Wednesday, December 4, 2024
More
    હોમપેજદેશ'હથિયારો છીનવો, આગ લગાવી દો, કોઈ બચવું જ ન જોઈએ: સંભલમાં પોલીસનું...

    ‘હથિયારો છીનવો, આગ લગાવી દો, કોઈ બચવું જ ન જોઈએ: સંભલમાં પોલીસનું કત્લેઆમ કરવા તૈયાર હતું મુસ્લિમોનું ટોળું, હિંસા પહેલાં જ તોડી નાખ્યા હતા CCTV કેમેરા

    ભીડમાંથી અવાજ આવે છે કે, “હસન, અઝીમ, સલીમ, રીહાન, હૈદર, વસીમ, અયાન… પોલીસકર્મીઓ પાસેથી તમામ હથિયારો અને કારતુસ છીનવી લો. તેમને આગ લગાડીને મારી નાખો. કોઈ પણ બચીને જવું ન જોઈએ.”

    - Advertisement -

    ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) સંભલમાં (Sambhal Violence) 24 નવેમ્બર 2024ના રોજ મુસ્લિમ ટોળા દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આ સંદર્ભમાં નોંધાયેલી FIR મુસ્લિમ ટોળાના ખતરનાક ઈરાદાઓ છતા કરે છે. ઑપઇન્ડિયા પાસે ઉપલબ્ધ FIR દર્શાવે છે કે સંભલ હિંસા દરમિયાન બદમાશોએ પોલીસ પાસેથી તેમના હથિયારો છીનવી લેવાનો પ્રયાસ કર્યો હતો. આ વિસ્તારમાં લાગેલા CCTV કેમેરા પણ તોડી નાખ્યા હતા.

    FIR ટાંકીને આજતકે જણાવ્યું કે સંભલ હિંસા પહેલા મુસ્લિમોની ભીડ બૂમો પાડી રહી હતી કે તમામ પોલીસકર્મીઓના હથિયાર છીનવી લો. દરેકને આગ લગાડીને મારી નાખો. કોઈ બચવું જોઈએ નહીં.

    નોંધનીય છે કે 24 નવેમ્બરે સર્વેક્ષણ ટીમ જામા મસ્જિદનો સર્વે કરવા પહોંચી હતી. આ સર્વે કોર્ટના આદેશ મુજબ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન ભીડે પથ્થરમારો, આગચંપી અને ગોળીબાર કર્યો હતો. હુમલામાં બે ડઝનથી વધુ પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા. આ ઘટના અંગે નોંધાયેલી FIRમાં સમાજવાદી પાર્ટીના સાંસદ ઝિયાઉર રહેમાન બર્ક અને તે જ પાર્ટીના ધારાસભ્ય નવાબ ઈકબાલ મહમૂદના પુત્ર સુહેલ ઈકબાલનો પણ આરોપી તરીકે ઉલ્લેખ છે.

    - Advertisement -

    હથિયાર છીનવીને આગ લગાવી દો પોલીસવાળાઓને

    આજતક અનુસાર, એક પોલીસકર્મીની FIRમાં હિંસા સમયે મસ્જિદની આસપાસ 800થી 900 લોકોની ભીડ હોવાનો ઉલ્લેખ છે. સવારે 8:45ની આસપાસ એકત્ર થયેલા ટોળાએ પહેલા સૂત્રોચ્ચાર કર્યા હતા. જ્યારે પોલીસકર્મીઓ સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા, ત્યારે ભીડે જાહેરાત કરી કે તેઓ મસ્જિદમાં સર્વેક્ષણ હાથ ધરવા દેશે નહીં. એ જ ભીડમાંથી અવાજ આવ્યો, “હસન, અઝીમ, સલીમ, રીહાન, હૈદર, વસીમ, અયાન… પોલીસકર્મીઓ પાસેથી તમામ હથિયારો અને કારતુસ છીનવી લો. તેમને આગ લગાડીને મારી નાખો. કોઈ પણ બચીને જવું ન જોઈએ.” આ પછી ટોળાએ પોલીસકર્મીઓને મારવાના ઈરાદે ગોળીબાર શરૂ કર્યો હતો.

    નોંધનીય છે કે આ કેસ સબ ઈન્સ્પેક્ટર સંજીવ કુમારે કોતવાલી નગર પોલીસ સ્ટેશનમાં નોંધાવ્યો હતો. સંજીવ કુમાર એકતા ચોકીના ઈન્ચાર્જ છે. સંભલ હિંસામાં પોલીસ દ્વારા દાખલ કરવામાં આવેલી આ પ્રથમ FIR છે.

    સબ ઇન્સ્પેક્ટર શાહ ફૈઝલ પાસેથી હથિયાર છીનવી લેવાનો પ્રયાસ

    ઑપઇન્ડિયા પાસે સબ ઈન્સ્પેક્ટર શાહ ફૈઝલ દ્વારા દાખલ કરવામાં આવેલી FIRની નકલ છે. આ FIR સંભલના નખાસા પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવી છે. જેમાં ફૈઝલે જણાવ્યું છે કે જામા મસ્જિદ પાસે ભીડ જમા થવાની માહિતી મળતાં તે 24 નવેમ્બરે લગભગ 12.35 વાગ્યે પોતાની ટીમ સાથે નખાસા ચોક પહોંચ્યા હતા. તેમણે જોયું કે લગભગ 150 બદમાશોના ટોળાએ ચોકમાં લગાવેલા CCTV કેમેરા તોડી નાખ્યા હતા.

    તેમણે જણાવ્યું હતું કે પોલીસને જોતા જ ભીડે હુમલો કર્યો. જાનથી મારી નાખવાના ઈરાદે લાકડીઓ અને ઈંટો અને પથ્થરો વડે હુમલો કર્યો હતો. પોલીસે ટોળાને શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ટોળું શાંત પડ્યું નહીં. ટોળાએ સબ ઇન્સ્પેક્ટર શાહ ફૈઝલની બુલેટ મોટરસાઇકલ સહિત સરકારી બાઇકને આગ ચાંપી દીધી હતી. ભીડમાંથી કેટલાક બદમાશોએ તેમની પિસ્તોલ છીનવી લેવા બળ કરવા લાગ્યા.

    તેમણે પિસ્તોલ તો બચાવી લીધી પરંતુ ટોળાએ મૈગજીન અને 9 mmની 10 કારતૂસ છીનવી લીધી હતી. આ પછી પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લેવા પ્લાસ્ટિક પૈલેટ અને ટીયર ગેસનો ઉપયોગ કરવો પડ્યો હતો.

    શાહ ફૈસલે FIRમાં ગુલબુદ્દીન હિકમતયાર, સુલતાન આરિફ, હસન, મુન્ના, ફૈઝાન અને સમદના નામ નોંધાવ્યા છે. 150 થી 200 અજાણ્યા હુમલાખોરોનો પણ ઉલ્લેખ છે. ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 191 (2), 191 (3), 190, 109 (1), 121 (1), 324 (5), 326 (g), 309 (4), 223 અને 132 ઉપરાંત પ્રિવેન્શન ઓફ ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી એક્ટ 1984ની કલમ 2/3 અને અપરાધિક કાયદા અધિનિયમની કલમ 7 હેઠળ FIR નોંધવામાં આવી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં