Saturday, October 12, 2024
More
    હોમપેજદેશટીપુ સુલતાનની તલવાર, અખંડ ભારતને લીલો કલર કરીને છાપી માર્યો ઔરંગઝેબનો ફોટો:...

    ટીપુ સુલતાનની તલવાર, અખંડ ભારતને લીલો કલર કરીને છાપી માર્યો ઔરંગઝેબનો ફોટો: કર્ણાટકના શિવમોગામાં ઈદના દિવસે પથ્થરમારો

    ફેબ્રુઆરી 2022માં શિવમોગામાં જ બજરંગ દળના કાર્યકર હર્ષાની ચાકુ મારીને હત્યા કરવામાં આવી હતી. હિજાબનો વિરોધ કરતી અને કેસરી શાલના સમર્થનમાં ફેસબુક પોસ્ટ લખવાને કારણે તેની હત્યા કરવામાં આવી હતી.

    - Advertisement -

    કર્ણાટકના શિવમોગામાં 1 ઓક્ટોબર 2023ના રોજ ઈદના જુલૂસ દરમિયાન પથ્થરમારાની ઘટના બની હતી. અનેક વાહનો અને મકાનોને પણ નિશાન બનાવાયા હતા. આ ઘટના બાદ કલમ 144 લાગુ કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર સ્થિતિ હવે કાબુમાં છે. આ જુલૂસમાં ટીપુ સુલતાનની તલવાર અને ઔરંગઝેબના બેનરો પણ હતા.

    આ શોભાયાત્રાના વાયરલ ફોટા અને વીડિયોમાં જોઈ શકાય છે કે અખંડ ભારતના નકશાને લીલા રંગથી રંગવામાં આવ્યો છે અને તેના પર મુઘલ શાસક ઔરંગઝેબનો ફોટો છાપવામાં આવ્યો છે. ઇસ્લામિક શાસક ટીપુ સુલતાન અને તેની તલવારના કટઆઉટ પણ જુલૂસમાં હતા.

    આ મામલે ભાજપે રાજ્યની કોંગ્રેસ સરકારના ઈરાદા પર સવાલો ઉઠાવ્યા છે. રાજ્યની સિદ્ધારમૈયા સરકારને ‘તુઘલક સરકાર’ ગણાવીને કેન્દ્રીય મંત્રી શોભા કરંદલાજેએ X/Twitter પર પૂછ્યું છે કે, “કોંગ્રેસ સરકારે કટ્ટરપંથીઓને તલવારો સાથે સરઘસ કાઢવાની મંજૂરી કેમ આપી? તેમનો સાચો ઈરાદો શું છે? સરકારે કર્ણાટક પોલીસના હાથ કેમ બાંધ્યા?

    - Advertisement -

    તે જ સમયે, મલ્લેશ્વરમના ભાજપના ધારાસભ્ય અશ્વથ નારાયણે કોંગ્રેસ સરકારને ઘેરી છે અને કહ્યું છે કે કાવેરી જળ વિવાદના સમાધાનને પ્રાથમિકતા આપવાને બદલે તે સાંપ્રદાયિક કટ્ટરતાને પ્રોત્સાહન આપવામાં લાગેલી છે. શિવમોગામાં કટ્ટરપંથી ટીપુ સુલતાનના કટઆઉટ અને તલવાર સાથે સરઘસની મંજૂરી આપવી એ નિંદનીય છે. આ ધાર્મિક કટ્ટરવાદને ખુલ્લા સમર્થન જેવું છે.

    મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હિંસક સરઘસ દરમિયાન શિવમોગાના રાનીગુડ્ડા વિસ્તારના શાંતિ નગરમાં અચાનક પથ્થરમારો શરૂ થઈ ગયો. આ પછી તંગદિલી ફેલાઈ ગઈ હતી. બંને પક્ષો સામસામે આવી ગયા. પથ્થરમારામાં છ લોકો ઘાયલ થયા હતા. સ્થિતિ વણસતી જોઈને પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. આ વિસ્તારમાં રેપિડ એક્શન ફોર્સની સાથે ભારે પોલીસ ફોર્સ તૈનાત કરવી પડી હતી.

    નવભારત ટાઈમ્સ અનુસાર, વિવાદનું મૂળ ટીપુ સુલતાનનું વિવાદાસ્પદ કટઆઉટ છે. કટઆઉટમાં ટીપુને દક્ષિણ ભારતના એક હિંદુ યોદ્ધાની હત્યા કરતો દર્શાવવામાં આવ્યો હતો. આ તસવીર પર એક મુસ્લિમ યુવકે પોતાના લોહીથી શેર ટીપુ લખ્યું હતું. હિંદુ સંગઠનોએ આ કટઆઉટ સામે વાંધો ઉઠાવ્યો હતો. પોલીસે સરઘસમાં ભાગ લેનારા લોકોને વિવાદાસ્પદ કટઆઉટ હટાવવા માટે પણ કહ્યું હતું. આખરે કટઆઉટને ઢાંકી દેવામાં આવ્યું, જેનાથી સરઘસમાં આવેલી મુસ્લિમ ભીડ ગુસ્સે થઈ હતી.

    આરોપ છે કે પથ્થરમારામાં ઘણા ઘરોને પણ નિશાન બનાવવામાં આવ્યા હતા. શિવમોગાના એસપી જીકે મિથુન કુમારે કહ્યું છે કે આ ઘટનાના સંબંધમાં કેટલાક લોકોની ધરપકડ કરવામાં આવી છે. સ્થિતિ હવે નિયંત્રણમાં છે. તેમણે દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની વાત કરી છે.

    સરઘસમાં ટીપુ સુલતાનની તલવાર અને ઔરંગઝેબનું હોર્ડિંગ

    શોભાયાત્રામાં ટીપુ સુલતાનની તલવારની કમાનની ઝાંખી કાઢવામાં આવી હતી. આ તલવારને મશીનની મદદથી ચારેબાજુ ફેરવવામાં આવી રહી હતી. લોહીના પ્રતીક તરીકે તલવારની ધાર પર લાલ નિશાન દર્શાવવામાં આવ્યું હતું. શોભાયાત્રામાં ડીજે સાથે જોર જોરથી સંગીત વાગતું હતું. આ વીડિયો @astitvam દ્વારા તેમના (X) હેન્ડલ પર શેર કરવામાં આવ્યો છે.

    આ ઉપરાંત શોભાયાત્રાના એક પ્રવેશ દ્વાર પર અખંડ ભારતનું કટઆઉટ લીલા રંગમાં રંગવામાં આવ્યું હતું. નકશાની વચ્ચે ઔરંગઝેબનો ફોટો મુકવામાં આવ્યો હતો. દરવાજાના થાંભલા પર પણ ઔરંગઝેબને બતાવવામાં આવ્યો હતો. ઔરંગઝેબના ફોટાની નીચે અંગ્રેજીમાં મુસ્લિમ સામ્રાજ્ય લખેલું હતું. તેવી જ રીતે શિવમોગા શહેરમાં ટીપુની તલવારના હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા હતા.

    ઉલ્લેખનીય છે કે ફેબ્રુઆરી 2022માં શિવમોગામાં જ બજરંગ દળના કાર્યકર હર્ષાની ચાકુ મારીને હત્યા કરવામાં આવી હતી. હિજાબનો વિરોધ કરતી અને કેસરી શાલના સમર્થનમાં ફેસબુક પોસ્ટ લખવાને કારણે તેની હત્યા કરવામાં આવી હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં