Tuesday, April 30, 2024
More
    હોમપેજક્રાઈમનૈનિતાલ લવ જેહાદ: સાકિબ સૈફીએ પહેલા શિવ ઠાકુર બનીને હિન્દૂ યુવતી સાથે...

    નૈનિતાલ લવ જેહાદ: સાકિબ સૈફીએ પહેલા શિવ ઠાકુર બનીને હિન્દૂ યુવતી સાથે મિત્રતા કરી, બાદમાં બળાત્કાર કર્યો અને અંતમાં ધર્મ પરિવર્તન માટે કર્યું દબાણ

    આરોપ છે કે બંબાઘર પાસે રહેતા સાકિબ સૈફીએ તેનું નામ બદલીને હિન્દૂ યુવતી સાથે મિત્રતા કરી હતી. ઓળખાણ છતી થતાં સાકિબે તેની સાથે બળાત્કાર કર્યો હતો. આ સાથે ધર્મપરિવર્તન માટે દબાણ પણ કર્યું હતું.

    - Advertisement -

    નૈનીતાલમાં એક હિન્દૂ યુવતી સાથે તેનું નામ બદલીને તેની સાથે મિત્રતા કરવાનો અને બળાત્કાર બાદ તેને ધર્મ બદલવા માટે દબાણ કરવાનો મામલો સામે આવ્યો છે. આ કેસમાં પોલીસે પીડિત યુવતીની ફરિયાદ પર 5 આરોપીઓ પર ધર્મ પરિવર્તન માટે દબાણ કરવા સહિતની અન્ય કલમો હેઠળ ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, ઉત્તરાખંડ ધાર્મિક સ્વતંત્રતા અધિનિયમ 2018 હેઠળ કુમાઉમાં નોંધાયેલો આ પહેલો કેસ છે.

    પોલીસ અધિકારી અરુણ કુમાર સૈનીએ જણાવ્યું કે “આ વિસ્તારની રહેવાસી એક હિન્દૂ યુવતીએ પોલીસને ફરિયાદ આપી હતી કે સાકિબ સૈફી ઉર્ફે શિવ ઠાકુર, રહેવાસી બંબાઘર, તેની સાથે મિત્રતા કરવા માટે તેનું નામ બદલી નાખ્યું હતું. ઓળખ છતી થતાં સાકિબે તેની સાથે બળાત્કાર કર્યો હતો. જ્યારે તેને સાકિબની વાસ્તવિકતા ખબર પડી તો તેણે વિરોધ કર્યો.”

    યુવતીનો આરોપ છે કે સાકિબે તેને માર માર્યો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ પછી સાકિબે તેના મિત્રો સાથે તેની બહેનનો પણ પીછો કર્યો હતો. ફરિયાદમાં જણાવ્યું કે આરોપીના સંબંધીઓ પણ તેના પર ધર્મ પરિવર્તન માટે દબાણ કરી રહ્યા હતા.

    - Advertisement -

    સૈનીએ કહ્યું કે “ફરિયાદના આધારે પોલીસે સાકિબ સૈફી ઉર્ફે શિવ ઠાકુર, સબા, યુનુસ, રાહિલા અને ગઝાલા વિરુદ્ધ કલમ 323/354/354D/376/504/506 અને ઉત્તરાખંડ ધાર્મિક સ્વતંત્રતા અધિનિયમ 2018 હેઠળ કેસ નોંધ્યો છે.”

    યુવતીની ફરિયાદમાં જણાવ્યું છે કે આરોપી તરફથી યુવતીએ લગ્ન માટે ધર્મ પરિવર્તન કરવાની વાત કરી છે. શારીરિક પ્રતાડના આપવાનો પણ આરોપ છે. સ્થાનિક સીઓ બલજીત સિંહ ભાકુનીએ કહ્યું કે આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે.

    “ધર્મ પરિવર્તનને લગતો કોઈ નવો આદેશ હજુ સુધી મળ્યો નથી. આ કેસને ધર્મ પરિવર્તન હેઠળ ગણી શકાય નહીં. નવા આદેશમાં આરોપીઓને આકરી સજાની જોગવાઈ છે. આદેશ આવ્યા બાદ નવા નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે.” ડો.નિલેશ આનંદ ભરણે, ડીઆઈજી, કુમાઉએ જણાવ્યું.

    નૈનીતાલના એસએસપી પંકજ ભટ્ટે જણાવ્યું, “ઉત્તરાખંડ ધાર્મિક સ્વતંત્રતા અધિનિયમની કલમ 3 હેઠળ રિપોર્ટ નોંધવામાં આવ્યો છે. જો કે તેને ધર્મ પરિવર્તન માટે દબાણની શ્રેણીમાં રાખી શકાય છે, ધર્મ પરિવર્તનમાં નહીં. તપાસ બાદ એક્ટ મુજબ કાર્યવાહી કરવામાં આવશે.”

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં