Friday, April 19, 2024
More
    હોમપેજસંપાદકની પસંદકેજરીવાલે ગુજરાતને આપેલા વચનો પર ગુજરાતી ટ્વિટર યુઝર્સનું અટ્ટહાસ્ય: આમ આદમી પાર્ટીના...

    કેજરીવાલે ગુજરાતને આપેલા વચનો પર ગુજરાતી ટ્વિટર યુઝર્સનું અટ્ટહાસ્ય: આમ આદમી પાર્ટીના અણમોલ વચનો ટ્રેન્ડ થયાં

    'અમારી સરકાર આવી તો સરદાર સરોવર ડેમ બંધ કરી ને ગામે ગામ સરદાર સરોવર ડેમ બનાવીશું!': ગુજરાતીઓએ ટ્રેન્ડ કર્યું #આપિયા_ના_અણમોલ_વચનો

    - Advertisement -

    આમ આદમી પાર્ટી આમ તો પહેલાથી જ પોતાના ગુજરાત વિરોધી વલણને લઇને ચર્ચામાં રહેતી હોય છે. એમાં પણ જ્યારથી ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ પોતાનો વ્યાપ વધાર્યો છે ત્યારથી તો નવા બનેલા આપ કાર્યકરો તો જે ચા કરતા કીટલી ગરમ હોય તેમ બહારના આપ કાર્યકર્તાઓને પણ ગુજરાતને બદનામ કરવામાં વટાવી ગયા છે. બળતામાં ઘીનું કામ કર્યું ગુજરાતમાં અરવિંદ કેજરીવાલે આપેલ અણઘડ વાયદાઓ અને ગેરન્ટીઓએ. કંટાળેલા ગુજરાતીઓએ ગઈકાલે પોતાનો ગુસ્સો ટ્વીટર પર #આપિયા_ના_અણમોલ_વચનો ટ્રેન્ડ કરીને વ્યક્ત કર્યો હતો.

    જ્યારથી ગુજરાત વિધાનસભાચૂંટણીની ચર્ચાઓ શરૂ થઇ હતી ત્યારથી રોજ આપના કોઈ દિલ્હીના નેતાઓ ગુજરાત આવીને ગમે તે વાયદાઓ કરવા માંડ્યા છે. જે વાયદાઓ તેઓ પોતાની સત્તામાંના 2 રાજ્યો દિલ્હી અને પંજાબમાં પુરા કરવામાં સદંતર નિષ્ફ્ળ રહ્યા છે તેની કેસેટ ગુજરાતમાં વગાડીને ગુજરાતીઓના વોટ લેવાનું તેમનું સપનું પૂરું થતું નથી દેખાઈ રહ્યું. જેનું તાજું ઉદાહરણ છે ગઈકાલે ટ્રેન્ડ થયેલો ટ્વીટર હેશટેગ.

    ટ્વીટર પર ટ્રેન્ડ થયું #આપિયા_ના_અણમોલ_વચનો

    ગઈકાલે અચાનકજ ટ્વીટર પર એક હેશટેગ ટ્રેન્ડ થતો જોવા મળ્યો, જે હતો #આપિયા_ના_અણમોલ_વચનો અને જોત જોતામાં તે હેશટેગ ટ્વીટર પર છઠ્ઠા નંબરે ટ્રેન્ડ થઇ રહ્યો હતો. ગુજરાતમાં અરવિંદ કેજરીવાલે આપેલ અણઘડ વાયદાઓ અને ગેરન્ટીઓએ સામે આ એક પ્રકારનો વર્ચ્યુઅલ રોષ હતો.

    - Advertisement -

    નોંધનીય રીતે આ ટ્રેન્ડ @metho_mehaniyo દ્વારા શરૂ કરવામાં આવ્યો હતો અને તે બાદ ટ્વીટર પર રીતસરનું #આપિયા_ના_અણમોલ_વચનો આ હેશટેગનું સ્વયંભૂ પૂર જ આવી ગયું હતું.

    ટ્વીટર યુઝર @i_m_prapti એ એક ટ્વિટ્સની હારમાળામાં આમ આદમી પાર્ટીના અણઘડ વચનો પર ટકોર કરતા લખ્યું હતું કે ગુજરાતમાં ચૂંટણી જીતવા આમ આદમી પાર્ટી કેવા કેવા વચનો કરી શકે છે.

    એક ટ્વીટર યુઝર @JamMahavirsinh એ લખ્યું હતું કે “અમારી સરકાર બનશે તો બાલાજી વેફર ના પેકેટ ની હવા અમે કાઢી આપીશું. ગુજરાતી ને કષ્ટી નહિ થવા દઇએ…”

    ટ્વીટર આઈડી @Al_neurologist એ આપ પર ચાબખા લેતા લખ્યું હતું કે, “અમારી સરકાર આવશે તો અમે ગુજરાતી સુપરસ્ટાર શ્રી રઇજી ઠાકોરની “નદી કિનારે પાવન પ્રીત પોકારે” ફિલ્મને સમગ્ર ગુજરાતમાં નિઃશુલ્ક બતાવીશું. ફ્રી ફ્રી ફ્રી! સાથે સમોસા, ચટણી, ધાણીના પડીકા, પાણીની બોટલ પણ મળશે. સિંગલયાઓનું મિલન પણ સિનેમાગૃહમાં કરી આપવાની ગેરેન્ટી”

    જાણીતા સંશોધનાત્મક પત્રકાર @vijaygajera એ આમ આદમી પાર્ટીના ગુજરાત વિરોધી મેધા પાટકર સાથેના સંબંધને ટાંકીને લખ્યું હતું કે, “અમારી સરકાર આવી તો સરદાર સરોવર ડેમ બંધ કરી ને ગામે ગામ સરદાર સરોવર ડેમ બનાવીશું!”

    આમ આદમી પાર્ટી યુવાનોને લોભ આપવા કેવા વચન કરી શકે એ વિષે @RupalAhir2 એ લખ્યું હતું કે, ‘અમારી સરકાર આવશે તો સરકારી નોકરી આપશું અને સાથે સાથે રૂપના કટકા જેવી છોકરી ય પરણાવી આપીશું.’

    કાઠિયાવાડી મિત્રોની લાગણીઓને ઠેસ પહોંચે એવો એક વાયદો @NimawatHiren દ્વારા નોંધવામાંમાં આવ્યો હતો કે, “અમારી સરકાર આવી તો ગાંઠીયા સાથે સંભારો ફ્રી આપીશું..!! એલા એ તો આમ પણ ફ્રી જ આવે છે !!”

    @chemistaatma એ પણ જુદી જુદી બે ટ્વીટમાં આમ આદમી પાર્ટી આગળ કેવા વાયદા કરી શકે એ વિષે ટોણા માર્યા હતા.

    જોત જોતામાં આ #આપિયા_ના_અણમોલ_વચનો હેશટેગ ટ્વીટર પર છઠ્ઠા નંબરે ટ્રેન્ડ કરવા મંડ્યો હતો.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં