Tuesday, April 30, 2024
More
    હોમપેજદેશ'આ બધું મુસ્લિમ ટોળાએ કર્યું': નૂંહમાં ઘટનાસ્થળે હાજર પોલીસકર્મીએ વર્ણવી આંખોદેખી, જેઓ...

    ‘આ બધું મુસ્લિમ ટોળાએ કર્યું’: નૂંહમાં ઘટનાસ્થળે હાજર પોલીસકર્મીએ વર્ણવી આંખોદેખી, જેઓ પોતે આ પથ્થરમારામાં ઘાયલ પણ થયા હતા

    તેમણે કહ્યું કે આતંકવાદીઓ દ્વારા જે AK 47નો ઉપયોગ કરવામાં આવ્યો હતો તેનો ઉપયોગ તેમના પર હુમલો કરવા માટે કરવામાં આવ્યો હતો. અન્ય એક પીડિતે કહ્યું, “પ્રાચીન શિવ મંદિર 3 બાજુથી પર્વતોથી ઘેરાયેલું છે. ત્રણેય તરફથી ગોળીઓ છોડવામાં આવી હતી."

    - Advertisement -

    હરિયાણાના મેવાત પ્રદેશ હેઠળ આવતા નૂંહ જિલ્લામાં સોમવારે (31 જુલાઈ, 2023) હિંદુઓની બ્રજમંડલ જલાભિષેક યાત્રા પર કટ્ટરપંથી મુસ્લિમો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં ઘણા લોકો માર્યા ગયા હતા. તે જ સમયે, ડઝનેક વાહનોને આગ ચાંપવામાં આવી હતી. હવે આ હિંસા પાછળની કહાની એક પછી એક બહાર આવી રહી છે. આવી જ એક વાત હરિયાણા પોલીસના એક ઘાયલ પોલીસકર્મીએ પણ મીડિયા સમક્ષ જણાવી હતી.

    હિંસાના પ્રત્યક્ષદર્શીઓએ સમજાવ્યું કે હિંસા કેવી રીતે આચરવામાં આવી હતી અને ઉશ્કેરાયેલા ટોળાનો વાસ્તવિક ઈરાદો શું હતો. કહેવામાં આવી રહ્યું છે કે હિંદુઓ પર હુમલા દરમિયાન એકે-47થી ફાયરિંગ પણ કરવામાં આવ્યું હતું. ઘણા લોકોએ જણાવ્યું કે 14 વર્ષના નાના બાળકો પણ ફાયરિંગ કરી રહ્યા હતા.

    આવો જ એક અન્ય વિડીયો સામે આવ્યો છે, જેમાં એક ઘાયલ હરિયાણા પોલીસ કર્મચારી નૂંહ રમખાણો વિશે માહિતી આપી રહ્યા છે. વિડીયોમાં વ્યક્તિના માથા પર પટ્ટી બાંધેલી છે અને અન્ય પોલીસકર્મીઓ તેની આસપાસ ઉભા છે. અંકુર સિંહ નામના ટ્વિટર યુઝરે આ વિડીયો શેર કર્યો છે.

    - Advertisement -

    વિડીયોમાં પોલીસકર્મી કહેતો જોવા મળી રહ્યો છે, “બધું સરસ સામાન્ય રીતે ચાલી રહ્યું હતું. આ પછી તરત જ ત્યાં ભીડ થઈ ગઈ અને પથ્થરમારો શરૂ થઈ ગયો. બજરંગ દળના લોકો જતા રહ્યા હતા, ત્યારબાદ અચાનક આ લોકો જવા લાગ્યા… મોહમ્મદિયન (મુસ્લિમો). તેઓએ રેલી કાઢવાનું શરૂ કર્યું. બજરંગદળના લોકો તે સમયે જવા માટે પાછા આવી રહ્યા હતા.”

    શું છે આખો મામલો?

    નોંધનીય છે કે સોમવારે (31 જુલાઈ, 2023) મેવાતના (Mewat, હરિયાણા) નૂંહ જિલ્લામાં ભારે હિંસા થઈ હતી. આ હિંસામાં તે સમયે બે હોમગાર્ડ જવાન અને એક નાગરિકનું મોત થયું હતું. ઘાયલોની સંખ્યા 60થી વધુ હોવાનું કહેવાય રહી હતી, જેમાં ડઝનેક પોલીસકર્મી પણ સામેલ હતા. પોલીસ સહિત બ્રજમંડળ જલાભિષેક યાત્રામાં સામેલ લોકોના 30થી વધુ વાહનોમાં કાં તો તોડફોડ કરવામાં આવી હતી અથવા તો સળગાવી દેવામાં આવ્યા હતા.

    તણાવને જોતા નૂંહ, ગુરુગ્રામ, રેવાડી અને ફરીદાબાદમાં કલમ 144 લાગુ કરવામાં આવી હતી. શાળા-કોલેજોની સાથે ઈન્ટરનેટ પણ બંધ કરી દેવામાં આવ્યું હતું. તોફાનીઓમાં ફસાયેલા લોકોને બચાવીને નૂંહ પોલીસ લાઈનમાં લાવવામાં આવ્યા હતા. બચી ગયેલા લોકોનો દાવો છે કે હિંસાનું આયોજન ઓછામાં ઓછા 6 મહિના પહેલા કરવામાં આવ્યું હતું.

    હરિયાણા પોલીસ દ્વારા નલ્હાડ શિવ મંદિરમાંથી હિંદુઓને બચાવ્યા બાદ બહાર લાવવામાં આવ્યા હતા. બચાવી લેવામાં આવેલા લોકોમાંથી એક સાધુના પોશાક પહેરેલા વ્યક્તિએ જણાવ્યું હતું કે, “મંદિરમાં જળ ચઢાવવા ગયેલી હિંદુઓની પ્રથમ બસ 1 કિલોમીટર પછી સળગી ગઈ હતી. આ પછી 14-15 વધુ વાહનો સળગાવવામાં આવ્યા હતા.”

    પીડિતે વધુમાં જણાવ્યું કે આ બાબતની જાણ થયા બાદ કેટલાક હિંદુઓ ઘટનાની જાણ કરવા ગયા અને તેમના વાહનો પણ સળગાવી દેવામાં આવ્યા. તેમણે કહ્યું કે આતંકવાદીઓ દ્વારા જે AK 47નો ઉપયોગ કરવામાં આવ્યો હતો તેનો ઉપયોગ તેમના પર હુમલો કરવા માટે કરવામાં આવ્યો હતો. અન્ય એક પીડિતે કહ્યું, “પ્રાચીન શિવ મંદિર 3 બાજુથી પર્વતોથી ઘેરાયેલું છે. ત્રણેય તરફથી ગોળીઓ છોડવામાં આવી હતી.”

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં