈએ તો ખ્રિસ્તી મિશનરીઓ દેશભરના અંતરિયાળ વિસ્તારોમાં પહોંચી ગઈ છે અને ગરીબ તથા લાચાર લોકોને નિશાન બનાવી રહી છે. પરંતુ પંજાબ વધુ ચિંતાનો વિષય છે કારણ કે અહીં ખુલ્લેઆમ ધર્માંતરણનો ખેલ ચાલી રહ્યો છે. અહીં ખુલ્લેઆમ સભાઓ યોજાય છે. એવા પાદરીઓના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે જેઓ મૃત વ્યક્તિને ફૂંક મારીને જીવતો કરવાના દાવા કરે છે. ત્યારપછી લોકોમાં ભ્રમ પેદા કરીને તેમને ખ્રિસ્તી ધર્મ અપનાવવાનું કહેવામાં આવે છે.
અન્ય એક અહેવાલ અનુસાર ખ્રિસ્તી મિશનરીઓનો પ્રભાવ પટિયાલાથી પઠાણકોટ સુધી ફેલાયેલો છે. ખ્રિસ્તી મિશનરીઓએ રાજ્યના 23 જિલ્લાઓ પર કબજો જમાવી લીધો છે અને સતત પોતાનું સામ્રાજ્ય વિસ્તારી રહી છે. શીખોમાં લોકપ્રિયતા મેળવવા માટે, તે સભાઓમાં પાઘડી પહેરીને જ જાય છે જેથી સામાન્ય શીખોને લાગે કે સભાઓનું આયોજન કરનારા લોકો તેમનાથી અલગ નથી.
The new phenomenon in Punjab: charismatic Pentecostal Christian preachers. And they are attracting followers and obviously make Sikh groups uncomfortable. Pick latest issue of @IndiaToday for details. Grab some glimpses here: https://t.co/zjB27myUKo pic.twitter.com/VVjlVusJKJ
— Anilesh Mahajan 🇮🇳 (@anileshmahajan) November 4, 2022
આ બધા ખ્રિસ્તી પાદરીઓ બિન-ખ્રિસ્તી લોકોને ધર્માંતરણમાં ફસાવવા માટે મોટા કાર્યક્રમોનું આયોજન કરે છે. વહીવટીતંત્ર તેમને આ માટે પરવાનગી પણ આપે છે. આવા લોકોને રક્ષણ મળી રહ્યું છે. બેનરો, પેમ્ફલેટ અને સોશિયલ મીડિયા કેમ્પેન દ્વારા તેમનો પ્રચાર કરવામાં આવે છે અને અંતે હજારો લોકોની ભીડ કાર્યક્રમ સ્થળે એકઠી થાય છે. ભીડને આકર્ષવા માટે, કાર્યક્રમમાં એવા બેન્ડ હોય છે જે પાદરીના દરેક ભાષણ પછી કાર્યક્રમને પ્રભાવશાળી બનાવવા માટે સંગીત વગાડે છે. ગીતો એવી લયમાં ગવાય છે કે ભીડ ખ્રિસ્તી ગીતો પર નાચવા લાગે છે.
આ બધા ખેલ પછી, ભીડમાંથી કોઈને પસંદ કરવામાં આવે છે અને એવો દાવો કરવામાં આવે છે કે આ પાદરી ન માત્ર મોટી બીમારીઓનો ઈલાજ કરે છે પણ ભૂતોને પણ ભગાડી શકે છે. પાદરીઓના આ લલચાવનારા વચનોને કારણે, કેટલાક લોકો કાર્યક્રમ દરમિયાન ખ્રિસ્તી ધર્મ અપનાવે છે અને કેટલાક કાર્યક્રમ પછી.
જાણીને નવાઈ લાગશે કે પંજાબમાં ધર્માંતરણના ધંધામાં સામેલ મોટાભાગના ખ્રિસ્તી પાદરીઓ એવા છે જેઓ ધર્માંતરણ પછી ખ્રિસ્તી બન્યા હતા. જોકે, આ લોકોએ પોતાનું નામ કે ઓળખ બદલી નથી. આજે પણ, શીખ પાદરી પાઘડી પહેરે છે અને હાથમાં બાઇબલ લઈને પ્રચાર કરે છે. તેમના આવા કાર્યોનું પરિણામ એ છે કે સામાન્ય શીખો પણ તેમને પોતાના સમજીને તેમની સભાઓમાં પહોંચે છે.
SGPCનું અભિયાન
4 વર્ષ પહેલાં, શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિએ આ બાબતની નોંધ લીધી અને ચિંતા દર્શાવી હતી. તેમણે શીખોને ધર્માંતરણથી બચાવવા માટે ‘ઘર-ઘર અંદર ધર્મસાલ‘ અભિયાન શરૂ કર્યું. તેમનો ઉદ્દેશ્ય એ હતો કે જે પ્રક્રિયા દ્વારા ખ્રિસ્તી મિશનરીઓ શીખોને ગેરમાર્ગે દોરતા હતા તે જ પ્રક્રિયાનો ઉપયોગ હવે શીખ ધર્મને બચાવવા માટે કરવામાં આવે. SGPC માનતી હતી કે કેટલાક પાદરીઓ જાણી જોઈને લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા હતા અને તેમને ખ્રિસ્તી બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
પંજાબમાં ધર્માંતરણ માટે વિદેશી ભંડોળ અને પાદરીઓનો પ્રભાવ
ઉલ્લેખનીય છે કે પંજાબમાં ચાલી રહેલા આ મોટા ષડયંત્ર સામે વિદેશી ભંડોળનો મુદ્દો ઘણીવાર સામે આવ્યો છે. આ વખતે પણ, દૈનિક જાગરણે શીખ સ્કોલર ડૉ. રણબીર સિંઘના હવાલે દર્શાવવામાં આવ્યું છે કે પંજાબમાં ચાલી રહેલા ધર્માંતરણના ખેલને અમેરિકા, પાકિસ્તાન સહિતના અન્ય દેશોમાંથી ફંડિંગ કરવામાં આવી રહ્યું છે.
આજે પંજાબમાં સૌથી પ્રખ્યાત પાદરી પ્રોફેટ બજિન્દર સિંઘ (Prophet Bajinder Singh) છે, જે પોતાને ઈસુ ખ્રિસ્ત મસીહાનો પ્રોફેટ કહે છે. યુટ્યુબ પર તેમના 30 લાખથી વધુ ફોલોઅર્સ છે અને તેમના વિડીયોને લાખો વ્યૂઝ પણ મળે છે. તાજેતરમાં, બોલિવૂડ અભિનેતા રાજપાલ સિંઘ આ જ પાદરીને પ્રણામ કરતા જોવા મળ્યા હતા.
પાદરી બજિન્દર સિંઘ ઉપરાંત, પંજાબમાં ધર્માંતરણને સક્રિયપણે પ્રોત્સાહન આપનારા પાદરીઓમાં અમૃત સંધુ, કંચન મિત્તલ, રમણ હંસ, ગુરનામ સિંઘ ખેડા, હરજીત સિંઘ, સુખપાલ રાણા, ફારિસ મસીહનો સમાવેશ થાય છે. આ લોકો સોશિયલ મીડિયાના માધ્યમથી લોકો સુધી પહોંચે છે. તેમના અનુયાયીઓમાં સમાજના દરેક વર્ગના લોકોનો સમાવેશ થાય છે. જ્યારે આ લોકો પર પ્રશ્નો ઉઠે છે, ત્યારે આ લોકો એવો દાવો કરે છે કે આ લોકો ફક્ત લોકોને પ્રાર્થના કરાવે છે. જોકે પ્રશ્ન હજુ પણ એ જ છે કે જો સભાઓ અન્ય મિશનરી કાર્યક્રમોમાં માત્ર પ્રાર્થના જ કરાવવામાં આવે છે તો લોકો ધર્મ પરિવર્તન કેમ કરી લે છે.