Monday, April 29, 2024
More
    હોમપેજદેશ‘અયોધ્યા નહિ પહોંચી શકો... બોમ્બથી ઉડાવી દઈશું’: ગુજરાતમાંથી સાયકલ યાત્રા કરી રહેલા...

    ‘અયોધ્યા નહિ પહોંચી શકો… બોમ્બથી ઉડાવી દઈશું’: ગુજરાતમાંથી સાયકલ યાત્રા કરી રહેલા હિંદુ યુવકોને અસગર ખાને આપી ધમકી

    જયારે બંને હિંદુ યુવકોએ રસ્તામાં બનેલી ઘટના વિશે હિંદુ સંગઠનોને વાત કરી, ત્યારે સંગઠનના કાર્યકર્તાઓ મળીને પોલીસ સ્ટેશન ગયા અને ધમકી આપનાર બંને પિતા-પુત્ર સામે એફઆઈઆર દાખલ કરાવી.

    - Advertisement -

    ગુજરાતમાંથી અયોધ્યા સાયકલ યાત્રા કરી રહેલા ગુજરાતના બે હિંદુ યુવકોને, મુસ્લિમ પિતા-પુત્રની જોડીએ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી છે. યુવકો સાયકલ પર મધ્ય પ્રદેશના સારંગપુર નજીક પહોંચ્યા હતા. જ્યાં રસ્તામાં અસગર ખાન નામના વ્યક્તિએ તેમણે ધમકી આપી હતી કે તેઓ અયોધ્યા નહિ પહોંચી શકે, કારણ કે તેઓને બોમ્બથી ઉડાવી દેવામાં આવશે.

    ભાસ્કર રીપોર્ટ મુજબ ગુજરાતમાંથી સાયકલ યાત્રા કરી રહેલા આ યુવકોને MPના રાજગઢ જિલ્લાના સારંગપુર નજીક આ ઘટનાનો સામનો કરવો પડ્યો હતો. જેમાં યુવાનોએ અસગર ખાનની ધમકી આપતો વિડીયો બનાવી લીધો હતો. જેમાં અસગર ખાન સાથે તેનો પુત્ર પણ તેઓને ધમકાવી રહ્યો હોય છે. બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળ્યા બાદ બંને યુવકોએ સ્થાનિક હિંદુ સંગઠનના કાર્યકર્તાઓનો સંપર્ક કરી તેઓને વિગતે વાત જણાવી હતી. જે પછી મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો. જેમાં પોલીસે ફરિયાદ નોંધી કાર્યવાહી કરતા બંને આરોપી બાપ-બેટાની ધરપકડ કરી લીધી છે.

    આ ઘટના બુધવાર 17 જાન્યુઆરી 2024ના રોજ બનવા પામી હતી. બંને હિંદુ યુવકોના નામ નીલ પટેલ અને દેવ પટેલ જાણવામાં આવી રહ્યા છે. તેઓ અયોધ્યા રામ મંદિર ખાતે થવા જઈ રહેલી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને જોવા માટે સાયકલ પર જઈ રહ્યા હતા. જે વખતે બનાવ બન્યો ત્યારે દેવ પટેલે અસગર ખાનનો વિડીઓ ઉતારી લીધો હતો. બંને હિંદુ યુવકોએ આરોપ લગાવતા જણાવ્યું કે, તેઓ વારંવાર ક્યા જઈ રહ્યા છો એવું પૂછી રહ્યા હતા, જેનો જવાબ આપતા અસગરે કહ્યું, “જાઓ, તમને કહું છું કે તમે ત્યાં પહોંચી નહિ શકો. રામભક્તોને બોમ્બથી ઉડાવી દઈશું” સ્થાનિક મીડિયાએ પણ આ સમાચાર પ્રસારિત કર્યા હતા.

    - Advertisement -

    આ ઘટના ઘટી ત્યારે હિંદુ જાગરણ મંચના જિલ્લા સહ-સંયોજક મુકેશ દુબે હાઈવે પર બંને યુવકોની વાટ જોઈ રહ્યા હતા. જેથી તેઓને કોઈ મુશ્કેલી હોય તો તેમની સેવા અને મદદ કરી શકે. જયારે બંને હિંદુ યુવકોએ રસ્તામાં બનેલી ઘટના વિશે તેઓને વાત કરી, ત્યારે સંગઠનના કાર્યકર્તાઓ મળીને પોલીસ સ્ટેશન ગયા અને ધમકી આપનાર બંને પિતા-પુત્ર સામે એફઆઈઆર દાખલ કરાવી. જે પછી પોલીસ પ્રશાસને પણ કાર્યવાહી કરતા બંને આરોપી પિતા-પુત્રની ધરપકડ કરી લીધી હતી.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં