Sunday, April 28, 2024
More
    હોમપેજગુજરાતરાજુલામાં હિંદુ યુવતીને ઘરમાંથી ઉપાડી ગયો સમીર, મહિના અગાઉ આપી હતી જાનથી...

    રાજુલામાં હિંદુ યુવતીને ઘરમાંથી ઉપાડી ગયો સમીર, મહિના અગાઉ આપી હતી જાનથી મારી નાખવાની ધમકી: હિંદુ સંગઠનોના દબાણ બાદ પોલીસે કરી ધરપકડ

    - Advertisement -

    અમરેલીના રાજુલામાં એક હિંદુ યુવતીના અપહરણની ચકચારી ઘટના સામે આવી છે. રાજુલામાંથી એક મુસ્લિમ યુવક હિંદુ યુવતીને તેના ઘરમાંથી ઉઠાવી જતા હોબાળો મચ્યો છે. અપહરણ થયાની જાણ બાદ હિંદુ સમુદાયે મોટી સંખ્યામાં એકઠા થઈને કાર્યવાહીની માંગ ઉઠાવી હતી. આ મામલે રાજુલા પોલીસે આરોપી સમીરની ધરપકડ કરી લીધી છે.

    મળતી માહિતી પ્રમાણે અમરેલી જિલ્લાના રાજુલાના ધોળીયા ડુંગર વિસ્તારમાંથી 06 ફેબ્રુઆરી 2024ના રોજ મૂંગો કાદરભાઈ ઝાંખરા ઉર્ફે સમીર નામના મુસ્લિમ યુવકે સ્થાનિક હિંદુ યુવતીનું બળજબરી પૂર્વક અપહરણ કરી લીધું હતું. જેને પગલે સ્થાનિક લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. જે પછી રાજુલા પોલીસ સ્ટેશનની બહાર બહોળા પ્રમાણમાં હિંદુ સમુદાય ભેગો થઇ ગયો હતો. ઘટનાને પગલે હિંદુ યુવતીના પરિવારજનો સાથે વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળના કાર્યકર્તાઓ પણ મોટી સંખ્યામાં રાજુલા પોલીસ સ્ટેશન પહોચ્યા હતા, અને આ મામલે તત્કાલ કાર્યવાહીની માંગ કરી હતી.

    પોલીસે પણ તત્કાલ કાર્યવાહી કરતા મુસ્લિમ યુવકને પકડવા માટે પોલીસની 6 ટીમો તૈયાર કરી હતી. બનાવ બાદ મામલો ઉગ્ર બનતા સાવરકુંડલાથી ડીવાયએસપી હરેશ વોરા રાજુલા દોડી આવ્યા હતા. જે પછી તેમણે હિંદુ યુવતીના અપહરણથી ઉશ્કેરાયેલા ટોળાને શાંતિ રાખવા અપીલ કરી હતી.

    - Advertisement -

    ઘટનામાં નોંધાયેલી FIR અનુસાર, અપહરણ કર્યાના એક મહિના પહેલાં જ સમીરે યુવતી અને તેની માતાને છરો બતાવી ધમકી આપતા કહ્યું હતું કે, તે ગમે તે સમયે યુવતીનું અપહરણ કરી લેશે, અને આ વિશે તેઓ કોઈને કહેશે તો તેઓને જાનથી મારી નાખશે. જેનાથી ગભરાઈ ગયેલી યુવતી અને તેની માતાએ આ અંગે કોઈને જાણ કરી ન હતી. જે પછી 6 જાન્યુઆરી 2024ના રોજ વહેલી સવારે જયારે યુવતીના પિતા સ્નાન કરવા માટે જાય છે ત્યારે, ઘરની બહાર બેઠેલી યુવતીને મૂંગો ઝાંખરા ઉર્ફે સમીર બળજબરી કરી ઉપાડી જાય છે. અપહરણથી અજાણ પરીવાર તેની આસપાસમાં શોધખોળ કરે છે, પરંતુ યુવતીનો કોઈ પત્તો ના લાગતા યુવતીની માતા મહિના પહેલા બનેલી ધમકીની ઘટનાં યુવતીના પિતાને જણાવે છે. જે પછી સમીરે યુવતીનું અપહરણ કર્યું હોવાનું સ્પષ્ટ થતાં પરિવારજનોએ પોલીસનો સંપર્ક કર્યો હતો.

    આ મામલે ફરિયાદ નોંધાયા બાદ પોલીસની ટેકનિકલ સર્વેલન્સની ટીમ સહિત કુલ 6 ટીમોએ આરોપીની શોધખોળ શરૂ કરી હતી. પોલીસે આસપાસના 90 જેટલા સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા. જેના આધારે બાબરા ખાતેથી પોલીસે આરોપી સમીરને ઝડપી પાડ્યો હતો. આરોપીની ધરપકડ બાદ હિંદુ યુવતીને કાઉન્સિલ કરીને તેના પરિવારને સોંપવામાં આવી હતી. પોલીસે આરોપી મૂંગો કાદરભાઈ ઝાંખરા ઉર્ફે સમીર પર IPCની 356 અને 506ની કલમ હેઠળ અપહરણ અને ધમકી આપવાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં