Monday, November 4, 2024
More
    હોમપેજદેશ'કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર બનવા દો, મોદીને જાનથી મારીશ': મહોમ્મદ રસૂલે હાથમાં તલવાર...

    ‘કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર બનવા દો, મોદીને જાનથી મારીશ’: મહોમ્મદ રસૂલે હાથમાં તલવાર લહેરાવી વડાપ્રધાનને આપી હત્યાની ધમકી

    ધમકી આપનાર મહોમ્મદ રસૂલ મૂળ યાદગીરી જિલ્લાના રંગાપેટ ગામનો છે. તેણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક વિડીયો પોસ્ટ કર્યો હતો. આ વિડીયોમાં તેણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જાનથી મારી નાખવાની વાત કરી હતી.

    - Advertisement -

    એક તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કર્ણાટકના પ્રવાસે છે, તો બીજી તરફ તેમને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. કર્ણાટકના હૈદરાબાદમાં રહેતા મહોમ્મદ રસૂલે હાથમાં તલવાર લહેરાવી વડાપ્રધાન મોદીને હત્યાની ધમકી આપી છે. વધુ અચરજ પમાડે તેવી બાબત તે છે કે ધમકી આપનાર રસૂલે તેમ કહ્યું હતું કે કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર બનતાની સાથે જ તે વડાપ્રધાનને મારી નાખશે.

    અહેવાલોમાં જણાવ્યા અનુસાર ધમકી આપનાર મહોમ્મદ રસૂલ મૂળ યાદગીરી જિલ્લાના રંગાપેટ ગામનો છે. તેણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક વિડીયો પોસ્ટ કર્યો હતો. આ વિડીયોમાં તેણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જાનથી મારી નાખવાની વાત કરી હતી. વિડીયોમાં તેણે એક હાથમાં તલવાર લહેરાવી હતી, તલવાર લહેરાવતા તેણે કહ્યું હતું કે, “કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર બનતાની સાથ જ મોદીની હત્યા કરીશ.” આ દરમિયાન તેણે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ગાળો ભાંડી હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે.

    હાથમાં તલવાર લહેરાવતો રસૂલ (ફોટો સાભાર ANI)

    વિડીયો સામે આવતાની સાથે જ સ્થાનિક લોકોએ આ મામલે પોલીસનું ધ્યાન દોર્યું હતું. પોલીસે રસૂલ વિરુદ્ધ IPCની કલમો 505(1)(B), 25 (1) (B) તેમજ આર્મ્સ એક્ટ અંતર્ગત ગોનો નોંધ્યો છે. આ સમાચાર લખાઈ રહ્યા છે ત્યાં સુધી આરોપીની ધરપકડ નથી કરવામાં આવી. પોલીસે આરોપી રસૂલની ઓળખ કરી લીધી છે અને તેની શોધખોળ કરવામાં આવી રહી છે.

    - Advertisement -

    આ પહેલા પણ મળી ચૂકી છે વડાપ્રધાનને ધમકીઓ

    જોકે આ કોઈ પ્રથમ ઘટના નથી જેમાં વડાપ્રધાન મોદીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હોય. આ પહેલા પણ આ પ્રકારની અનેક ઘટનાઓ બની ચુકી છે. ગત વર્ષે ઓકટોબર મહિનામાં NIAને એક ઈ-મેલ દ્વારા ધમકી આપવામાં આવી હતી. જેમાં લોરેન્સ બિશ્નોઈને આપવાની વાત કરીને ધમકી આપવામાં આવી હતી કે વડાપ્રધાનને મારી નાખવામાં આવશે. આ મેલમાં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડીયમને પણ ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં