Monday, September 16, 2024
More
    હોમપેજક્રાઈમઆફરીન અન્સારી સાથે લગ્ન કરનાર અમદાવાદના હિતેશ રાઠોડની હત્યા: સાબરમતીમાંથી મળ્યો મૃતદેહ,...

    આફરીન અન્સારી સાથે લગ્ન કરનાર અમદાવાદના હિતેશ રાઠોડની હત્યા: સાબરમતીમાંથી મળ્યો મૃતદેહ, ગળા પર છરીના ઘા

    હિતેશના લગ્ન 10 માર્ચ 2022 ના રોજ અન્સારી આફરીનબાનુ સાથે થયા હતા. બંનેને પ્રેમ થતા પરિવારને જાણ કર્યા વગર જ લગ્ન કરી લીધા હતા. આફરીનના ભાઈ અને તેના મિત્રોએ આગાઉ હિતેશના દાદીને ધમકીઓ આપી હતી.

    - Advertisement -

    સોમવારે (5 સપ્ટેમ્બર) સવારે અમદાવાદની સાબરમતી નદીમાંથી એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. યુવકના ગળાના ભાગે છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી હોવાનું બહાર આવ્યું હતું. મૃતક હિન્દૂ યુવક દુધેશ્વરનો રહેવાસી હિતેશ રાઠોડ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું.

    માર્ચમાં કાર્ય હતા આફરીન સાથે પ્રેમલગ્ન, મળી હતી ધમકીઓ

    હિતેશના લગ્ન 10 માર્ચ 2022 ના રોજ અન્સારી આફરીનબાનુ સાથે થયા હતા. બંનેને પ્રેમ થતા પરિવારને જાણ કર્યા વગર જ લગ્ન કરી લીધા હતા. લગ્ન બાદ પરિવારને જાણ કરી હતી. ડી-કેબિન વિસ્તારમાં ગેરેજમાં કામ કરતા હિતેશના માતા પિતા બાળપણમાં જ ગુજરી ગયા હતા. હિતેશ તેના નાના ભાઈ સાથે રહેતો હતો.

    લગ્ન વિષે હિતેશે ઘરમાં જાણાવતા પરિવારના સભ્યોએ આફરીનનો સ્વીકાર કર્યો હતો. હિતેશની પિતરાઈ બહેન હેતલે જણાવ્યું હતું કે, હિતેશને અગાઉ લગ્ન પહેલા ધર્મ પરિવર્તન કરી લેવા માટે સાસરી પક્ષેથી કહેવામાં આવ્યું હતું. પરંતુ હિતેશે તેમને ના પાડી હતી. આ ઉપરાંત પણ હિતેશના દાદીને આફરીનના ભાઈ અને તેના મિત્રોએ આવીને ધમકી પણ આપી હતી કે હિતેશ અને આફરીન ક્યાં છે તે જણાવે.

    - Advertisement -

    આફરીનને બજારમાં ઉતારીને હિતેશ ક્યારેય પાછો ન ફર્યો

    અમદાવાદ રિવરફ્રન્ટ ઈસ્ટ પોલીસ ઈન્સ્પેક્ટર વી.ડી. ઝાલાએ કહ્યું: “મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા બાદ તેની ઓળખ હિતેશ રાઠોડ તરીકે થઈ હતી. તેણે આફરીનબાનુ સાથે લગ્ન કર્યા હતા. તેણે રવિવારે બપોરે તેની પત્નીને જૂના શહેરના એક બજારમાં ખરીદી કરવા મૂકી હતી અને પછી તે ગુમ થઈ ગયો હતો. બાદમાં જ્યારે તેની પત્નીએ તેને ફોન કર્યો ત્યારે તેનો ફોન સ્વીચ ઓફ હતો.”

    હિતેશના પરિવારે જણાવ્યું હતું કે “હિતેશનો પાંચ કલાકથી સંપર્ક થઈ રહ્યો નહોતો. તેથી અમે પોલીસમાં ફરિયાદ લખાવી છે. તપાસમાં હિતેશનું ટુ વ્હીલર દુધેશ્વર બ્રીજથી મળી આવ્યું હતું અને સવારે તેની લાશ નદીમાંથી મળી આવી હતી.” મૃતક હિન્દૂ યુવક ત્યા કઈ રીતે પહોંચ્યો તે તપાસનો વિષય છે.

    પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે કહ્યું કે આ ચોક્કસપણે હત્યાનો કેસ છે, પરંતુ તેની હત્યા કોણે અને શા માટે કરી તે કહેવું હાલ અઘરું છે.

    ઝાલાએ જણાવ્યું હતું કે પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે, હત્યાના તમામ પાસાઓની તપાસ કરવામાં આવશે, અને બંને પક્ષોના નિવેદનો નોંધવામાં આવશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં