Friday, May 3, 2024
More
    હોમપેજગુજરાતમસ્જિદ પાસે રહેતો આમિર, 15 વર્ષની સગીરા, સોશિયલ મીડિયા મારફતે સંપર્ક: નડિયાદમાં...

    મસ્જિદ પાસે રહેતો આમિર, 15 વર્ષની સગીરા, સોશિયલ મીડિયા મારફતે સંપર્ક: નડિયાદમાં દુષ્કર્મનો વધુ એક કેસ, પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો દાખલ

    પોતાના હિત-અહિતનો નિર્ણય લેવામાં અક્ષમ સગીરા આમીરની વાતોમાં આવી ગઈ. ત્યારબાદ તેણે બાળકીને લગ્નની લાલચ આપીને તેનું શરીર ચૂંથ્યું હતું. આરોપ છે કે આમિરે અનેક વાર સગીરા પર બળાત્કાર ગુજાર્યો હતો.

    - Advertisement -

    સોશિયલ મીડિયા દ્વારા હિંદુ મહિલાઓ, યુવતીઓ તેમજ સગીરાઓ શોષણનો ભોગ બનતી હોવાના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. તેવામાં નડિયાદમાં પણ આવી જ એક ઘટના બનવા પામી છે. અહીં મામાના ઘરે રહેતી સગીરા પર આમીર નામના મુસ્લિમ યુવકે બળાત્કાર ગુજાર્યો હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં પીડિતાના મામાએ પોલીસ ફરિયાદ આપી હતી. ફરિયાદ દાખલ થયા બાદ પોલીસે આરોપી વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી છે.

    અહેવાલો અનુસાર, આરોપી આમિર વ્હોરા પીપલગ ગામની મસ્જિદ પાસે રહે છે. તેણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર પીડિત સગીરાનો સપર્ક કર્યો હતો. માત્ર 15 વર્ષની આ સગીરાને તેના માતા-પિતાએ અભ્યાસ અર્થે તેના મામાના ઘરે નડિયાદ ખાતે મોકલી હતી. પરિવારથી દૂર રહેતી પીડિતાને આમિરે ફોસલાવીને મીઠી-મીઠી વાતો કરીને પ્રેમજાળમાં ફસાવી હતી.

    પોતાના હિત-અહિતનો નિર્ણય લેવામાં અક્ષમ સગીરા આમીરની વાતોમાં આવી ગઈ. આરોપ છે કે ત્યારબાદ તેણે બાળકીને લગ્નની લાલચ આપીને તેનું શરીર ચૂંથ્યું હતું. આમિરે અનેક વાર સગીરા પર બળાત્કાર ગુજાર્યો હોવાનું પણ ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે. આ દરમિયાન પીડિતાના મામાને આ સમગ્ર ઘટનાની જાણ થતાં જ તેમણે પશ્ચિમ નડીયાદ પોલીસ સ્ટેશને આરોપી વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી હતી. મામાની ફરિયાદ પર પોલીસે આમિર મહેબુબ વહોરા વિરુદ્ધ પોક્સો સહિતના ગુના નોંધી ધારાધોરણ મુજબ કાર્યવાહી શરૂ કરી છે.

    - Advertisement -

    નડિયાદમાં સગીરા પર બળાત્કાર મામલે વધુ માહિતી લેવા ઑપઇન્ડિયાએ સ્થાનિક પોલીસનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ કોઈ કારણોસર વાત ન થઇ શકી. વધુ માહિતી મળતાં જ આ લેખને અપડેટ કરી દેવામાં આવશે.

    સુરતની 15 વર્ષની હિંદુ સગીરાને મહારાષ્ટ્રના મુસ્લિમ યુવકે સોશિયલ મીડિયાથી ફસાવી હતી

    આ કોઈ પ્રથમ ઘટના નથી જેમાં સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ હિંદુ સગીરાને ફસાવવામાં આવી હોય. આ પ્રકારના અનેક કિસ્સાઓ પહેલા પણ સામે આવી ચૂક્યા છે. તે પૈકી એક ઘટના સુરતની પણ હતી, જેમાં 15 વર્ષની હિંદુ સગીરાને મહારાષ્ટ્રના મુસ્લિમ યુવકે સોશિયલ મીડિયાથી ફસાવીને ઉઠાવી ગયો હતો. મહારાષ્ટ્રના એક મુસ્લિમ યુવકે સુરતના એક હિંદુ વેપારીની 15 વર્ષની સગીરા સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી મિત્રતા કેળવી હતી. દરરોજ વાતો કરીને સગીરાને પ્રેમજાળમાં ફસાવી હતી. આ બાદ તે મુસ્લિમ યુવક સગીરાને મળવા માટે છેક મહારાષ્ટ્રથી સુરત આવી પહોંચ્યો હતો. ત્યાં તેણે એક હોટેલમાં રૂમ બુક કર્યો હતો અને બીજા દિવસે તે 15 વર્ષની સગીરાને ત્યાં બોલાવી તેનું અપહરણ કરીને ત્યાંથી ભાગી ગયો હતો. સગીરાનું અપહરણ કરવાના આ કેસમાં આરોપી યુવકની સાથે તેનો અન્ય એક મિત્ર પણ સંડોવાયેલો હતો.

    આ મામલે સુરત પોલીસે 2 ટીમ રવાના કરીને આરોપી અને સગીરાની શોધખોળ આદરી હતી. તેવામાં હવે સુરતના વેસુની 15 વર્ષની હિંદુ સગીરાને ઉઠાવી જનાર મુસીબ મણીયાર અને પીડિત સગીરા અમદાવાદના કાલુપુર રેલ્વે સ્ટેશન પાસેથી પોલીસની પકડમાં આવ્યાં હતાં. પોલીસના કહેવા અનુસાર, આરોપી અને તેના મિત્રએ પહેલા આ સગીરાને સુરતની હોટલ સ્કાયમાં જન્મદિવસ ઉજવવા બોલાવી હતી. ત્યાંથી તેઓ સગીરાનું અપહરણ કરીને મહારાષ્ટ્રના મુંબઈ લઇ ગયા હતા. ત્યાંથી તેઓએ તેને રાજસ્થાનના અજમેર લઇ ગયા હતા. અજમેરથી મહારાષ્ટ્ર પરત ફરતી વખતે પોલીસે બાતમીના આધારે તેમને અમદાવાદ રેલવે સ્ટેશન ખાતેથી પકડી પાડ્યા હતા.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં