Wednesday, November 6, 2024
More
    હોમપેજગુજરાતકોંગ્રેસના અનિશ અને AAPના મકસૂદ વિરુદ્ધ બળાત્કાર અને જાનથી મારી નાખવાની ધમકીની...

    કોંગ્રેસના અનિશ અને AAPના મકસૂદ વિરુદ્ધ બળાત્કાર અને જાનથી મારી નાખવાની ધમકીની ફરિયાદ: બોટાદમાં પતિથી અલગ રહેતી મહિલાની ફરિયાદ બાદ બંનેની ધરપકડ

    અનિશ માંકડે મહિલાને બાળકો પરત અપાવવાની લાલચમાં ફસાવીને ત બળાત્કાર ગુજાર્યો હતો. બળાત્કાર બાદ તેણે પીડિતાને "બાળકો પરત નથી આપવાના જા" કહીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.

    - Advertisement -

    બોટાદની એક મહિલાએ રાણપુર AAPના પૂર્વ પ્રમુખ અનિશ કાદર માંકડ અને કોંગ્રેસ નેતા મકસૂદ શાહ વિરુદ્ધ બળાત્કાર જેવા ગંભીર આરોપ લગાવ્યા છે. મહિલાના આરોપ છે કે અનિશે તેના બાળકો પરત આપવાની લાલચ આપી તેની સાથે બળાત્કાર ગુજાર્યો, જયારે કોંગ્રેસી નેતા મકસૂદ શાહે તેને ધાક-ધમકીઓ આપી હતી. આ મામલે પીડિત મહિલાએ બોટાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બંનેની ધરપકડ કરવાની કામગીરી હાથ ધરી હતી. બીજી તરફ ધરપકડથી બચવા અનિશે ઝેરી દવા પીવાનું નાટક કર્યું હોવાનું પણ સામે આવ્યું છે.

    મળતી માહિતી અનુસાર પીડિત મહિલા પોતાના પતિથી અલગ રહે છે અને તેના બાળકો તેના પતી સાથે રહેતા હતા. આથી તેણે બાળકોનો કબજો મેળવવા માટે આમ આદમી પાર્ટીના પૂર્વ શહેર પ્રમુખ અનિશ માંકડની મદદ માંગી હતી. અનિશે મદદ કરવાની હા પાડીને તેને બાળકો પરત અપાવવાની લાલચ આપી હતી. દરમિયાન અનિશ માંકડે મહિલાને બાળકો પરત અપાવવાની લાલચમાં ફસાવીને તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. બળાત્કાર બાદ તેણે પીડિતાને ‘બાળકો પરત નથી આપવાના જા’ કહીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.

    અનિશ જેમ કહે તારે એમ જ કરવું પડશે: કોંગ્રેસી નેતા મકસૂદ શાહ

    બળાત્કાર બાદ મહિલાએ કોંગ્રેસના પીઢ નેતા અને જિલ્લા પંચાયતના પૂર્વ મહિલા ઉપપ્રમુખના શૌહર મકસૂદ શાહ પાસે મદદ માંગી હતી. પરંતુ મકસૂદ શાહે મદદ કરવાના બદલે ઉલટાનું મહિલાને જ ધમકીઓ આપી હતી. ઘાંચી સમાજના પ્રમુખ અને આપના પૂર્વ પ્રમુખ અનિશ દ્વારા કરવામાં આવેલા અત્યાચારની ફરિયાદ લઈને આવેલી પીડિત મહિલાને મકસૂદ શાહે કહ્યું હતું કે, “તારે અનિશ કહે તેમ જ કરવું પડશે.” આમ કહીને મકસૂદે પણ મહિલાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બંને નેતાઓ પાસેથી ધમકી મળ્યા બાદ અંતે બળાત્કારની પીડિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

    - Advertisement -

    ઘટનાની ગંભીરતા જોઈને પોલીસે તાત્કાલિક ધોરણે બોટાદ આમ આદમી પાર્ટીના પૂર્વ પ્રમુખ અને રાણપુર કાઠીયા ઘાંચી સમાજના પ્રમુખ અને AAPના પૂર્વ શહેર પ્રમુખ અનિશ માંકડ વિરુદ્ધ IPCની કલમો 376, 506-2, 114 મુજબ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે બંને આરોપી નેતાઓની ધરપકડની કાર્યવાહી હાથ ધરીને મકસૂદની ધરપકડ કરી હતી, તો બીજી તરફ અનિશે ધરપકડથી બચવા ઝેરી દવા પી લીધી હતી. હાલ અનિશ પોલીસ જાપ્તામાં સારવાર હેઠળ છે, તો મકસૂદ શાહ વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં