બોલીવુડ ફિલ્મ નિર્માતા અને કોરિયોગ્રાફર (Choreographer) ફરાહ ખાન (Farah Khan) પર હિંદુઓના પવિત્ર તહેવાર હોળી (Holi) પર વિવાદિત ટિપ્પણી કરવા બદલ FIR નોંધાઈ છે. આ ફરિયાદ હિંદુસ્તાની ભાઉ (Hindustani Bhau) તરીકે પ્રખ્યાત વિકાસ પાઠકે તેમના વકીલ એડવોકેટ અલી કાશિફ ખાન દેશમુખ દ્વારા દાખલ કરી છે. ટીવી પર આવતા એક રિયાલીટી શો દરમિયાન ફરાહ ખાને આ ટિપ્પણી કરી હતી.
નોંધનીય છે કે ફરાહ ખાન SONY પર આવતા શો ‘સેલિબ્રિટી માસ્ટરશેફ’માં જજ અને હોસ્ટ તરીકે કામ કરી રહી છે. ત્યારે 20 ફેબ્રુઆરીના રોજ પ્રકાશિત થયેલ એપિસોડમાં ફરાહ ખાને વિવાદાસ્પદ નિવેદન અહેવાલ અનુસાર ફરાહે હિંદુઓના પવિત્ર તહેવાર હોળીને ‘છપરીઓનો તહેવાર’ ગણાવતા વિવાદ સર્જાયો હતો. જે મામલે 21 ફેબ્રુઆરીના રોજ ખાર પોલીસ સ્ટેશનમાં FIR નોંધાઈ હતી.
Bollywood producer & choreographer Farah Khan criticised for saying Holi is the "favourite festival of all chappri boys"
— Nabila Jamal (@nabilajamal_) February 22, 2025
Vikas Phatak (Hindustani Bhau) has filed a complaint at Mumbai’s Khar Police Station, demanding an FIR for hurting religious sentiments pic.twitter.com/Sgb8vb6geA
નોંધનીય છે કે આ ફરિયાદ હિંદુસ્તાની ભાઉ (Hindustani Bhau) તરીકે ઓળખાતા વિકાસ પાઠકે નોંધાવી હતી. જેમાં ફિલ્મ નિર્માતા સામે કાનૂની કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી. ફરિયાદમાં વિકાસ પાઠકે દાવો કર્યો છે કે ફરાહ ખાને હોળીને ‘છપરીઓનો તહેવાર’ ગણાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે વિકાસ પાઠક રિયાલીટી શો બિગ બોસ 13માં આવી ચૂક્યા છે.
હિંદુસ્તાની ભાઉએ ફરાહ પાસેથી માફીની માંગ કરી હતી. તેમણે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, “એક રિયાલિટી શોમાં હોળીને છપરી લોકોના તહેવાર તરીકે જણાવવામાં આવી છે. શું હોળી ખરેખર છપરી લોકોનો તહેવાર છે? તમે પોતે આ ઇન્ડસ્ટ્રીમાં કામ કરો છો, તમે દુનિયાદારી જાણો છો, તમે રિયાલિટી શો કર્યા છે, તમને એ પણ ખબર છે કે સનાતન ધર્મ શું છે.“
તેમના વકીલે કહ્યું હતું કે, “મારા ક્લાયન્ટનું કહેવું છે કે ફરાહ ખાનની આ ટિપ્પણીથી હિંદુઓની ધાર્મિક લાગણીઓનું અપમાન થયું છે. પવિત્ર તહેવાર માટે ‘છપરી’ શબ્દનો ઉપયોગ અત્યંત અયોગ્ય છે અને તેનાથી સાંપ્રદાયિક તણાવ પેદા થવાની સંભાવના છે.”
ફરિયાદમાં ઉલ્લેખ છે કે, “આ ફરિયાદ દ્વારા, હું ભારતીય દંડ સંહિતાની (IPC) જોગવાઈઓ હેઠળ ન્યાય માંગું છું અને તમારા માનનીય કાર્યાલયને વિનંતી કરું છું કે ખાન સામે તેમના બેજવાબદાર અને ઉશ્કેરણીજનક નિવેદનો બદલ કાનૂની કાર્યવાહી શરૂ કરવામાં આવે.” ફરિયાદમાં પોલીસને ભારતીય દંડ સંહિતાની વિવિધ કલમો 196, 299, 302 અને 353 અંતર્ગત કાર્યવાહી કરવાની વિનંતી કરવામાં આવી હતી.
આ પહેલાં ખ્રિસ્તી સમુદાયની ભાવનાઓને પહોંચાડી હતી ઠેસ
ઉલ્લેખનીય છે કે આ પહેલાં પણ ફરાહ ખાનનું નામ ખ્રિસ્તી સમુદાયની ભાવનાઓને ઠેસ પહોંચાડવા મામલે ઉછળ્યું હતું. 30 ડિસેમ્બર 2019ના રોજ પંજાબના બટાલા પોલીસ સ્ટેશન, ગુરદાસપુરમાં રવિના ટંડન, ફરાહ ખાન અને કોમેડિયન ભારતી સિંઘ વિરુદ્ધ FIR નોંધાઈ હતી. જેમાં આરોપ હતો કે તેઓ ફ્લિપકાર્ટના ઓનલાઈન શો ‘બેકબેન્ચર્સ’ દરમિયાન બાઈબલમાં ઉલ્લેખાયેલા શબ્દ ‘હલેલુયા’ની મજાક ઉડાવતા હતા અને તેને અશ્લીલ શબ્દ સાથે સરખાવીને ખ્રિસ્તીઓની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાની કોશિશ કરી હતી.