Saturday, October 5, 2024
More
    હોમપેજદેશદેશમાં વધુ એક ટ્રેન ઉથલાવવાનો પ્રયત્ન: અજમેરમાં રેલવે ટ્રેક પર મુક્યા 70...

    દેશમાં વધુ એક ટ્રેન ઉથલાવવાનો પ્રયત્ન: અજમેરમાં રેલવે ટ્રેક પર મુક્યા 70 કિલોના સિમેન્ટ બ્લોક, ધડાકાભેર અથડાઈ માલગાડી

    અજમેરના સરાધના અને બાંગડ ગ્રામ રેલવે સ્ટેશન વચ્ચે 2 સ્થળોએ અજાણ્યા લોકોએ રેલવે ટ્રેક પર 70-70 કિલોના વજનના બ્લોક રાખી દીધા હતા. સામ કરવા પાછળ સ્પષ્ટ પણે ટ્રેન ઉથલાવી દેવાનો કારસો હતો. બ્લોક જે ટ્રેક પર મુકવામાં આવ્યા હતા ત્યાંથી એક માલગાડી ઝડપથી પસાર થઇ, પરંતુ સદનસીબે અથડાવવાથી બ્લોક તૂટી ગયો અને ટ્રેન આગળ નીકળી ગઈ.

    - Advertisement -

    છેલ્લા કેટલાક સમયથી દેશમાં ટ્રેન ઉથલાવી દેવાના કાવતરાઓ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. તાજેતરમાં જ ઉત્તર પ્રદેશમાં સુપરફાસ્ટ ટ્રેન કાલિંદી એક્સપ્રેસને ઉથલાવી દેવાનું કાવતરું સામે આવ્યું હતું. ઘટનાના થોડા જ સમય બાદ હવે રાજસ્થાનના અજમેરથી પણ આવી જ એક ઘટના સામે આવી છે. અજમેર પાસે એક રેલવે ટ્રેક પર 70 કિલોના સિમેન્ટના બ્લોક મુકીને ટ્રેન ઉથલાવી દેવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. જે બાદ ટ્રેન બ્લોક સાથે ધડાકાભેર અથડાઈ હતી.

    પ્રાપ્ત માહિતી અનુસાર ઘટના અજમેરના સરાધના અને બાંગડ ગ્રામ રેલવે સ્ટેશન વચ્ચે 2 સ્થળોએ અજાણ્યા લોકોએ રેલવે ટ્રેક પર 70-70 કિલોના વજનના બ્લોક રાખી દીધા હતા. આમ કરવા પાછળ સ્પષ્ટપણે ટ્રેન ઉથલાવી દેવાનો કારસો હતો. બ્લોક જે ટ્રેક પર મુકવામાં આવ્યા હતા ત્યાંથી એક માલગાડી ઝડપથી પસાર થઇ હતી, પરંતુ સદનસીબે ટ્રેન અથડાવવાથી બ્લોક તૂટી ગયો અને ટ્રેન આગળ નીકળી ગઈ. આ ટ્રેન ફૂલેરથી અમદાવાદ જઈ રહી હોવાનું સામે આવ્યું છે.

    કોઈ વ્યક્તિએ રેલવે ટ્રેક પર અલગ અલગ જગ્યાએ બે બ્લોક મુક્યા હોવાનું સામે આવ્યું હતું, જે પૈકીનો એક બ્લોક ટ્રેન સાથે ભટકાયો હતો. આ મામલે નજીકના માંગલિયા વાસ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પોલીસ અને RPF દ્વારા આ ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે. મહત્વનું છે કે જે ટ્રેન બ્લોક સાથે અથડાઈ તે માલગાડી હતી અને તે આગળ નીકળી ગઈ. માલગાડીની જગ્યાએ જો કોઈ પેસેન્જર ટ્રેન હોત અને બ્લોકના કારણે નુકસાન થયું હોત તો મોટી હોનારત સર્જાઈ હોત.

    - Advertisement -

    કાલિંદી એક્સપ્રેસને ભડકે બળવાનો કારસો, 10ની અટકાયત

    નોંધનીય છે કે થોડા સમય પહેલા જ કોઈ અજાણ્યા લોકોએ ઉત્તર પ્રદેશમાં કાલિંદી એક્સપ્રેસને ભડકે બળવાનો પ્રયત્ન કર્યો હતો. ઘટનામાં રેલવે ટ્રેક પરથી ગેસનો બોટલ, પેટ્રોલની વાટવાળી બોટલ અને સફેદ પાઉડર ભરેલી થેલી મળી આવી હતી. કાવતરા કરનારે 20 મીટરના અંતર સુધી પેટ્રોલ છાંટ્યું હોવાનું પણ સામે આવ્યું હતું. બીજી બાજુ કાંચની બોટલમાં પેટ્રોલ પણ મળી આવ્યું હતું. આ મામલે 10 લોકોની અટકાયત કરવામાં આવી હોવાનું પણ સામે આવ્યું છે.

    આ બધી વસ્તુઓ મળ્યા બાદ સ્પષ્ટ છે કે જેણે પણ આ કર્યું છે, તે વ્યક્તિ ઇચ્છતું હતું કે 100 કિલોમીટર પ્રતિ કલાકથી દોડતી ટ્રેન ગેસના બાટલા સાથે ભટકાય અને વિસ્ફોટ થાય. આમ થવાથી ટ્રેનનું એન્જીન આગની જ્વાળાઓથી ઘેરાઈ જાત. સ્વભાવિક છે કે આટલી ઝડપથી દોડતી ટ્રેનને ઉભી રહેતા સમય લાગશે જ, ત્યાં સુધીમાં કાંચની બોટલમાં રાખેલું પેટ્રોલ પાછળના ડબ્બા સાથે લાગી જાત અને તે સળગવા લાગેત. જેમણે પણ આ કાવતરું કર્યું, તે વ્યક્તિ ખૂબ જ ગંભીર અકસ્માત કરવાની ફિરાકમાં હતું.

    આ મામલે ATS, IB, તેમજ NIA તપાસ કરી રહ્યા છે. એજન્સીઓએ લગભગ દોઢ કિલોમીટર સુધીના દાયરાની ઝીણવટ ભરી તપાસ કરી છે. આટલું જ નહીં, આસપાસન 150થી વધુ લોકોના નિવેદનો લેવામાં આવ્યા છે. આ મામલે NIAએ આધિકારિક રીતે આખી તપાસ પોતાના હસ્તગત કરી લીધો હોવાનું પણ સામે આવ્યું છે. હાલ જેમની અટકાયત કરવામાં આવી છે તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ ઘટનામાં ગેસના બોટલ સાથે અથડાતા સાથે જ ટ્રેનને ઈમરજન્સી બ્રેક મારીને રોકી લેવામાં આવી હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં